Category: ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

ગુજરાતી ભાષામાં જીવન ના દરેક પ્રસંગ માટે ખાસ ગીતો કવિતાઓ ની અદભુત રચનાઓ આપણા કલાકારોએ આપી છે. હાલરડાં બાળકની માનસિક જરૂરિયાત છે. એનાથી બાળક પ્રેમ, સુરક્ષા અને હૂંફ અનુભવે છે. તો બાળગીતો તેનું જીવન મૂલ્યોનું ઘડતર કરશે.

ગોપાલ મારો પારણીયે ઝુલે રે, ઝુલાવે યશોદામૈયા ગોરી, ગોપાલ મારો પરણીયે ઝુલે રે, કાનુડાને પારણીયે ટહુકે છે કોયલ, કાનુડાને પારણીયે બેઠા પોપટીયા, કાનુડાને પારણીયે નાચે છે મોરલા, કાનુડાને પારણીયે મોતીઓની માળા, કાનુડાને પારણીયે હીરની છે દોરી, ઝુલાવે રાધિકારાણી ગોરી રે,

દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને, વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી. ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુઃખને દળવા, તમારા કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી. પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા, તમારા શુદ્ધ હૃદયોની ઉઘાડી રાખજો બારી. થયેલાં દુષ્ટ કર્મોના

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે, વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે. દીકરો મારો લાડકવાયો….. રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર, કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર, આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે. દીકરો

તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી ! મુરદાં મસાણેથી જાગતાં – એવી શબ્દમાં શી સુધા ભરી ! પૂછી જોજો કોઈ ગુલામને- ઊઠ્યા કેવા ઓઘ એને મને મળી મુક્તિ મંગળ જે દિને : એને કાને શબ્દ પડ્યો ‘તું

ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી… રસિક હૈડાં લસે મર્મ મુખમંડળે… માનવી મીઠડા પ્રેમભીના… પાણી જ્યાં આકરા મરદની મૂછના લલિત લાવણ્ય જ્યાં સુંદરીના… કાઠી ખસીઆ વસ્યા શૂર રજપૂત જ્યાં… મેર આહીર ગોહિલ બંકા… ખડગના ખેલની રંગભૂમિ મહીં… જંગના વાજતા નિત્ય ડંકા…

રક્ષાબંધન ના આ પવિત્ર તેહવારે વાંચો શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત વ્હાલી બેન માટેનું કાવ્ય: મારે ઘેર આવજે બે’ની ! નાની તારી ગૂંથવા વેણી. આપણા દેશમાં નીર ખૂટ્યાં ને સળગે કાળ દુકાળ; ફૂલ વિના, મારી બે’નડી ! તારા શોભતા નો’તા

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે: ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે. કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે વળતી, શોણિતભીના પતિ-સુત-વીરની રણશય્યા પર લળતી; મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી. થોકે

જય જય ગરવી ગુજરાત! જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણુ પ્રભાત, ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી,પ્રેમ શોર્ય અંકિત; તુ ભણવ ભણવ નિજ સંતજિ સૌને,પ્રેમ ભક્તિની રીત-ઉંચી તુજ સુંદર જાત. જય જય ગરવી ગુજરાત. ઉરત્તમા અમ્બા માત, પૂરવમા કાળી માત, છે દક્ષિણ

લીમડાને આવી ગ્યો તાવ લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો, જાવ હજી ફાસ્ટફૂડ ખાવ. ટી-શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહીં ફાવે ! પીત્ઝા ને બર્ગરની આખ્ખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે ? વર્ષોથી

-ચેલૈયાનું હાલરડું ભાગું તો મારી ભોમકા લાજે ને ભોરિંગ ઝીલે ન ભાર, હે મેરુ સરીખા ડોલવા લાગે એને આકાશનો આધાર, મેરામણ માઝા ન મુકે ચેલૈયો સતનો ચુકે. મોરધ્વજ રાજાએ અંગ વેરાવ્યા, દીધા કર્ણે દાન, શિબી રાજાએ જાંઘને કાપી, ત્યારે મળ્યા