છોરો કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતો’તો

વરપક્ષ તરફથી
છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી,
અમારી ભાગોળે આવી ભમતી’તી,
અમારી શેરીઓમાં અટવાતી’તી,
તને પરણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજે !

મારા ભઈલાને ભાવતા ભોજન જો’શે,
એને નીત નવી વાનગી ખવડાવવી પડશે,
અલી, આટલી આવડત રાખજે, આટલું સુણી લેજે !
છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી,
અમારી ભાગોળે આવી ભમતી’તી.
કન્યાપક્ષ તરફથી
જમાઈ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતા’તા,
મારી ભાગોળે આવી ભમતા’તા,
મારી શેરીઓમાં અટવાતા’તા,
તમને પરણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજો !
મારી બેનીને રે’વા મોટા બંગલા જો’શે,
એને ફરવા નીત નવી ગાડી જો’શે,
એને પે’રવા નીત નવી સાડી જો’શે,
તમે આટલી ત્રેવડ રાખજો આટલું સુણી લેજો !
વરપક્ષ તરફથી
છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી,
અમારી ભાગોળે આવી ભમતી’તી,
અમારી શેરીઓમાં અટવાતી’તી,
તને પરણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજે.
તારે સાસુની ચાકરી કરવી પડશે,
એનાં પડ્યાં બોલ તારે ઝીલવા પડશે,
તારે સસરાજીને માનપાન આપવા પડશે,
અલી, આટલો વિવેક રાખજે, આટલું સુણી લેજે !
કન્યાપક્ષ તરફથી
જમાઈ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતા’તા,
મારી બેનીનાં કોડ પૂરા કરવા પડશે,
એને ફરવા ફોરેન લઈ જાવી પડશે,
એને ઓછુ જરા ના આવે એટલું જોતા જાજો.
જમાઈ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતા’તા…
છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી…

Posted in લગ્નગીત

આ પણ વાંચો...

1)    ભાદર ગાજે છે 2)    બેની મેલ્યા ઢીંગલા મેલ્યા પોતિયાં
3)    માયરામાં ચાલે મલપતા 4)    પહેલું પહેલું મંગળિયું વરતાય રે
5)    પાવલાંની પાશેર 6)    ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે
7)    ગણેશ પાટ બેસાડિયે 8)    ગણપતી પૂજા કોણે કરી
9)    ખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે 10)    કોયલ બેઠી આંબલિયાની ડાળ
11)    કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે… 12)    એકડો આવડ્યો
13)    મોટા માંડવડા રોપાવો 14)    પીઠી ચોળો રે પીતરાણી
15)    મારી બેનીની વાત ન પૂછો 16)    નગર દરવાજે
17)    ધીમી ધીમી મોટર હાંકો 18)    ચાલોને આપણે ઘેર રે
19)    રાય કરમલડી રે 20)    દૂધે તે ભરી રે તળાવડી
21)    દાદા એને ડગલે ડગલે 22)    દરિયાના બેટમાં
23)    ઢોલ ઢમક્યા ને 24)    કંકુ છાંટી કંકોતરી મોકલી
25)    ઘરમાં નો’તી ખાંડ 26)    ગોર લટપટિયા
27)    પીઠી ચોળોને પંચકલ્યાણી 28)    કે’દુના કાલાંવાલાં
29)    કન્યા છે કાંઈ માણેકડું 30)    મારા નખના પરવાળા જેવી
31)    નાણાવટી રે સાજન બેઠું માંડવે 32)    મોસાળા આવિયા
33)    લાડબાઈ કાગળ મોકલે 34)    લીલા માંડવા રોપાવો
35)    સીતાને તોરણ રામ પધાર્યાં 36)    હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા
37)    હેતે લખિયે કંકોતરી રે લોલ 38)    કાળજા કેરો કટકો મારો
39)    પરથમ ગણેશ બેસાડો રે