Category: લગ્નગીત

લગ્ન દરમ્યાન સાંજી ના ગીતો, મંડપ ગીતો, માયરાના ગીતો, ટહુકા, ફટાણા, વિદાય ના ગીતો, જેવા અનેક પ્રકારના ગીતો ગવાય છે, આ ગીતો પંથક અને જ્ઞાતિ પ્રમાણે અલગ અલગ ઢબે અને સમયે ગવાય છે, લગ્નગીતો આપણી લોક સંસ્કૃતિનું સુંદર પાસું છે.

આવી આવી ભાદરવાની રેલ કે ભાદર ગાજે છે એમાં મનુ તણાતો જાય કે ભાદર ગાજે છે નાખો નાખો કનુભાઈ દોર કે ભાદર ગાજે છે તાણો તાણો તો તૂટી જાય કે ભાદર ગાજે છે આવ્યું આવ્યું ભવાયાનું તેડું રે એમાં મનુને

બેની મેલ્યા ઢીંગલા મેલ્યા પોતિયાં, બેની મેલ્યો છે સૈયરુનો સાથ, મેલીને ચાલ્યા સાસરે. બેની મેં તમને મિલનબેન વારિયા, બેની ન રમજો માંડવા હેઠ, ધુતારો ધૂતી ગયો. એક આવ્યો’તો પરદેશી પોપટો, એક લાવ્યો’તો ચુંદડીનો ચુથો, ધુતારો ધૂતી ગયો.

કન્યા પધરામણી ઓઢી નવરંગ ચુંદડી પાયે ઝાંઝરનો ઝમકાર પાયે ઝાંઝરનો ઝમકાર માયરામાં ચાલે મલપતા મલપતા મલપતા ઓઢી નવરંગ ચુંદડી પાયે ઝાંઝરનો ઝમકાર પાયે ઝાંઝરનો ઝમકાર માયરામાં ચાલે મલપતા મલપતા મલપતા બેનીએ સાડી પહેરી છે સવા લાખની બેનીએ સેલું પહેર્યું છે

પહેલું પહેલું મંગળિયું વરતાય રે, પહેલે મંગળ ગાયોનાં દાન દેવાય રે, અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે, સૌને હૈયે આનંદ અતિ ઉભરાય રે. બીજું બીજું મંગળિયું વરતાય રે, બીજે મંગળ રૂપાંનાં દાન દેવાય રે, માંડવડામાં મંગળગીતો ગવાય રે, શુભદિન આજે શુકનનો

પીઠી પાવલાંની પાશેર લાડકડાંને હળદી ચડે છે પાવલાંની પાશેર જીગરભાઈને પીઠી ચડે છે અડધાની અધશેર લાડકડાંને હળદી ચડે છે અડધાની અધશેર જીગરભાઈને પીઠી ચડે છે રૂપૈયાની શેર રે જીયાવરને હળદી ચડે છે રૂપૈયાની શેર રે જીયાવરને પીઠી ચડે છે આણી

સાંજી ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે પહેલી કંકોતરી સૂરત શે’ર મોકલાવો રે સવિતાબેન તમે વેગે વેલા આવો રે નાના મોટાને સાથે તેડી લાવો રે સવિતાબેન ચલાવે સુંદર મોટી ગાડી રે મોહન જમાઈને પાડાની અસવારી રે

સાંજી ગણેશ પાટ બેસાડિયે વા’લા નીપજે પકવાન સગા સંબંધીને તેડિયે જો પૂજ્યા હોય મોરાર જેને તે આંગણ પીપળો તેનો ધન્ય ધન્ય અવતાર સાંજ સવારે પૂજીયે જો પૂજ્યા હોય મોરાર જેને તે આંગણ ગાવડી તેનો ધન્ય ધન્ય અવતાર સાંજ સવારે દોણું

ગણપતી ઉપર ચોપડેલા સિંદુર, આજે ગણપતી પૂજા કોણે કરી? આવ્યા હતા અનિલભાઈના કુંવર, આજે ગણપતી પૂજા એણે કરી. આવ્યા હતા મહેશભાઈના ભત્રીજા, આજે ગણપતી પૂજા એણે કરી. આવ્યા હતા જયેશભાઈના ભાણેજ, આજે ગણપતી પૂજા એણે કરી. આવ્યા હતા પ્રવિણભાઈના વીરા,

ખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે, અમે તેડી જાશું અમારે ઘેર. ખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે. ભાભીના દાદા ઉભા ઉભા જોઈ રહ્યા રે, ભાભીના માતા કરે છે વિષાદ, ખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે. ભાભીના કાકા ઉભા ઉભા જોઈ રહ્યા રે, ભાભીના

સાંજી કોયલ બેઠી આંબલિયાની ડાળ મોરલિયો બેઠો રે ગઢને કાંગરે હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ કોયલ માંગે કડલાંની જોડ મોરલિયો માંગે રે લાડણ લાડલી કોયલને ઉડાડો આપણે દેશ મોરલિયો માંગે રે