Category: લગ્નગીત

લગ્ન દરમ્યાન સાંજી ના ગીતો, મંડપ ગીતો, માયરાના ગીતો, ટહુકા, ફટાણા, વિદાય ના ગીતો, જેવા અનેક પ્રકારના ગીતો ગવાય છે, આ ગીતો પંથક અને જ્ઞાતિ પ્રમાણે અલગ અલગ ઢબે અને સમયે ગવાય છે, લગ્નગીતો આપણી લોક સંસ્કૃતિનું સુંદર પાસું છે.

દાદા એને ડગલે ડગલે બાવળ રોપાવો રે દાતણ કરશે બાળાવરની જાન રે દાદા એને ડગલે ડગલે સરોવર ખોદાવો રે નાવણ કરશે બાળાવરની જાન રે દાદા એને ડગલે ડગલે કંદોઈ બેસાડો રે ભોજન કરશે બાળાવરની જાન રે દાદા એને ડગલે ડગલે

સાંજી દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ સાંઢણી ઝોકારો માણારાજ દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ સાંઢણી ઝોકારો માણારાજ ઈ રે સાંઢણીયે સોનુ મંગાવો માણારાજ સોનુ મંગાવો માણારાજ ઈ સોનાના બેનને કંકણ ઘડાવો માણારાજ કંકણ ઘડાવો માણારાજ ઈ રે સાંઢણીયે રૂપું મંગાવો

વરપક્ષ તરફથી છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી, અમારી ભાગોળે આવી ભમતી’તી, અમારી શેરીઓમાં અટવાતી’તી, તને પરણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજે ! મારા ભઈલાને ભાવતા ભોજન જો’શે, એને નીત નવી વાનગી ખવડાવવી પડશે, અલી, આટલી આવડત રાખજે, આટલું સુણી

હસ્તમેળાપ – વરપક્ષ ઢોલ ઢમક્યા ને વરવહુના હાથ મળ્યા વાજા વાગ્યા ને વરવહુના હાથ મળ્યા હૈયાં હરખ્યા ને વરવહુના હાથ મળ્યા પ્રેમે નીરખ્યા ને વરવહુના હાથ મળ્યા જાણે ઈશ્વર ને પારવતી સાથ મળ્યા જેમ નદી ને સરવરના જળ મળ્યા એમ

માણેકથંભ રોપણ કંકુ છાટી કંકોતરી મોકલી એમાં લખિયું લાડકડીનું નામ રે માણેકથંભ રોપિયો કેસર છાટી કંકોતરી મોકલી એમાં લખિયું લાડકડાનું નામ રે માણેકથંભ રોપિયો પહેલી કંકોતરી કાકા ઘેર મોકલી કાકા હોંશે ભત્રિજી પરણાવો રે માણેકથંભ રોપિયો બીજી કંકોતરી મામા ઘેર

ઘરમાં નો’તી ખાંડ ત્યારે શીદ તેડી’તી જાન ? મારા નવલા વેવાઈ ઘરમાં નો’તી ખારેક ત્યારે શીદ તેડ્યા’તા પારેખ ? મારા નવલા વેવાઈ ઘરમાં નો’તી ગાગર ત્યારે શીદ તેડ્યા’તા નાગર ? મારા નવલા વેવાઈ ઘરમાં નો’તી જાજમ ત્યારે શીદને તેડ્યું’તું મા’જન

ગોર કરોને ઉકેલ ગોર લટપટિયા મારે છેટાંની છે જાન ગોર લટપટિયા મારે થાય છે અહૂર ગોર લટપટિયા ગોરને હાંડા જેવડું માથું ગોર લટપટિયા ગોરને નળિયા જેવડું નાક ગોર લટપટિયા ગોરને કોડાં જેવડી આંખ્યું ગોર લટપટિયા ગોરને કોડિયાં જેવડા કાન ગોર

પીઠી પીઠી ચોળોને પંચ કલ્યાણી પીઠી કિયા રે મુલકથી આણી પીઠી સુરત શહેરથી આણી પીઠી વડોદરામાં વખણાણી પીઠી મુંબઈમાં રે ગવાણી પીઠી પાવલાની પાશેર પીઠી અડધાની અચ્છેર પીઠી પોણાની પોણો શેર પીઠી રૂપૈયાની શેર પીઠી રૂપલા વાટકડે ઘોળાય રે પીઠી

તમે કે’દુના કાલાંવાલાં કરતા’તા તમે મુંબઈ ને મહેસાણા ફરતા’તા તમે ઝાઝી તે વાતો મેલો મારા વેવાઈ તમે કે’દુના કાલાંવાલાં કરતા’તા તમે અમીબેનને જોઈ ગયા મારા નવલા જમાઈ મોહી ગયા તમે કે’દુના કાલાંવાલાં કરતા’તા તમે છગનભાઈને ભોળવી ગયા તમે સવિતાબેનને ભોળવી

કન્યા છે કાંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે, કન્યા કાગળ મોકલે તમે રાયવર વ્હેલા આવો ને… કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે.. હું કેમ આવું? મારા દાદાજી રીસાણા