લગ્નગીત

મારા નખના પરવાળા જેવી

ચુંદડી ઓઢણ મારા નખના પરવાળા જેવી ચૂંદડી મારી ચુંદડીનો રંગ રાતો હો લાડલી ઓઢોને સાહેબજાદી ચૂંદડી હું તો કેમ કરી ઓઢું રે સાયબા ચૂંદડી મારા દાદાજી દેખે માતાજી દેખે કેમ રે ઓઢું રે સોરંગ ચૂંદડી તમારા દાદાના તેડ્યાં અમે આવશું તમારી માતાના મન મોહશે હો લાડલી ઓઢોને લાડકવાયી ચૂંદડી હું તો કેમ કરી ઓઢું રે […]

લગ્નગીત

નાણાવટી રે સાજન બેઠું માંડવે

નાણાવટી રે સાજન બેઠું માંડવે લાખોપતિ રે સાજન બેઠું માંડવે જેવા ભરી સભાના રાજા એવા જીગરભાઈના દાદા નાણાવટી રે સાજન બેઠું માંડવે લાખોપતિ રે સાજન બેઠું માંડવે જેવી ફૂલડિયાંની વાડી એવી જીગરભાઈની માડી નાણાવટી રે સાજન બેઠું માંડવે લાખોપતિ રે સાજન બેઠું માંડવે જેવા અતલસના તાકા એવા જીગરભાઈના કાકા નાણાવટી રે સાજન બેઠું માંડવે લાખોપતિ […]

લગ્નગીત

મોસાળા આવિયા

મોસાળું ઊંચી ચડે ને નીચી ઊતરે રે, બેની જુએ વીરાજીની વાટ નણંદે તે દીધું મેણલું રે, ભાભી ન આવ્યો તમારલો વીર કસરે છૂટે ને વેણ મોકળી રે, આંસુએ ભીંજવ્યા છે ચીર દિયરે દીધી વધામણી રે, ભાભી આવ્યો તમારલો વીર મોસાળાં આવિયાં કસરે બાંધી ને વેણ ચોસરી રે, હૈયૈ હરખ ન માય મોસાળાં આવિયાં ઝબક્યાં તે […]

લગ્નગીત

લાડબાઈ કાગળ મોકલે

ઘડીએ ઘડીએ લાડબાઈ કાગળ મોકલે રાયવર વેલેરો આવ સુંદરવર વેલેરો આવ તારાં ઘડીયાં લગન રાયવર વહી જશે હું તો કચરાળી શેરીએ લાડવૈ નહિ હાલું ઘડી ન વેલો પરણીશ ઘડી ન મોડો પરણીશ અબઘડીએ ફૂલવાળી શેરી નીપજે વર તો વગડાનો વાસી એના પગ ગયા છે ઘાસી એ તો કેટલા દિ’નો ઉપવાસી દીકરી દેતું’તું કોણ જમાઈ કરતું’તું […]

લગ્નગીત

લીલા માંડવા રોપાવો

મંડપ મહૂરત લીલા માંડવા રોપાવો લીલા ચોક સજાવો માણારાજ લીલા વાંસ વઢાવો રૂડાં માંડવા બંધાવો માણારાજ લાડેકોડે લીલાબેન પરણાવો માણારાજ લીલા માંડવા રોપાવો લીલા ચોક સજાવો માણારાજ એમના કાકાને તેડાવો એમની કાકીને તેડાવો માણારાજ લાડેકોડે ભત્રિજી પરણાવો માણારાજ લીલા માંડવા રોપાવો લીલા ચોક સજાવો માણારાજ લીલા વાંસ વઢાવો રૂડાં માંડવા બંધાવો માણારાજ લાડેકોડે નિશાબેન પરણાવો […]

લગ્નગીત

સીતાને તોરણ રામ પધાર્યાં

વરરાજાને પોંખણ સીતાને તોરણ રામ પધાર્યાં લેજે પનોતી પહેલું પોંખણું પોંખતાને વરની ભમર ફરકી આંખલડી રતને જડી રવાઈએ વર પોંખો પનોતા રવાઈએ ગોરી સોહામણા સીતાને તોરણ રામ પધાર્યાં લેજે પનોતી બીજું પોખણું ધોંસરિયે વર પોંખો પનોતા ધોંસરિયે ગોરી સોહામણા સીતાને તોરણ રામ પધાર્યાં લેજે પનોતી ત્રીજું પોખણું ત્રાંકે વર પોંખો પનોતા ત્રાંકે રેટિયાં સોહામણા સીતાને […]

લગ્નગીત

હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા

હસ્તમેળાપ – કન્યાપક્ષ હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા ઉત્તમકુળની છે કન્યા વરરાજા… હાથ o દીકરી ઉછેરી રૂડી રીતે વરરાજા, શિખામણ ભેળી આપી સાથે વરરાજ… હાથ o વિયોગ વેઠ્યો નથી કદીયે વરરાજા આજ વિયોગ અમને સાલે વરરાજા… હાથ o સંપી રહેજો સંસારે શાણા વરકન્યા ! સુખદુ:ખમાં ભાગ લેજો વ્હાલા વરકન્યા… હાથ o અમ ઘરની શોભા તમને […]

લગ્નગીત

હેતે લખિયે કંકોતરી રે લોલ

હેતે લખિયે કંકોતરી રે લોલ હેતે લખિયે કંકોતરી રે લોલ લખિયે રૂડાં કુળદેવીના નામ કે કુળદેવી માત વેલા આવજો રે લોલ હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ અવસર આવ્યો છે રૂડો આંગણે રે લોલ લગનના કંઈ વાગે રૂડા ઢોલ જો કુળદેવી માત વેલા આવજો રે લોલ હે તમે કુળદેવી માત વેલા આવજો રે […]

લગ્નગીત

કાળજા કેરો કટકો મારો

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો અરે […]

લગ્નગીત

પરથમ ગણેશ બેસાડો રે

પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા કૃષ્ણની જાને રૂડા ઘોડલા શણગારો ઘોડલે પિત્તળિયાં પલાણ રે મારા ગણેશ દુંદાળા કૃષ્ણની જાને રૂડા હાથીડા શણગારો હાથીડે લાલ અંબાડી રે મારા ગણેશ દુંદાળા કૃષ્ણની જાને રૂડા જાનીડા શણગારો જાનડી લાલ ગુલાલ રે મારા ગણેશ દુંદાળા […]