મંદિરો - યાત્રા ધામ

ભાલકા તીર્થ

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાષ ક્ષેત્ર માં સોમનાથ જ્યોતિર્લિંગ થી તદ્દન નજીક આવેલું ભાલકા તીર્થ ,અહીં વિશ્રામ કરતી વેળાએ જ ભગવાન શ્રીકૃષ્ણને જર નામના શિકારીએ ભૂલથી તીર માર્યું હતું, ત્યાર પછી તેઓએ પૃથ્વી પર પોતાની લીલા સંકેલી નિજધામ પ્રસ્થાન કર્યું હતું. ભાલકા તિર્થ ને દનિયાભરમાં દેહોત્સર્ગ તીર્થના નામથી ઓળખાય છે, આ મંદિરમાં આજે પણ એ પીપળાનું વૃક્ષ છે જેની નીચે જગત ગુરુ શ્રી કૃષ્ણ એ પોતાની મનુષ્ય લીલાના અંતિમ શ્વાસ લીધા હતા,

કપિલા, હિરણ અને સરસ્વતી નદી નો ત્રિવેણી સંગમ પણ અહીં થી ખુબ જ નજીક આવેલો છે, ખુબજ આહલાદક અને પવિત્ર એવા આ સ્થળ ને દેહોત્સર્ગ તીર્થ પણ કહેવાય છે, ભાલકા તીર્થ નામ એટલા માટે પડ્યું કે ત્યાં પ્રભુ ને ભાલો વાગ્યો હતો અને ભગવાન શ્રી કૃષ્ણએ ત્રિવેણી સંગમ પાર જય દેહોત્સર્ગ કર્યો હતો.

કહેવાય છે કે જયારે ભગવાનને ભાલો વાગ્યો ત્યારે પારધી માફી માંગે છે અને એ સમયે ભગવાન એમને પાછલા જનમની કહાની સંભળાવે છે. કહે છે કે ત્રેતા યુગમાં ભગવાન રામે મહાન બાલીને ઝાડની પાછળ છુપાઈને બાણ માર્યું હતું. પછી બાલીની પીડા જોઇને ભગવાન રામે એમને વચન આપ્યું હતું કે આગલા જનમમાં એ જરા નામના પારધીના રૂપમાં જનમ લેશે અને એના બાણથી મૃત્યુ પામી પોતાની કરનીનુ પ્રાયચ્ચિત કરશે. કારણ વગર મરેલો બાલી કૃષ્ણ અવતારમાં જરા નામનો પારધી બન્યો. ભગવાને પોતાનું વચન પાળ્યું અને આ જગ્યા પવિત્ર તીર્થસ્થળ બની ગયું.