Category: ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવ-દેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે. ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભળે તો ગીત ભજન બની જાય.

આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ વચનથી અધિક નહીં કાંઈ રે, વચન જાણ્યા થકી શુદ્ધ પ્રેમ જાગે ને સુરતા નિર્ગુણમાં સમાય રે … આદિ અનાદિ કર્મકાંડ એને નડે નહીં જેને આવ્યો વચનનો વિશ્વાસ રે, પગલું ભરે પણ વચન તપાસે ને થઈ

અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ કપટ નહીં મન માંહ્ય જી, ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે પ્રજ્ઞી પુરુષ કહેવાય જી. દેહ રે મૂકે પણ વચન તૂટે નહીં ને ગુરુજીના વેચાયે વેચાય જી બ્રહ્માદિક આવી જેના પારખાં રે લેવે

અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ને ન રહેવું ભેદવાદીની સાથ રે કાયમ રહેવું એકાંતમાં ને માથે સદગુરુજીનો હાથ રે … અભ્યાસ જાગ્યા પછી તીરથ વ્રત પછી કરવા નહીં ને ન કરવા સદગુરુના કરમ રે, એવી રે ખટપટ છોડી દેવી

અંત:કરણથી પૂજાવાની આશા રાખે ને એને કેમ લાગે હરિનો સંગ રે, શિષ્ય કરવા નહિ એવા જેને પૂરો ચડ્યો ન હોય રંગ રે … અંતઃકરણથી. અંતર નથી જેનું ઉજળું, ને જેને મોટાપણું મનમાંય રે, તેને બોધ નવ દીજીએ ને જેની વૃત્તિ