Coat of Arms - Bilkha State (Rawat Ram Wala Estate)
દુહા-છંદ ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

રાજિયાના સોરઠા

ઉપજાવે અનુરાગ, કોયલ મન હર્ષિત કરે; કડવો લાગે કાગ, રસનાના ગુણ રાજિયા. નર તે ચતુર સુજાણ, સર અવસરચૂકે નહીં; અવસરના એંધાણ રહે ઘણા દિ’ રાજિયા. લાવર, તીતર, લાર, હર હોઇ દાકા કરે; સાવઝના શિકાર, રમવા મુશ્કેલ રાજિયા. સુધ હીણા સિરદાર, મતહીણા રાખે મિનખ; અસ આંદો અસવાર, રામ રૃખાલો રાજિયા. અર્થાત: મુરખ સરદાર જો બુધ્ધિ વિનાના […]

Ashok Shilalekh Junagadh
દુહા-છંદ

રંગ રાજપુતા

સિંધુ રાગ સોહામણા,શૂર મન હરખ ન માય, શિર પડે ધડ લડે, એના વધામણા વૈંકુઠ જાય. શિર પડે ધડ લડે,તુટે બખતરાં કોર, આભ ઊલટે ને ધરા પલટે,જબ છુટે જાલોર. રંગ રાજપુતા રંગ હે,રણમા ઝૂઝણહાર; મારણ મરણકે,કારણે ધર્યો ધરણ અવતાર. રણવાટ ચડે ઘમસાણ લડે,લડતા જ પડે નહી પીઠ દિખાવે; સિંહબાળ શૂરા,નરવિર પુરા,કરે શત્રુ ચુરા જડમુળ મિટાવે.

Bhavnagar City
દુહા-છંદ

સોરઠની સાખીઓ

હે સોરઠ સુરો ના સરજીયો , ના ચઢ્યો ગઢ ગીરનાર, ના નાહ્યો ગંગા ગોમતી, એનો એળે ગયો અવતાર જી રે…. (૧) હે સોરઠ સિંગલ દેશનો, અને જાત તણી પરમાર, બેટી તો રાજા ઉમની , એને પરણ્યો રાય ખેંગાર જી રે ……..(૨) હે સોરઠ સિંગલ દ્વીપની , અને તપસી ઉભો દ્વાર, ભિક્ષા દિએ રાની સોરઠી, મારો […]

Royal Cars of Gondal State
દુહા-છંદ

કાઠીયાવાડી દુહા

દર ધરી તલવારમ કમર કટારમ, ધનુકર ધારમ ડંકારમ, બંદુક બહારમ મારામારમ હાહાકારમ હોકારમ, નર કંઇ નહારમ કરત પુકારમ મુખ ઉચ્ચારમ રામ નથી, વિધવા વરવાનુ રણ ચડવાનુ ન્યાં નામર્દોનુ કામ નથી.!!!

Ashapura Mataji Gondal
ઈતિહાસ ઉદારતાની વાતો દુહા-છંદ

નીડર ચારણનો દોહો

ભાવનગરના રાજવી વજેસિંહજી ગોહીલ એકવખત શિકારે નીકળેલા. ધોમધખતા તાપમાં એક હરણ પાછળ ઘોડો દોડાવ્યો,પણ જંગલની કાટમાં થોડુ છેટુ પડ્યું,હરણ નીકળી ગયુ, થોડે દુર એક ચારણ ભેંસો ચારતો હતો, મહરાજે પુછ્યુ કે હરણ કયા મારગે(વાટે) ગયુ. હરણનો શિકાર ના ચાહનાર ચારણે દુહો કહ્યો, કે જે સાંભળતા વજેસિંહે હરણનો શિકાર છોડી દિધો અને પોતાના રાજ્યમાં હરણના શિકાર […]

Damodar Kund Girnaar Junagadh
દુહા-છંદ

૧૪ વિદ્યા

“પે’લી ભણતર વદ્યા, બીજી વદ્યા નટની, ત્રીજી વિયાકરણ વદ્યા, ચોથી વદ્યા ધનકની, પાંચમી શણગાર વદ્યા, છઠ્ઠી ગ્રહ સાગરે, સાતમી ધુતાર વદ્યા , આઠમી હીંગારડી, નવમી તોરંગ વદ્યા , દસમી પારખુ , અગિયારમી રાગ વદ્યા ,વોશ્યા વદ્યા બારમી, તેરમી હરિસમરણ વદ્યા , તસગર વદ્યા ચૌદમી..”

