Category: શૌર્ય ગીત

જયારે નરબંકા શુરવીરો ધર્મની લાજ રાખવા, ગયો ની રક્ષામાટે કે પોતાના વતન માટે ધિંગાણે ચડે ત્યારે એમની સેનાએ ને પાનો ચડાવવા શોર્યગીતો ગવાતા, ઢોલ ની સાથે ગવાતા ગીતોમાં શુરવીરોના માથા પડી ગયા હોય છતાં પણ એનું ધડ લડતું હોય એટલી તાકાત છે.

લોક-સાહિત્યકાર ઈશરદાન ગઢવીના અવાજ માં Hind Ki Rajputaniya Thi Lyrics રંગમહેલ મેં બાનીયા બોત રહે, એક બોલ સુને નહિ બાનીયાં કા; દરબાર મેં ગુનીકા નાચ નચે, નહિ તાન દેખે ગુન્કાનીયા કા ; નરનાર પ્રજા મિલી પાવ નમે, નહિ પાવ પોસરાય

ઊઠો, સાવજ શૂરાની બેટડી ! બાંધો કેશ ___ અશ્રુધાર જોજો ઝૂઝે તમારા કંથડા, એના કામજો કીર્તિઅંબાર. સાદ સુણી સમરાંગણના, દેવા પ્રાણ તણાં બલિદાન, મૃત્યુના સિંધુ વલોવીને અમૃત કરવા સિધાવ્યા મેદાન રે : બે’ની ! બંકા આપણ ભરથાર. – ઊઠો. દુશ્મન કેરાં નોતરાં, બે’ની !

શૌર્યગીત ગઢ ફરતે ઘોર ઘમસાણ ગાજે ચડી ફૌજુ આજ વતનને કાજે, ગગડે નોબતુંને નગારા વાગે, ચીખતી શરણાયું સિંધુડા રાગે , બુંગીયા ઢોલ જોને ધ્રુસકે વાગે, સુતેલા વિરલા હાક દેતા જાગે બુમરાણ મચાવે ચાનક ચડાવે રણભેરી રણશિંગા તાન ચડાવે ઢાલ તલવારું

શૌર્યગીત બીજાંને બકરાં કરી, આપ બને ગોવાળ, બીજાં સબ કંગાલ ને પોતે પાલનહાર : લ્યાનત હજો હજાર એહવા આગેવાનને : બીજાંને બથમાં લઇ થાપા થાબડનાર, પોતાંના વડિયાં કરે કદમે રમતાં બાળ : ખમા ! ખમા ! લખ વાર એહવા આગેવાનને.

અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડુ હતાં, ને પિતાની છાંય લીલી, ગોદ માતાની હતીયે; ગભૂડી બ્હેનના આંસુભીના હૈયાહિંચોળે અમારાં નેન ઊનાં ઝંપતાં આરામઝોલે. બધી માયા-મહોબ્બત પીસતાં વર્ષો વીતેલાં, કલેજાં ફૂલનાં, અંગાર સમ કરવાં પડેલાં: ઉખેડ્યા જે ઘડી છાતી થકી નિઃશ્વાસ

શૌર્ય ગીત ધમ ધમ ધરણીનો પટ ધ્રૂજે કળી કાળ ધ્રૂજે વિકરાળ શેષનાગ પર સૃષ્ટિ ધ્રૂજે ધ્રૂજે દિશા તણા દિકપાળ પૃથ્વીનો પલટાતો રંગ…ઝારાનું મયદાને જંગ કચ્છ તખ્ત પર રાવ ગોડજી અડગ શૌર્યમૂર્તિ સાક્ષાત જીવણ શેઠ દિવાન પદે ને સદી ઓગણીસની શરૂઆત

[દૂર દૂરના સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે, સાંજ નમે છે. એક યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી રહેલ છે. એની પાસે જ એક જીવતો સાથી ઊભો છે, મરતો યુવાન છેલ્લા સંદેશા આપે છે.] સૂના સમદરની પાળે રે આઘા સમદરની પાળે ઘેરાતી

લોકવાર્તાના નાદવૈભવમાં અશ્વ: રૂમઝુમા… રૂમાઝુમા… રૂમાઝુમા… રૂમાઝુમા…‚ ધમાધમા…‚ તબડાક… તબડાક… તબડાક‚ ને બાગડદા… બાગડદા… બા ગડદા… પેગડે પગ મૂકીને ઘોડી પલાણવાની ક્રિયાને લોકવાર્તાનો કથક ખાલી પાંચ જ અક્ષરમાં સાદ્રશ્ય કરે. બગાક… જમ… કરતાંક ઘોડી પલાણી‚ ને પલાણતાં તો ઘોડી ઉડી સડડડડડડડડડ ખેપટ ઉડાડતી. યુદ્ધના

યદુકુળ ભૂષણ – જાડેજા વંશ શિરોમણી – મહાન શુરવીર યોદ્ધા હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ? બ્રદ રાવળ બિરદાવીયો હો‚ રંગ ક્ષત્રિ મહેરાણ‚ પાણી રખિયો આપરો હો‚ પરસીધ મેર પ્રમાણ.. ચારણી બોલીનું આખું યુદ્ધગીત માણો:

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે: ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે. કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે વળતી, શોણિતભીના પતિ-સુત-વીરની રણશય્યા પર લળતી; મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી. થોકે