Category: ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવ-દેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે. ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભળે તો ગીત ભજન બની જાય.

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… કાનજી. માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે… ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે… કાનજી. ઝુલણ પહેરતાં નહોતું

ગિરિ તળેટી ને કુંડ દામોદર. ત્યાં મેહતાજી ન્હાવા જાયઃ ઢેઢ વરણમાં દ્રઢ હરીભક્તિ, તે પ્રેમ ભરીને લાગ્યા પાય… ગિરિ કર જોડીને પ્રાર્થના કીધી, વિનતિતણા બહુ વદ્યા રે વચનઃ મહાપુરુષ અમ અરજ એટલી, અમારે આંગણે કરો રે કીર્તન… ગિરિ પ્રેમ પદારથ

દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું ને એવું કરવું નહિ કામ રે, આપણી વસ્તુ ન જાય અવસ્થા ને એ જવાનું લેવું નહિ નામ રે … દળી દળીને. સેવા કરવી છેલ્લા જનમવાળાની ને ભજનમાં જોવા સંસ્કાર રે, જોવા પૂરવનું પુરૂષારથ હોય એહનું ને

ચેલૈયાના માતા-પિતા શેઠ સગાળશા અને તેમના પત્ની ચંગાવતીની એવી ટેક હતી કે રોજ સાધુને ઈચ્છિત ભોજન કરાવ્યા પછી જ જમવું. અને આ ટેક પાળવા એક દિવસ સાધુએ ચેલૈયાનું માથું ખાંડવાનો આદેશ આપ્યો તે પણ તેમણે પાળ્યો હતો. ચેલૈયાનું જન્મસ્થાન પિપાવાવ

“હે સુર્ય ઉદય પામો, ઉદય પામો! મારે માટે પ્રતાપી તેજથી ઉદયપામો, જેને હું નજરે નિહાળું છુ, અને નથી નિહાળતો, તે સર્વ પ્રત્યે મને સુમતી પ્રદાનકરો.” (અથર્વવેદ)

વાગે ભડાકા ભારી ભજનના‚ વાગે ભડાકા ભારી રે હો જી… બાર બીજના ધણીને સમરૂં નકળંગ નેજા ધારી… ભજનના વાગે ભડાકા ભારી રે… ધ્રુવ રાજાએ અવીચળ સ્થાપ્યો‚ પ્રહલાદ લીધો ઉગારી રે હો જી… સંધ્યા ટાણે દૈત્ય સંહાર્યો‚ હરિએ નોર વધારી… ભજનના

કાળધર્મ ને સ્વભાવને જીતવો, રાખવો નહિ અંતરમાં ક્રોધ રે સમાનપણેથી સર્વેમાં વર્તવું, ને ટાળી દેવો મનનો વિરોધ રે … કાળધર્મ. નિર્મળ થઈને કામને જીતવો, ને રાખવો અંતરમાં વૈરાગ રે, જગતના વૈભવને મિથ્યા જાણી, ને ટાળી દેવો દુબજાનો ડાઘ રે …

ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે, અંતર ભાળની એક સુરતિ; દેહીમાં દરસશે, પ્રેમથી પરસશે, અજબ અનુપમ અધર મૂરતિ … ધ્યાન ધર મન પરસન થશે, કર્યાં કર્મ નાસશે, ભાસશે ભૂમિ વ્રજ વન વેલી; કુંજ લલિત માંહે કૃષ્ણ ક્રીડા કરે, નીરખતી

નાગર નંદજીના લાલ ! રાસ રમંતા મારી નથડી ખોવાણી. કાના ! જડી હોય તો આલ રાસ રમંતા મારી નથડી ખોવાણી… નાગર નંદજીના લાલ ! નાની નાની નથણી ને માંહી જડેલા મોતી, નથણી કારણ નિત્ય ફરું જોતી જોતી … નાગર નંદજીના

અર્જુન પુછે બેઠો કૃષ્ણ ને વધુ વહાલુ શું છે તમને, મોરલી કે રાધા? જવાબમા શ્રી કૃષ્ણ બોલ્યા. મોરલી મારો રાગ છે ને રાધા મારો સાદ છે. મોરલી મારો સુર છે ને રાધા મારૂ રૂપ છે. મોરલી તો મારી સાથી છે