ફરવા લાયક સ્થળો

વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન

Blackbuck National Park, Velavadar Bhavnagar

Blackbuck National Park, Velavadar

વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના વેળાવદર ગામની પાસે આવેલું છે.
ઇ. સ. ૧૯૭૬ના વર્ષમાં સ્થાપિત આ ઉદ્યાન સૌરાષ્ટ્ર પ્રદેશના ભાલ ક્ષેત્રમાં આવેલ છે. આ ઉદ્યાન જિલ્લા મુખ્ય મથક ભાવનગર શહેરથી ૭૨ કિમી દૂર છે. ખંભાતના અખાતને કિનારે આવેલ આ ક્ષેત્ર ૩૪.૦૮ ચો કિમી જેટલું મોટું છે. આ સ્થળ પહેલાં ભાવનગરના રજવાડાની “વીદી”(ઘાસ ભૂમિ) હતી. આ ઉદ્યાન ઉત્તર તરફ ખેતરો અથવા વગડાઉ જમીન આવેલ છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનને 4B ગુજરાત – રજવાડાનું ઉપ-શુષ્ક જીવ-ભૌગોલિક જૈવિક ક્ષેત્ર તરીકે વર્ગીકૃત કરાયું છે

સપાટ જમીન, સુકાયેલું ઘાસ અને કાળિયારના ઝૂંડ હમેંશાથી પ્રવાસીઓને આ ઉદ્યાન તરફ આકર્ષિત કરતાં રહ્યાં છે જેમાં અનોખી ઘાસભૂમિ પારિસ્થિકી છે જેના પર કાળિયારૢ વરુ અને ઘોરાડ (બસ્ટર્ડ પક્ષી)ના સંવર્ધનનું કાર્ય સફળતા પૂર્વક ચાલી રહ્યું છે. સંપૂર્ણ રીતે ભારતીય પ્રજાતિ હોય એવા ઘોરાડ પક્ષીઓ જે એક સમયે સંપૂર્ણ ભારત ઉપ મહાદ્વીપમાં જોડવા મળતા હતાં, તેમની વસતિ હાલના દાયકમાં સમગ્ર ભારતમાં ઘટતી ચાલી છે. આજે, આ પક્ષીઓનો સૌથી મોટું સમૂહ આ ઉદ્યાનમાં રહે છે.

ભૂગોળ:
જુલાઈ ૧૯૭૬માં જ્યારે આ ઉદ્યાન ની સ્થાપના કરવામાં આવી ત્યારે આરક્ષિત ક્ષેત્રનો વિસ્તાર માત્ર ૧૭.૮૮ ચો કિમી જેટલો હતો. સમયાંતરએ ૧૯૮૦માં વધારના ૧૬.૨૨ ચો કિમી ક્ષેત્રને તેમાં ઉમેરવામાં આવ્યું. જેથી તેનું કુલ ક્ષેત્રફળ ૩૪.૦૮ ચો કિમી થાયું.
આ ઉદ્યાનનો દક્ષિણ ભાગ સમુદ્રની ભરતીના છાયા ક્ષેત્રમાં આવે છે. જે ભરતી સમયે જળમગ્ન થઈ જાય છે. જોકે આનું અર્ધ શુષ્ક વાતાવરણ અને ભરતીની આવક જાવકૢ વરસાદના સમયે જમીનનું પાણીમાં ગરકાવ થવું એ આ ઉદ્યનનેના પ્રાણી નિવાસીઓને પ્રાકૃતિક આવાસ પુરું પાડે છે.
અંતરીક્ષાવલોકન – (રીમોટ સેંસીંગ)- ભૂસ્તર શાસ્ત્રના પ્રાકૃતિક નિવાસના અભ્યાસ દ્વારા આ ક્ષેત્રેને નીચે મુજબ વર્ગીકૃત કરાય છેઃ
૭.૫૭ ચો કિમી – ગીચ ઘાસભૂમિ અને ૯.૯૧ ચો કિમી છૂટીછવાઈ ઘાસભૂમિ
૫.૦૫ ચો કિમી – શિંગવૃક્ષી ઝાંખરભૂમિ
ખારપટ -૫.૧૩ ચો. કિમી.
ભરતી છાયાનું કળણ ૫.૦૮ ચો. કિમી.



વન્યજીવન:

આ ઉદ્યાનની પ્રાણી સૃષ્ટિમાં ખાસ કરીને કાળિયારૢ વરુૢ ઘોરાડ પક્ષીૢ હુબારા ઘોરાડ અને શિયાળૢ જંગલ બિલાડી મુખ્ય પ્રાણીઓ છે. અન્ય પ્રજાતિઓમાં જંગલી ડુક્કર, સસલાં અને મૂષકs. સવાના ક્ષેત્રના કાંટાળા ઝાંખરા પણ અહીં દેખાય છે.
ખેચર સૃષ્ટીમાં, રેતી તેતર અને ચંડોળ અહીં મોટી સંખ્યામાં દેખાય છે. બ્રિટિશ હેરિયર બાજ નિષ્ણાત રોજર ક્લાર્ક અનુસાર અહીં જોવા મળતા હેરિયર બાજના માળા વિશ્વમાં સૌથી મોટાં છે.


પ્રવાસી માહિતી:

આ ઉદ્યાન આમતો આખું વર્ષ ખુલ્લું હોય છે, ચોમાસા અને શિયાળાની વચ્ચેનો સમય (સામાન્ય રીતે મધ્ય જૂન થી માર્ચ ના અંત સુધીનો સમય) સલાહ યોગ્ય છે. અહીં આવવાનો સૌથી ઉત્તમ સમય ડિસેમ્બરથી માર્ચ વચ્ચેનો છે કેમકે આ સમય દરમ્યાન ઘણાં સ્થળાંતર કરનારા પક્ષીઓ અહીં આવે છે. જેમકે હેરિયર બાજની ત્રણ પ્રજાતિઓ ૢ લેસર ફ્લોરીકનૢ ગરુડૢ સારસ અને અન્ય જળ પક્ષીઓ શિયાળો અહીં ગાળે છે.
ભાવનગર હવાઈમથક દરરોજની હવાઈસેવાઅ દ્વારા મુંબઈ અને અમદાવાદના આંતરરાષ્ટ્રીય હવાઈમથક સાથે જોડાયેલ છે. અહીંથી સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન ધોળા નામનું નગર છે, જે આ ઉદ્યાનથી ૫૦ કિમી દૂર છે. ભાવનગર રેલ્વે સ્ટેશન ૪૦ કિમી દુર છે. વલ્લભી પુર નામનું ઐતિહાસિક શહેર અહીંથી ૧૫ કિમી દૂર છે.
આ ઉદ્યાનમાં સરકારી જંગલ ઉદ્યાન વિભાગ દ્વારા એક બંગલો ઉપલબ્ધ કરાવ્યો છે જેમાં પૂર્વ રજા લઈને ભાડેથી રહી શકાય છે.

 

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators