Category: શૌર્ય ગીત

જયારે નરબંકા શુરવીરો ધર્મની લાજ રાખવા, ગયો ની રક્ષામાટે કે પોતાના વતન માટે ધિંગાણે ચડે ત્યારે એમની સેનાએ ને પાનો ચડાવવા શોર્યગીતો ગવાતા, ઢોલ ની સાથે ગવાતા ગીતોમાં શુરવીરોના માથા પડી ગયા હોય છતાં પણ એનું ધડ લડતું હોય એટલી તાકાત છે.

‘ધરા પર માહરે કોઈ શત્રુ નથી’ કાયરો એ અહંકાર ધરતા; મર્દ કર્તવ્ય સંગ્રામના જંગમાં લાખ શત્રુને રક્તે નિતરતા. તું રિપુહીન હોવાની શેખી મ કર ! બંધુ ! નિર્વીર્ય એ દર્પ ગાવે ; બ્હાદુરો સત્યને કાજ નિર્મમ બની, મિત્રની શત્રુતાયે વધાવે.

કંકુ ઘોળજો જી કે કેસર રોળજો ! પીઠી ચોળજો જી કે માથાં ઓળજો ! ઘોળજો કંકુ આજ યોદ્ધા રંગભીને અવસરે, રોપાય મંડપ મોતના ગુર્જરી કેરે ઘરપરે; મીંઢોળબંધા તજી માયા, સજી આયુધ નીસરે, હરખાવ પ્રિયજન, ગાવ ગુણીજન, દાવદુશ્મન થરથરે. જોદ્ધા જાગિયા

ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ; અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ: આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે વિશ્વભરના યુવાનોની આંખો અડે પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે, ગરુડ-શી પાંખ આતમ વિષે ઊઘડે કેસરિયા વાઘા કરી જોબન જુદ્ધે ચડે; રોકણહારું કોણ

મારી માઝમ રાતનાં સોણલાં ચમકી ચમકી ચાલ્યાં જાય : મારી આતમ-જ્યોતના દીવડા ઝબૂકી ઝબૂકી ઝંખવાય. જંપે જરી રોતાં લોચનિયાં, ત્યાં ઝબકીને જાગી જવાય; આઘે આઘે આછા યુગનર કેરા પડછાયા પથરાય રે : મહાવીર દૂરે દરશાય. -મારી આભ લગી એનાં મસ્તક

નેક, ટેક અને ધરમની જ રે, અને વળી પાણે પાણે વાત, ઈ તો સંત ને શૂરાના બેસણાં, અમ ધરતીની અમીરાત, હે… ધન દામોકુંડ રેવતી, અને ધન ધન તીરથ ધામ, ધન મંદિર ધન માળીયા, હે ઓલું ધન ગોકુળીયું ગામ, શાર્દૂલ કેરા સાદથી જ રે અને, ઓલી

વટ રાખવો પડે કોકદી વેરે, ભડ તો સામે પાગ ભરે, પ્રાઠી ઘર ધખશાળી પંવગે, કાઠી ભાલે માગ કરે , પાવર જયારે આફ્ળી પરજુ, ઘોડે ફર બાંધીયા ઘેર , જામ કટક દડી જેમ જીત્યા , તેદી સોમલીયે પકડી શમશેર , કાઠીને

વટ, વચન ને વેર કાજે, સદાયે થાતો માટી, લોઢા જેવો પડછંદ બાંધો, ખમીરવંતી જાતી હું સોરઠી કાઠી ભાઈ હું સોરઠી કાઠી……. ખડગ અને ખાંડા ખખડાવી, બાપે માર્યા વેર વળાવી, માથાં સાટે માથાં લઈને, રાખું આંખો રાતી હું સોરઠી કાઠી ભાઈ

ગામડે ગામડે પાળિયા જઈ જુવો, કીર્તિગાથા સુરાની સુણાવે, નામ અમર કરી સ્વર્ગ સિધાવ્યા, પાઠો સુરાતન ના સુણાવે , ધબકતા ઢોલના બોલ કાને સુણી, હાથ તલવાર લઇ તુરત દોડે , તેજ આ તેજ આ ભોમ કાઠી તણી, શુર બને સ્વાર જ્યાં

શૌર્ય ગીત ઊંચેરા ડૂંગરાને લીલુડી ધરતીમાં છે ક્ષત્રિય, તારો પડકાર! થનગનતું યૌવનને લાલધુમ આંખો હણહણતા ધોડાને ઉરમાં ધબકાર ધરાને ધ્રુજાવનાર હે દેશના લાલ! લડવાનો આજ તારો અધિકાર! બાહુમાં બળનો બુલંદ છે જુવાળ પગોમાં જુજવાનો પડછંદ પોકાર દેશની સીમા રક્ષવાને કાજ,

તુરીંગ સવારી રણ તીખો, આપો આપ ઓળખાય ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય, અણ તોળયાં દુઃખ આવતા, જેની સુરજ કરે સહાય ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય, તજે આળશ તન તણી, નહી તરવાર તજાય ભેદુ કવિ મેકરણ ભણે,