Kathiyawadi Duha Chand
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં દુહા-છંદ

ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી…

રસિક હૈડાં લસે મર્મ મુખમંડળે…
માનવી મીઠડા પ્રેમભીના…
પાણી જ્યાં આકરા મરદની મૂછના લલિત લાવણ્ય જ્યાં સુંદરીના…
કાઠી ખસીઆ વસ્યા શૂર રજપૂત જ્યાં…
મેર આહીર ગોહિલ બંકા…
ખડગના ખેલની રંગભૂમિ મહીં…
જંગના વાજતા નિત્ય ડંકા…
સિંધૂડો સૂર જ્યાં ભીરુને ભડકરે,
ધડુકતાં ઢોલ ગોબાળુ ધખણી,
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી…

કડક ધરતી જાહાં ખડકની આકરી,
ડુંગરા ડુંગરીને કરાડો મુકુટ શા મંદિરો ગાજતા શિરધરી,
ગજવતા ગગન ઊંચા પહાડો,
ગીર ગોરંભતી ગાંડી જ્યાં નેસમાં,
ખખડતી દૂધની પીયુઝ ઝરણી,
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી.

-કવિ ત્રિભોવન વ્યાસ
લગભગ સો વર્ષ પેહલા