Category: ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવ-દેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે. ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભળે તો ગીત ભજન બની જાય.

આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી, સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી. જે રે મારા મનમાં હતું તે વહાલાએ કીધું; પ્રીતે પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું. વહાલો મારો વિહારીલો, તેહને જાવા ન દીજે; હાથ થકી નવ મૂકીએ, અંતરગત લીજે.

રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં પસલી ભરીને રસ પીધો રે, હરિનો રસ પુરણ પાયો. પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો, બીજે પિયાલે રંગની હેલી રે, ત્રીજો પિયાલો મારાં રોમે-રોમે વ્યોપ્યો, ચોથે પિયાલે થઈ છું ઘેલી રે …રામ સભામાં રસ બસ એકરૂપ

હાં રે દાણ માંગે કાનુડો દાણ માંગે હાં રે તારી મોરલીના બોલ વાગે … કાનો દાણ માંગે. હાં રે કાન કિયા મુલકનો સૂબો, હાં રે મારા મારગ વચ્ચે ઊભો … કાનો દાણ માંગે હાં રે કાન કિયા મુલકનો રસિયો, હાં

માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ! હવે આવી ચૂક્યો પિયાલો, કે’વું હતું તે કહી દીધું પાનબાઈ! હવે રે’ણી પાળવા હેતથી હાલો … માણવો. રે’ણી થકી જોને રામ રીઝે પાનબાઈ! રે’ણી થકી રોમરોમ ભીંજાય, રે’ણી થકી રસ શરીરમાં પરવરે, રે’ણી

સ્થળ સ્થળ મહીં તુજ વાસ હો,પળ પળ સદા મા જાગતી, દિન રત તારા ભક્તની સંભાળ મા તુ રાખતી (૨) મુજ કષ્ટ કાપી ભક્તના ણે સાચવે તારા ગણી, શ્રી મત અંબે આદ્ય શક્તિ પતિત પવન ઈશ્વરી (૨) જગ મોહના વંટોળમાં હું

ચાલ રમીએ સહિ ! મેલ મથવું મહી, વસંત આવ્યો વનવેલ ફૂલી; મ્હોરિયા અંબ, કોકિલ લવે કદંબ, કુસુમ-કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી. પહેર શણગાર ને હાર, ગજગામિની, ક્યારની કહું છું જે ચાલ ઊઠી; રસિક મુખ ચુંબીએ, વળગીએ, ઝુંબીએ, આજ તો લાજની દુહાઈ

પદમાવતીના જયદેવ સ્વામી તેનો પરિપૂર્ણ કહું ઈતિહાસ રે, એકાગ્ર ચિત્તે તમે સાંભળજો પાનબાઈ, એ તો થયાં હરિનાં દાસજી … પદ્માવતીના. ગીત ગોવિંદનું જયદેવે કીધું, જેનું નામ અષ્ટપદી કહેવાયજી, પદ પદ પ્રતે ભક્તિરસ પ્રગટ્યો, જેથી પદમાવતી સજીવ થાયજી … પદ્માવતીના. ગોપીયું

કળજુગ આવ્યો હવે કારમો રે, તમે સુણજો નર ને નાર, ભક્તિ ધરમ તે માંહે લોપાશે, રહેશે નહિ તેની મર્યાદ …. કળજુગ. ગુરુજીના કીધાં ચેલો નહીં માને ને ઘેરઘેર જગાવશે જ્યોત નર ને નારી મળી એકાંતે બેસશે, ને રહેશે નહિ આત્મ

કળજુગમાં જતિ સતી સંતાશે ને કરશે એકાંતમાં વાસ રે, કુડા ને કપટી ગુરુ ને ચેલા પરસ્પર નહીં વિશ્વાસ રે … કળજુગમાં ગુણી ગુરુ ને ચતુર ચેલો પણ બેયમાં ચાલશે તાણાવાણ રે, ગુરુના અવગુણ ગોતવા માંડશે ને ગાદીના ચાલશે ઘમસાણ રે

જુગતીને તમે જાણી લેજો પાનબાઈ, મેળવી વચનનો તાર રે, વચનરૂપી દોરામાં સુરતાને બાંધો ત્યારે મટી જશે જમના માર રે … જુગતી જુગતી જાણ્યા વિના ભક્તિ ન શોભે ને મર્યાદા લોપાઈ જાય રે, ધરમ અનાદિનો જુગતીથી ખેલો તો જુગતીથી અલખ જણાય