Category: સુવિચાર

સુવિચારો એટલે જીવન પથ દર્શક વિચારો, સુવિચારો જીવન ને અતુલ્ય બનાવવાની પ્રેરણા આપે છે, શાળાઓ માં આજે પણ બાળકો સવારમાં રોજ એક બ્લેક બોર્ડ પર લખે છે, જે વાંચી બાળક જીવનમાં ઉતારે તો તેનુંજીવન ઘડતર કરવામાં મદદરૂપ થાય છે.

શંકા એ તો મોટામાં મોટો શત્રુ છે. શંકા આપણા હૃદયમાં ડર પેદા કરે છે. આ ડરને કારણે આપણને જે વસ્તુ પર આપણા વિજયની પૂરેપૂરી ખાત્રી હતી તે જ ચીજ સમક્ષ આપણે મસ્તક નમાવી દેવું પડે છે. – શેક્સપિયર

ખૂબસૂરતી હંમેશા જોનારના મનમાં અને એની નજરમાં હોય છે. નહિતર ભૂલ કાઢનારને તો તાજમહાલમાં પણ ખામી દેખાય છે.

પરમાત્મા પરિગ્રહ નથી કરતા. તે પોતાને જોઈતી વસ્તુ રોજરોજ બનાવી લે છે. – ગાંધીજી

સુખ એ બે દુ:ખી અવસ્થા વચ્ચેનો ઇંટરવલ છે.

ઘણાં લોકો એકલા પડી જાય છે કેમકે તેઓ દીવાલ બાંધે છે..પુલ નહીં..

આપણી આજની કેળવણીમાં ગુણ ગમે તેટલા હોય, પણ સૌથી મોટો દુર્ગુણ એક જ છે, અને તે એ જ કે આપણે બુદ્ધિને ઊંચું અને શ્રમને નીચું સ્થાન આપવાની ભાવના સેવીએ છીએ.

વિચાર ગમે તેટલો જાગૃત અને ઊંચો હોય પણ જ્યાં સુધી કાર્યાન્વિત ન થાય, ત્યાં સુધી એની કોઈ જ કિંમત નથી. -ગાંધીજી

જ્યાં સુધી માનવ પોતાનું કર્તવ્ય નહીં બજાવે ત્યાં સુધી કુટુંબ, સમાજ અને રાષ્ટ્રનો વિકાસ અશક્ય છે. -સ્વામી વિવેકાનંદ

જીવનમાં અનુભવના અંતે જે જ્ઞાન મળે છે તે નક્કર હોય છે; માત્ર તેની કિંમત વધુ ચુકવવી પડે છે.

આ ગુજરાતી ભાષા જેવી સરળતા બીજે ક્યાક જો જોવા મળે તો તમે નવી શોધ કરી છે, એમ માનજો -ફાધર વાલેસ.