Satadhar Dham
દુહા-છંદ

સોરઠ ના દુહા

સોરઠ દેશ સોહામણો ચંગા નર ને નાર્ય; જાણે સ્વર્ગથી ઉતર્યા, દેવ દેવી અણસાર. સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ; રત્નાકર સાગર ઘૂઘવે, ત્યાં રાજ કરે રણછોડ.. સોરઠ ધરા ન સંચર્યો,ન ચઢ્યો ગઢ ગિરનાર, ન નાયો દામો રેવતી, એનો એળે ગયો અવતાર. વન આંબાસર કોયલું , ડગ ડગ પાણીડાં ઘટ , નકળંક કેસર નીપજે , અમારો […]

Lion Cub & Got Cub
દુહા-છંદ

સોરઠી દુહો

સોરઠ ની દુહા ની ભાષાતો અનેરી જ છે અને એના દ્વારા થતી રજુઆતનો એક ઉત્તમ નમુનો અહીં મુક્યો છે. જીવન પરની એ સેંકડો રસમીમાંસક ઉક્તિઓએ જ જનસામાન્યની સાહિત્યરુચિને ઉચ્ચકક્ષાએ રાખી છે એટલું જ નહિ પણા સર્વદેશીય કરીને સાચવી છે.ચિંતનની સઘનતાને દુહા પાદેથી શોધો તો એ મૂઠી એ મૂઠી એ મળશે. કોઇ કચ્છી કવિ કહી ગયો […]

Gir Forest National Park
ઈતિહાસ દુહા-છંદ

મચ્છુકાંઠો

હાલારની પૂર્વમાં વાંકાનેર અને મોરબીવાળી મચ્છુનદીનો પ્રદેશ મચ્છુકાંઠો કહેવાયછે. એનું ક્ષેત્રફળ ૭૮૦ ચો. માઈલનુંગણાતું. મોરબી અને માળિયા જાડેજા રાજપૂતોના સંસ્થાનો હતા. આ પંથકને પાછળથી હાલારમાં જોડી દેવાયો હતો.   મચ્છુકાંઠાનામાનવીનીઓળખઆપતોદુહો: મચ્છુકાંઠો ને મોરબી, વચમાં વાંકાનેર, ચંગા મા ડું નીપજે, પાણી હુંદો ફેર. મચ્છુતટ પાક્યા મણિ,ગુણ નહિ ગણી શકાય; એક એકથી અધીક થઇ,દેશ દેશ દરશાય.

Kesar Mango
દુહા-છંદ લોકગીત

દશાવતાર -દોહા

કાગવાણી—દશાવતાર /કાગવાણી ભાગ 1/ગુર્જર/ કવિતા 75/પાનુ:96 પૂર્ણ બ્રહ્મા કરશન પણાં, અળ્યાં કૃષ્ન સાર; કામપૂરણ કરશન સદા, સામ કૃષ્ણ વર આધાર. કૃષ્ણ કૃષ્ણ કે’તાં થકી, ઓધરિયાં અણપાર; તો ખોટી બાજી તજો, કૃષ્ણ ભજો કિરતાર. રામ કૃષ્ણ ઇક રૂપ છે, જુદાં જરા ન જાણ; આપ સત્તાથી અવતરે, દૈત દહન દહીવાણ. રૂપ ગહન શક્તિ ગહન, ગાવા ગુણ આગાર; […]