લગ્નગીત

કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે…

કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે… કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે… જાનમાં તો આવ્યા મુનશી, માંડવે મૂકાવો ખુરશી, કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે. જાનમાં તો આવ્યા મોટા, જળ ભરી લાવો લોટા. કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે. જાનણીએ પે’ર્યા અમ્મર, માંડવામાં નથી ઝુમ્મર, કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે. જાનમાં તો આવ્યા પારસી, […]

લગ્નગીત

એકડો આવડ્યો

એકડો આવડ્યો બગડો આવડ્યો ત્રગડો આવડ્યો સહી ભણી ગણીને ખૂબ ભણ્યા પણ પાંચડાનો પત્તો નહિ ! જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ ! જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ ! એકડો આવડ્યો બગડો આવડ્યો ત્રગડો આવડ્યો સહી ભણી ગણીને ખૂબ ભણ્યા પણ પાંચડાનો પત્તો નહિ ! જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ ! જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ […]

લગ્નગીત

મોટા માંડવડા રોપાવો

મંડપ મહૂરત મોટા માંડવડા રોપાવો ઝીણી છાજલીએ છવરાવો માણારાજ માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ વીરના દાદાને તેડાવો વીરની માતાને તેડાવો માણારાજ માણેકથંભ મોતીડે વધાવો માણારાજ હોંશો મોભી પરણાવો માણારાજ મોટા માંડવડા રોપાવો ઝીણી છાજલીએ છવરાવો માણારાજ માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ વીરના વીરાને તેડાવો વીરની ભાભીને તેડાવો માણારાજ હોંશે બાંધવ પરણાવો માણારાજ માણેકથંભ મોતીડે વધાવો માણારાજ હરખે […]

લગ્નગીત

પીઠી ચોળો રે પીતરાણી

પીઠી પીઠી પીઠી ચોળો રે પીતરાણી રે હાથ પગ ચોળે રે વીરની ભાભી રે મુખડાં નીહાળે રે વીરની માતા રે પીઠી ચડશે રે જીયાવરને રે કાકા તેલ ચોળશે રે મારા વીરને કાચા તેલ ચડશે રે પેલી છોડીને પાટેથી ઉતારશે વીરના મામા રે કાજળ આંજશે રે વીરના મામી રે પીઠી પીઠી ચોળો રે પીતરાણી રે  

લગ્નગીત

મારી બેનીની વાત ન પૂછો

મારી બેનીની વાત ન પૂછો મારી બેની બહુ શાણી રે એના ગોરા મુખડા આગળ ચંદરમા પણ કાળા રે તારી બેનીની શું વાત કરું હું કહેવામાં કંઈ માલ નથી બાંધી મૂઠી લાખની વેવાણ ખોલવામાં કંઈ સાર નથી મારા વીરાની વાત ન પૂછો મારો વીરો બહુ શાણો છે ભણેલ ગણેલ ઠરેલ બેની ઉજાળે ઘરનું નામ જી તારી […]

લગ્નગીત

નગર દરવાજે

સાંજી નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ મારું દલ રિઝે માણારાજ રે સાંઢણીએ મશરૂ મંગાવો માણારાજ મારું દલ રિઝે માણારાજ મશરૂના વીરના વાઘા સીવરાવો માણારાજ મારું દલ રિઝે માણારાજ લાડલીની છાબ ભરાવો માણારાજ મારું દલ રિઝે માણારાજ નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ મારું દલ રિઝે માણારાજ ઈ રે સાંઢણીએ મોતી મંગાવો માણારાજ મારું દલ રિઝે માણારાજ […]

લગ્નગીત

ધીમી ધીમી મોટર હાંકો

જાન તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા ધીમી ધીમી મોટર હાંકો રે રાજકોટ શહેરના ચાર દરવાજા પહેલે દરવાજે ઊભી રાખો રે પહેલે દરવાજે કસુંબીના હાટ છે ઘરચોળા મોલવીને આવો ને તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા ધીમી ધીમી મોટર હાંકો રે રાજકોટ શહેરના ચાર દરવાજા બીજે દરવાજે ઊભી રાખો રે બીજે દરવાજે મણિયારાના હાટ છે […]

લગ્નગીત

ચાલોને આપણે ઘેર રે

ચાલો લાડીલી તમે આપણે તો ઘેર રે ચાલો લાડીલી તમે આપણે તો ઘેર રે મહિયરની મમતા મૂકોને મહિયરની મમતા મૂકોને ચાલોને આપણે ઘેર રે ચાલોને આપણે ઘેર રે બાપુની માયા તો તમે મૂકોને બાપુની માયા તો તમે મૂકોને સસરાની હવેલી બતાવું રે સસરાની હવેલી બતાવું રે ચાલોને આપણે ઘેર રે ચાલોને આપણે ઘેર રે માડીની […]

લગ્નગીત

રાય કરમલડી રે

જાન પ્રસ્થાન મારા ખેતરને શેઢડે રાય કરમલડી રે ફાલી છે લચકા લોળ રાય કરમલડી રે વાળો જીગરભાઈ ડાળખી રાય કરમલડી રે વીણો અમીવહુ ફૂલડાં રાય કરમલડી રે વીણીચૂંટીને ગોરીએ છાબ ભરી રાય કરમલડી રે તેનો ગૂંથે માલણ મોડિયો રાય કરમલડી રે મોડિયો અમીવહુને માથડે રાય કરમલડી રે તેનો ગૂંથે માલણ છોગલો રાય કરમલડી રે છોગલો […]

લગ્નગીત

દૂધે તે ભરી રે તળાવડી

માયરા દૂધે તે ભરી રે તળાવડી, મોતીડે બાંધી પાળ ઈશવર ધોવે ધોતિયાં, પારવતી પાણીની હાર હળવાં તે ધોજો ઈશવર ધોતિયાં, છંટાશે મારાં ચીર અમ ઘર દાદોજી રિસાળવા, માતા મારી દેશે ગાળ નહિ તારો દાદોજી રિસાળવા નહિ દેશે માતા તારી ગાળ આપણ બેઉ મળી પરણશું વૈશાખ મહિના માંય