Shivaji nu Halardu
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં લોકગીત શૌર્ય ગીત

શિવાજીનું હાલરડું

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે. શિવાજીને નીંદરું ના’વે માતા જીજાબાઇ ઝુલાવે. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત માતાજીને મુખ જે દીથી, ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને… પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ – કાલે કાળાં જુદ્ધ ખેલાશે : સૂવાટાણું ક્યાંય […]

Tame Mara Dev na Didhel Cho
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

તમે મારાં દેવનાં દીધેલ છો

તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો, આવ્યાં ત્યારે અમર થઇને રો’ ! મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ; મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ ! તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો, આવ્યાં ત્યારે અમર થઇને રો’ ! મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું હાર, […]

Gujarati Halardu
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

સૌરાષ્ટ્રમાં ગવાતું એક હાલરડું

હાં આં…..આં હાલાં ! હાલ્ય વાલ્ય ને હાંસીનો, રાતો ચૂડો ભાઇની માશીનો; માશી ગ્યાં છે માળવે, ભાઇનાં પગલાં રે જાળવે. હાં…..હાં હાલાં ! હાલ્ય વાલ્ય ને હાંસી લાડવા લાવશે ભાઇની માશી, માશી ગ્યાં છે મ’વે લાડવા કરશું રે હવે. હાં…..હાં હાલાં ! હાલ્ય વાલ્ય ને હલકી, આંગણે રોપાવો રે રૂડી ગલકી; ગલકીનાં ફૂલ છે રાતાં, […]

Gujarati Halardu
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

હાં…હાં હાલાં -હાલરડું

હાલ્ય વાલ્ય ને હુવા, લાડવા લાવે રે ભાઇના ફુવા ; ફુવાના શા છે ફોક, લાડવા લાવશે ગામનાં લોક ; લોકની શી પેર, લાડવા કરશું આપણે ઘેર ; ઘરમાં નથી ઘી ને ગોળ, લાડવા કરશું રે પોર ; પોરનાં ટાણાં વયાં જાય – ત્યાં તો ભાઇ રે મોટો થાય !… ભાઇને ઘેરે ગાડી ને ઘોડાં, ઘોડાંની […]

Dashavtar of Loard Vishnu
મનોરંજન

ગુજરાતી શાયરી

તહેવારો આવે છે ને જાય છે, પણ તેને ધામધૂમ થી ઉજવવા શું આપણી પાસે સમય નથી?? ક્યારેક મિત્રો ફોન પર મળતા, ને હાય હેલો પૂછતા, પણ મિત્રો ને મળવા માટે શું આપણી પાસે સમય નથી?? ઓફીસ થી ઘરે આવતા પગ જરૂર લાંબા કરતા, પણ બાળકો સાથે રમવા માટે શું આપણી પાસે સમય નથી?? ખરેખર તો […]

Bhid Bhanjan Temple -Jamnagar
મનોરંજન

ગુજરાતી શાયરી

દિલ ના લાગે તો હું શું કરું? એક માગું ને બે મળે તો હું શું કરું? તું કહે તો તારે માટે ચાંદ સિતારે તોડી લાવું પણ તું બપોરે માંગે તો હું શું કરું?