Category: સુવિચાર

સુવિચારો એટલે જીવન પથ દર્શક વિચારો, સુવિચારો જીવન ને અતુલ્ય બનાવવાની પ્રેરણા આપે છે, શાળાઓ માં આજે પણ બાળકો સવારમાં રોજ એક બ્લેક બોર્ડ પર લખે છે, જે વાંચી બાળક જીવનમાં ઉતારે તો તેનુંજીવન ઘડતર કરવામાં મદદરૂપ થાય છે.

જગતમાં બે વ્યક્તિ મહામૂર્ખ છે. એક, ખોટી નિંદા કરનારા. અને બીજી, તેને રસપૂર્વક સાંભળનારા.

મુત્સદીગીરી એટલે તારી વાત ખોટી છે એમ કહ્યા સિવાય તેને ગળે એ મુદ્દો ઉતરાવી દેવાની કુશળતા

પોતાની ખાતર પોતાની જાતને પ્રેમ કરો અને પોતાના શરીર અને મન પર અત્યાચાર ન કરો.

માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી.

દુ:ખ નું સંકટ તમારી મુલાકાતે બીજી વાર તમારી પાસે ન આવે એમ ઇચ્છતા હો તો પહેલીવાર આવીને તે જે પાઠ શીખવી ગયાં હોય તે બરાબર શીખી લો.

વિશ્વાસ એ વિશ્વ નો શ્વાસ છે.

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો.

જીવનમાં ક્યારેય આવતી કાલ મળતી નથી. કાયમ ‘આજ’ જ હોય છે.

અયોગ્યને કોઈ યોગ્ય લાગતું નથી ને યોગ્યને કદીયે કોઈ અયોગ્ય લાગતું નથી.

આફત જ આપણને અડીખમ ઊભા રહેતા શીખવે છે.