Category: ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવ-દેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે. ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભળે તો ગીત ભજન બની જાય.

સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં, ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં … સુખદુઃખ નળ રાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી; અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી … સુખદુઃખ પાંચ પાંડવ સરખાં બંધવા,

સમરને શ્રી હરિ, મેલ મમતા પરી, જોને વિચારીને મુળ તારું; તું અલ્યા કોણ ને કોને વળગી રહ્યો, વગર સમજે કહે મારું મારું … સમરને દેહ તારો નથી જો તું જુગતે કરી, રાખતા નવ રહે નિશ્ચે જાયે, દેહ સંબધ તજે નવ

વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે

વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને. લટકે ગોકુળ ગૌ ચારીને, લટકે વાયો વંસ રે, લટકે જઈ દાવાનળ પીધો, લટકે માર્યો કંસ રે … વારી જાઉં. લટકે જઈ ગોવર્ધન ધરિયો, લટકે પલવટ વાળી રે, લટકે જઈ જમુનામાં પેસી, લટકે નાથ્યો

વહાલા મારા ! વૃંદાવનને ચોક કે વહેલા પધારજો રે લોલ; ગોકુળ ગામ તણી વ્રજનાર કે વેગે બોલાવજો રે લોલ. અમને રાસ રમ્યાના કોડ કે નાથ-સંગ બેલડી રે લોલ; લેવા મુખડાના મકરંદ કે મળી તેવતવડી રે લોલ. રૂડું જમનાજી કેરું નીર

રુમઝુમ રુમઝુમ નેપૂર વાજે, તાળી ને વળી તાલ રે; નાચંતા શામળિયો-શ્યામા, વાધ્યો રંગ રસાળ રે … રુમઝુમ રુમઝુમ ઝાલ ઝબૂકે રાખલડી રે, મોર-મુગટ શિર સોહે રે; થેઈ થેઈ થેઈ તહાં કરતી કામા, મરકલડે મન મોહે રે … રુમઝુમ રુમઝુમ કોટિકલા

રાત રહે જાહરે પાછલી ખટઘડી સાધુ પુરુષને સૂઇ ન રહેવું; નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ, ‘એક તું’ ‘એક તું’ એમ કહેવું … રાત જોગિયા હોય તેણે જોગ સંભાળવા, ભોગિયા હોય તેણે ભોગ તજવા; વેદિયા હોય તેણે વેદ વિચારવા, વૈષ્ણવ હોય

મેહુલો ગાજે ને માધવ નાચે, રૂમઝૂમ વાગે પાયે ઘુઘરડી રે, તાલ પખાજ વજાડે રે ગોપી, વહાલો વજાડે વેણુ વાંસલડી રે. પહેરણ ચીર, ચરણા ને ચોળી, ઓઢણ આછી લોબરડી રે; દાદુર, મોર, બપૈયા બોલે, મધુરી શી બોલે કોયલડી રે. ધન્ય બંસીવટ,

માલણ લાવે મોગરો રે, કાચી કળીનો હાર; આવતાં ભીંજે ચૂંદડી, રણ મેઘ ન પડે ધાર. રૂપલા કેરી ઊંઢાલણી રે, સોના કેરી થાળ; પીરસે પદ્મિની પાતળી રે, તમે આરોગો નંદલાલ. ચંદ્ર વિના શી ચાંદની રે, દીવડા વિના શી રાત; હરજી વિના

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી મારી હૂંડી શામળિયાને હાથ રે , શામળા ગિરધારી રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે કાજ ઝેરના પ્યાલા મોકલ્યાં રે, વ્હાલો ઝેરના જારણહાર રે શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે સ્થંભ થકી