Category: ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

ગુજરાતી ભાષામાં જીવન ના દરેક પ્રસંગ માટે ખાસ ગીતો કવિતાઓ ની અદભુત રચનાઓ આપણા કલાકારોએ આપી છે. હાલરડાં બાળકની માનસિક જરૂરિયાત છે. એનાથી બાળક પ્રેમ, સુરક્ષા અને હૂંફ અનુભવે છે. તો બાળગીતો તેનું જીવન મૂલ્યોનું ઘડતર કરશે.

આમ તો પશ્ચિમ ભારતમાં અલફોન્ઝો અથવા હાફૂસ કેરી તમામ કેરીની જાતોમાં ટોચ ઉપર છે પણ તેમ છતાં છેક એપ્રિલ સુધી ગુજરાતી લોકો સૌરાષ્ટ્રમાં પાકતી લાંબી, લીલીછમ છાલ ધરાવતી અને અત્યંત મધુર સ્વાદ ધરાવતી કુદરતી પાકતી કેસર કેરીની રાહ અચૂકપણે જુએ

ઝવેરચંદ મેઘાણી ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ – ૯ માર્ચ ૧૯૪૭ આજે આપણા રાષ્ટ્રીય શાયર ની પુણ્ય તિથી નિમિતે પ્રસ્તુત છે તેમનીજ એક ભાવભીની રચના કોઈ દી સાંભરે નઇ મા મને કોઈ દી સાંભરે નઇ કેવી હશે ને કેવી નઇ મા મને

સોરઠી ગામઠી ગઝલ (અછાંદસ) બેહૂદુ લાગે તો માફી જરા લખણ આ ગામડિયું સે, આંગળિયુંથી દાઇરભાત ખાતા લાગે જણ ઉતાવળિયું સે; ગૅસસ્ટવના ગતકડાંમાં ઇ ન પડે લોકઉજળા, પકાવવા અન્ન ઈમના સૂલે બરતણ બાવળિયું સે; કઠણ કરથી સાંદેણા સરિખો રોટલો ચડે સૂલે,

ડુંગરથી દડતી, ઘાટ ઉતરતી, પડતી ન પડતી આખડતી, આવે ઊછળંતી, જરા ન ડરતી, ડગલાં ભરતી, મદઝરતી, કિલકારા કરતી જાય ગરજતી, જોગ સરજતી ઘોરાળી હીરણ હલકારી, જોબનવાળી નદી રૂપાળી નખરાળી…… આંકડિયાવાળી હેલળિયાળી વેલ્યુંવાળી વખવાળી, અવળા આંટાળી, જામી જાળી, ભેખડિયાળી ભેવાળી, તેને

મારા કેસરભીના કંથ હો સિધાવોજી રણવાટ આભ ધ્રૂજે ધરણી ધમધમે રાજ ઘેરા ઘોરે શંખનાદ દુંદુભિ બોલે મહારાજના હો સામંતના જયવાદ મારા કેસરભીના કંથ હો સિધાવોજી રણવાટ આંગણ રણધ્વજ રોપિયા હો કુંજર ડોલે દ્વાર બંદીજનોની બિરદાવલી હો ગાજે ગઢ મોઝાર મારા

કોઇ અગમ શિખરથી ગિરનાર સાદ પાડે પ્રત્યેક ટૂંક પરથી ગિરનાર સાદ પાડે આંખો અગર મીચું તો દેખાય દત્ત સામે કેવી અમીનજરથી ગિરનાર સાદ પાડે પળભર ઊભી પગથિયે પુલકિત થઇ જવાતું સ્પર્શી અદીઠ કરથી ગિરનાર સાદ પાડે જો કાળમીંઢ પથ્થરનું મૌન

સફળતાનો પીનકોડ ગૂજરાતી, સૌ સમસ્યાનો તોડ ગૂજરાતી. કૈંક અચ્છો કૈંક અળગો ગૂજરાતી, એકડાનો કરે બગડો ગૂજરાતી. નમ્રતાનું બોનસાઇ ગૂજરાતી, સિદ્ધિઓની વડવાઇ ગૂજરાતી. લોટો લઇને દૈ દે ઘડો ગૂજરાતી, વખત પડે ત્યાં ખડો ગૂજરાતી. દુશ્મનને પડે ભારે ગૂજરાતી, ડૂબતાને બેશક તારે

બાળગીત વારતા રે વારતા ભાભો ઢોર ચારતા ચપટી બોર લાવતા છોકરાંને સમજાવતા એક છોકરો રિસાયો કોઠી પાછળ ભીંસાયો કોઠી પડી આડી છોકરાએ ચીસ પાડી અરરરર…માડી! …..આ વાંચી ને બાળપણ યાદ આવ્યું કે નઈ?

લાગ્યો કસુંબીનો રંગ ! રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ; ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો

રણવગડા જેણે વીંધ્યા, વહાલી જેને વનવાટ; જે મરતાં લગ ઝંખેલો ઘનઘોર વિજન રઝળાટ : જે ગગન ચુંબતાં ગિરિશૃંગે સુણતો હાકલ અવિરામ – એ સુભટ કાજ કો’ નવ કહેજો ‘પ્રભુ દે એને વિશ્રામ !’ દમ દમ કર્મે મચી રહેતાં ઊછળે ઉરમાં