Category: ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવ-દેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે. ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભળે તો ગીત ભજન બની જાય.

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે, સોળ સહસ્ત્ર ગોપીનો વ્હાલો, મટુકીમાં ઘાલી રે … ભોળી શેરીએ શેરીએ સાદ પાડે, કોઇને લેવા મુરારિ રે, અનાથના નાથને વેચે, આહિરની નારી રે … ભોળી વ્રજનારી પૂછે શું છે માંહી, મધુરી મોરલી વાગી

ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મ લોકમાં નાહીં રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાસી માંહી રે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમોજનમ અવતાર રે, નિત્ય સેવા, નિત્ય કીર્તન-ઓચ્છવ, નીરખવા નંદકુમાર રે … ભૂતળ ભક્તિ. ભરત ખંડ ભૂતળમાં જન્મી

બાપજી પાપ મેં કવણ કીધાં હશે, નામ લેતાં તારું નિંદ્રા આવે; ઉંઘ આળસ આહાર મેં આદર્યાં, લાભ વિના લવ કરવી ભાવે … બાપજી દિન પૂઠે દિન તો વહી જાય છે, દુર્મતિનાં મેં ભર્યાં રે ડાળાં; ભક્તિ ભૂતળ વિશે નવ કરી

પ્રેમરસ પાને, તું મોરના પિચ્છધર ! તત્વનું ટૂંપણું તુચ્છ લાગે; દૂબળા ઢોરનું કુશકે મન ચળે, ચતુરધા મુક્તિ તેઓ ન માગે. પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહિ, શુકજીએ સમજી રસ સંતાડ્યો; જ્ઞાન વૈરાગ્ય કરી, ગ્રંથ પૂરો કર્યો, મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો. મારીને

પ્રાતઃ હવું પ્રાણપતિ ! ઈંદુ ગયો આથમી, કાં રહ્યો બાંહોડી કંઠ ઘાલી ? નાથ ! મેલો હવે બાથ માંહે થકી શું કરશો હે બાંહ ઝાલી ? અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી, તેજ તારા તણું ક્ષીણ દીસે; દીપક-જ્યોત તે ક્ષીણ

પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા હરનિશ એને ધ્યાવું રે, તપ તીરથ વૈકુંઠ-સુખ મેલી, મારા વૈષ્ણવ હોય ત્યાં જાવું રે … પ્રાણ થકી અંબરિષ (રાજા) મુજને અતિઘણો વ્હાલો, દુર્વાસાએ માનભંગ કીધો રે, મેં મારું અભિમાન તજીને, દશ વાર અવતાર લીધો રે

પાછલી રાતના નાથ પાછા વળ્યા, શું કરું રે સખી ? હું ન જાગી; નીરખતાં નીરખતાં નિદ્રા આવી ગઈ વહાલોજી દઈ ગયા વાચ, રાખી. કૃષ્ણજી ક્યાં હશે ? શોક્ય સુણશે હવે ? પરથમ જઈ એને પાય લાગું; સરસ છે શામળો, મેલશે

પઢો રે પોપટ રાજા રામના, સતી સીતાજી પઢાવે, પાસે રે બંધાવી રૂડું પાંજરુ, મુખ થી રામ જપાવે. હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના…. પોપટ તારે કારણે, લીલા વાંસ વઢાવું, એનું રે ઘડાવું પોપટ પાંજરુ હીરલા રતને જડાવું. હેજી વાલા,

નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો ‘તે જ હું’, ‘તે જ હું’, શબ્દ બોલે; શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ, અહીંયા કો નથી કૃષ્ણ તોલે. શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી; જડ ને ચૈતન્ય રસ કરી જાણવો પકડી

નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજીયે રે; મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજીયે રે. કુળને તજીયે, કુટુંબને તજીયે, તજીયે મા ને બાપ રે; ભગિની-સુત-દારાને તજીયે, જેમ તજે કંચુકી સાપ રે … નારાયણનું નામ. પ્રથમ પિતા પ્રહલાદે તજીયો, નવ તજીયું