Category: ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

ગુજરાતી ભાષામાં જીવન ના દરેક પ્રસંગ માટે ખાસ ગીતો કવિતાઓ ની અદભુત રચનાઓ આપણા કલાકારોએ આપી છે. હાલરડાં બાળકની માનસિક જરૂરિયાત છે. એનાથી બાળક પ્રેમ, સુરક્ષા અને હૂંફ અનુભવે છે. તો બાળગીતો તેનું જીવન મૂલ્યોનું ઘડતર કરશે.

ધરતીને પટે પગલે પગલે મૂઠી ધાન વિના નાનાં બાળ મરે, પ્રભુહીન આકાશેથી આગ ઝરે: અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે – ત્યારે હાય રે હાય, કવિ ! તને પૃથ્વી ને પાણી તણાં શેણે ગીત ગમે ! લથડી લથડી

હાલોને જાયેં સોનુંરે વીણવા વગડે છે છાબું વેરી રે લોલ, ધરતીના કાપડાની લીલી અતલસ છે, સોનલ બુટ્ટે ઘેરી રે લોલ. લીલાં મખમલિયા આવળને પાંદડે, પીળાં પીળાં ફૂલ જાય ઝોલે રે લોલ. આવી અડપલું કરતો જ્યાં વાયરો, હસી હસી મીઠડું ડોલે

ગામડામાં વસ્તી નાની હોય, ઘરે-ઘરે જ્ઞાની હોય, આંગણિયે આવકારો હોય, મહેમાનોનો મારો હોય! ગામમાં ચા પાવાનો ધારો હોય, વહેવાર એનો સારો હોય, રામ-રામનો રણકારો હોય, જમાડવાનો પડકારો હોય! સત્સંગ મંડળી જામી હોય, સવાર સામી હોય, જ્ઞાનની વાતો બહુ નામી હોય,

અમરલોકથી આવ્ય અમારા શાયર મેઘાણી… લોકગીતોનો લાડીલો ને લોકહૃદયમાં રમનારો , મડદાઓના મનમંદિરમાં પ્રાણ ખરેખર ભરનારો, આપી એણે સાવ અનોખી સોરઠમાંથી સરવાણી, શાયરની દુનિયામાં સાચે મુગટ હતો એ મેઘાણી..

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં માનવોનો પરિચય વેશભૂષા દ્વારા મળી રહે છે. સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ : સૌરાષ્ટ્રની ખુશનુમા હવા, દ્વ્રીપકલ્પ, ફળદ્વ્રુપ ભૂમિ, સાગર કિનારો, પર્વતો, જંગલો, સમૃધ્ધિ -એ

કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા; પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા. અશોકધર્મલિપિથી ઉર પાવન; જિનવર-શિષ્યોની મનભાવન. સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત? ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત? નરસિંહ-મીરાંની ગળથૂથી, ઘડી શૂર સરદારે, મૃદુલ હૃદય તું, તોયે

રાજકોટ રંગીલું શહેર છે, જેની ઉપર માલિકની મ્હેર છે હે રાજકોટ રંગીલું શહેર છે લોક રૂડાં ને દિલના દિલેર છે હે રાજકોટ રંગીલું શહેર છે રોડોમાં રોડ એક ધર્મેન્દ્ર રોડ છે હેમા માલિની નથી એટલી જ ખોડ છે અહીં પેંડાવાળાને

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ, જગથી જૂદેરી એની જાત રે … જનનીની અમીની ભરેલ એની આંખડી રે લોલ, વ્હાલનાં

અમે અમદાવાદી… અમે અમદાવાદી… જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી… ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી… અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસ ટચુકડો, જ્યાં પહેલા બોલે મિલનુ ભુંગળુ પછી પુકારે કુકડો, ને સાઇકલ લઇને સૌ દોડતા, રળવા રોટલીનો ટુકડો, પણ મિલમંદિરના નગદેશ્વરનો રસ્તો

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે. શિવાજીને નીંદરું ના’વે માતા જીજાબાઇ ઝુલાવે. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત માતાજીને મુખ જે દીથી, ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને… પોઢજો રે, મારાં