Category: લોકગીત

ગુજરાતી સાહિત્યમાં પણ લોકગીતોનો અનેરો ફાળો રહેલો છે, લોકગીતો પ્રાચીનકાળથી લોકોના કંઠે ગવાતા આવે છે. તથા લોકગીત એટલું પરિવર્તનશીલ સ્વરૂપ છે કે તે પ્રદેશે – પ્રદેશે બદલાય છે. પરંતુ તેમ છતાં પણ ગીતમાં રહેલો ભાવ અને લહેકો એવા ને એવા જ જળવાઇ રહે છે.

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે: ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે. કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે વળતી, શોણિતભીના પતિ-સુત-વીરની રણશય્યા પર લળતી; મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી. થોકે

ચોમાસાનો ચારણી છંદ અષાઢ ઉચ્ચારમ, મેઘ મલ્હારમ બની બહારમ, જલધારમ દાદુર ડક્કારમ, મયુર પુકારમ તડિતા તારમ, વિસ્તારમ ના લહી સંભારમ, પ્યારો અપારમ નંદકુમારમ નિરખ્યારી કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી શ્રાવણ જલ બરસે, સુંદર સરસેં બાદલ ભરસે, અંબરસેં

જય જય ગરવી ગુજરાત! જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણુ પ્રભાત, ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી,પ્રેમ શોર્ય અંકિત; તુ ભણવ ભણવ નિજ સંતજિ સૌને,પ્રેમ ભક્તિની રીત-ઉંચી તુજ સુંદર જાત. જય જય ગરવી ગુજરાત. ઉરત્તમા અમ્બા માત, પૂરવમા કાળી માત, છે દક્ષિણ

આ રાસ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારત સહીત હવે તો લગભગ આખાયે વિશ્વમાં પ્રસિધ્ધ થયેલ છે. આ રાસ મહેર લોકોનો પરંપરાગત રાસ છે. જે ફક્ત પુરૂષો દ્વારા રમવામાં આવે છે. પોરબંદર અને આસપાસનાં બરડા તથા ઘેડ પંથકમાં, હોળી, સાતમ-આઠમ, નવરાત્રી તથા

લોકગીત એ સાહિત્યનું આગવું અંગ છે. જે ગીતો લોકોમાં કર્ણોપકર્ણ પ્રસિદ્ધ થયેલાં હોય છે. મોટા ભાગે તો અલગ અલગ સમયાંતરે લોકસમાજને અસરકર્તા કે યાદગીરીરૂપ બનેલ ઘટનાઓને આ ગીતોમાં વણી લેવામાં આવેલ હોય છે. અમુક લોકગીતોનાં રચનાકારનો સંદર્ભ મળતો હોય છે,પરંતુ

ઝવેરચંદ મેઘાણી ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ – ૯ માર્ચ ૧૯૪૭ આજે આપણા રાષ્ટ્રીય શાયર ની પુણ્ય તિથી નિમિતે પ્રસ્તુત છે તેમનીજ એક ભાવભીની રચના કોઈ દી સાંભરે નઇ મા મને કોઈ દી સાંભરે નઇ કેવી હશે ને કેવી નઇ મા મને

કાગવાણી—દશાવતાર /કાગવાણી ભાગ 1/ગુર્જર/ કવિતા 75/પાનુ:96 પૂર્ણ બ્રહ્મા કરશન પણાં, અળ્યાં કૃષ્ન સાર; કામપૂરણ કરશન સદા, સામ કૃષ્ણ વર આધાર. કૃષ્ણ કૃષ્ણ કે’તાં થકી, ઓધરિયાં અણપાર; તો ખોટી બાજી તજો, કૃષ્ણ ભજો કિરતાર. રામ કૃષ્ણ ઇક રૂપ છે, જુદાં જરા

લાગ્યો કસુંબીનો રંગ ! રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ; ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો

ભેટે ઝૂલે છે તલવાર, વીરાજી કેરી ભેટે ઝૂલે રે ભીંતે ઝૂલે છે તલવાર, બાપુજી કેરી ભીંતે ઝૂલે છે મારા બાપુને બહેન બે બે કુંવરિયા, બે વચ્ચે પાડ્યા છે ભાગ હાં રે બેની બે વચ્ચે પાડ્યા છે ભાગ, વીરાજી કેરી ભેટે

ઝૂલણ  મોરલી  વાગી  રે,  રાજાના  કુંવર  ! હાલો  ને  જોવા  જાયેં  રે મોરલી  વાગી  રે,  રાજાના  કુંવર. ચડવા  તે  ઘોડો  હંસલો  રે,  રાજાના  કુંવર, પીતળિયા  પલાણ  રે.  –  મોરલી….. બાંયે  બાજુબંધ  બેરખા  રે,  રાજાના  કુંવર, દસેય  આંગળીએ  વેઢ  રે.  –