Category: દુહા-છંદ

દુહા અને દુહા-છંદ આપણી માતૃભાષાને મળેલું ઘરેણું છે, દુહા અને છંદ દ્રારા લોક કવિઓ, બારોટો, અને ચરણો એ સમાજ ને સાચી દિશા પાર દોર્યા છે. દુહા અને છંદ માં ક્યારેક વ્યક્તિની શૂરવીરતાના વખાણ ક્યારેક કટાક્ષ અને ક્યારેક વર્ણન પણ હોય છે.

પદ ૧ લું. દેસિ સંતતણી લાવીરે, ભેળાં ફરે બાવો ને બાવી. – ટેક. મોટાં કપાળે ટિલાં કરે ને, વળી ટોપી પટકાવી; કંથો ને ખલતો માળા ગળામાં, કાને મુદ્રા લટકાવીરે. દેસિ. સંત સેવામાં સુખ ઘણુંને, કરે સેવા મન ભાવી; તન મન

સોરઠી ગામઠી ગઝલ (અછાંદસ) બેહૂદુ લાગે તો માફી જરા લખણ આ ગામડિયું સે, આંગળિયુંથી દાઇરભાત ખાતા લાગે જણ ઉતાવળિયું સે; ગૅસસ્ટવના ગતકડાંમાં ઇ ન પડે લોકઉજળા, પકાવવા અન્ન ઈમના સૂલે બરતણ બાવળિયું સે; કઠણ કરથી સાંદેણા સરિખો રોટલો ચડે સૂલે,

ભલ ઘોડા વલ વાંકડા, હલ બાંધવા હથિયાર, ઝાઝી ફોજુંમાં ઝીંકવું, મરવું એક જ વાર…

“જાજા વેરી જોઈ ને કોઈ દી હૈયા માં ન પામે હાર, લડવા માં પાછા ના હટે ઈ છે આહિર ના એંધાણ. દી ઊગે ને દાન દીયે ને તબકે ઘી ની ધાર, સૌ મેમાન ને સરખા ગણે ઈ છે આહિર ના

ખરલમાં નાખો તો ખસરક ઘુટાક ગળણીમા નાખો તો ત્રબક ત્રબક બાપ પીએ તો બેટાને ચડે બેટો પીએ તો બાપને ચડે કીડી પીએ તો હાથી થી લડે તલનો ત્રીજો ભાગ રાઇ ના દાણા જેટલો હેઠો પડે તો પ્રુથ્વી ફાડે સાત પાતાળ

લોકસાહિત્ય કલ્પવૃક્ષ જેવું છે. કહેવાય છે કે કલ્પવૃક્ષ નીચે ઊભા રહીને જે માગીએ એ મળે, એમ લોકસાહિત્ય પાસે જે માગો એ મળે. એમાંથી અર્થસભર દુહા મળે. હૈયામાં સ્પંદનો પ્રગટાવતાં ગીતો મળે. બુદ્ધિચાતુર્ય વધારતાં ઊખાણાં મળે. કવિત્વ શક્તિ ખીલવતાં જોડકણાં મળે,

હે સોરઠ સુરો ના સરજીયો , ના ચઢ્યો ગઢ ગીરનાર, ના નાહ્યો ગંગા ગોમતી, એનો એળે ગયો અવતાર જી રે…. (૧) હે સોરઠ સિંગલ દેશનો, અને જાત તણી પરમાર, બેટી તો રાજા ઉમની , એને પરણ્યો રાય ખેંગાર જી રે

દર ધરી તલવારમ કમર કટારમ, ધનુકર ધારમ ડંકારમ, બંદુક બહારમ મારામારમ હાહાકારમ હોકારમ, નર કંઇ નહારમ કરત પુકારમ મુખ ઉચ્ચારમ રામ નથી, વિધવા વરવાનુ રણ ચડવાનુ ન્યાં નામર્દોનુ કામ નથી.!!!

ઉપજાવે અનુરાગ, કોયલ મન હર્ષિત કરે; કડવો લાગે કાગ, રસનાના ગુણ રાજિયા. નર તે ચતુર સુજાણ, સર અવસરચૂકે નહીં; અવસરના એંધાણ રહે ઘણા દિ’ રાજિયા. લાવર, તીતર, લાર, હર હોઇ દાકા કરે; સાવઝના શિકાર, રમવા મુશ્કેલ રાજિયા. સુધ હીણા સિરદાર,

સિંધુ રાગ સોહામણા,શૂર મન હરખ ન માય, શિર પડે ધડ લડે, એના વધામણા વૈંકુઠ જાય. શિર પડે ધડ લડે,તુટે બખતરાં કોર, આભ ઊલટે ને ધરા પલટે,જબ છુટે જાલોર. રંગ રાજપુતા રંગ હે,રણમા ઝૂઝણહાર; મારણ મરણકે,કારણે ધર્યો ધરણ અવતાર. રણવાટ ચડે