હાલાજીતારા હાથ વખાણું

Halaji Meramanji Ajani

લોકવાર્તાના નાદવૈભવમાં અશ્વ:
રૂમઝુમા… રૂમાઝુમા… રૂમાઝુમા… રૂમાઝુમા…‚ ધમાધમા…‚ તબડાક… તબડાક… તબડાક‚ ને બાગડદા… બાગડદા… બા ગડદા… પેગડે પગ મૂકીને ઘોડી પલાણવાની ક્રિયાને લોકવાર્તાનો કથક ખાલી પાંચ જ અક્ષરમાં સાદ્રશ્ય કરે. બગાક… જમ… કરતાંક ઘોડી પલાણી‚ ને પલાણતાં તો ઘોડી ઉડી સડડડડડડડડડ ખેપટ ઉડાડતી. યુદ્ધના મેદાનનું તાદ્રશ ચિત્ર આટલાં લાઘવથી રજુ કરવાનું શિષ્ટ ભાષાનું ગજું નહિ. ઘોડાની ચાલના ઘણાં પ્રકારો તથા ચાલને પણ નાદવૈભવ દ્વારા લોકવાર્તાનો કથક આબેહુબ પ્રગટ કરી શકે છે.

ચારણી બોલીનું યુદ્ધગીતઃ
હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ?
બ્રદ રાવળ બિરદાવીયો હો‚ રંગ ક્ષત્રિ મહેરાણ‚
પાણી રખિયો આપરો હો‚ પરસીધ મેર પ્રમાણ..

હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ?
મેરામણ જેસા મરદ‚ હો મમ આગે હોય‚
અમર કથાં રાખે‚ સાધે કારજ સોંય..
રણ જાંબેં ચો રાખિયો હો‚ મોભી ભડ મેરાણ‚
તેણ સમે કટકાં તણી હો‚ બાજી જડ બઝડાણ..
હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ?

જાતો ખુની જાણ્ય‚ આગે મહેરાણ અજાણી‚
પટી ઘોડીએ પૂંઠ‚ તતખણ મેલી તાણી‚
આગે ભાગો જાય‚ ભોમ અંતર નહી ભાંગે‚
આણે મન ઉચાટ લાખ‚ લખ દાવ ન લાગે…

હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ?
મું અગે શત્રુ સાજો‚ મું તો જીવતર હાર હું‚
ધણ કરાં અખે અપઘાત‚ ઘટ જો મેં શત્રુ ન માર હું‚
અસી બાજ ઉડણી‚ પવન વેગ હુ પડકારી‚
ત્રુટી તારા જેમ‚ ધીર પંખણ ધજધારી..

હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ?
બરાછક હોઈ બારાડ‚ ભીમ ભારથ બછુટો‚
કરે ક્રોધ કૃતોત‚ તંત કર લેવા ત્રુટો‚
ક્રમ અઢાર માથે ક્રમણ‚ વાહે અતંગા વાઢિયો‚
સત્રંગ જરદ અસ સોંસરો‚ કૃંત અંગ સર કાઢિયો..

હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ?

Posted in લોકગીત, શૌર્ય ગીત Tagged with: ,

આ પણ વાંચો...

1)    હિન્દ કી રાજપુતાનિયા થી… 2)    પશુધન અને તેની ઉપરની સોરઠીલોકોની મમતા
3)    ઊઠો 4)    ગઢ ફરતે ઘોર ઘમસાણ ગાજે
5)    ખમા ! ખમા ! લખ વાર 6)    વિદાય
7)    ઝારાનું મયદાને જંગ 8)    સૂના સમદરની પાળે
9)    હાલો ને આપણા મલકમાં 10)    સંગાળશા શેઠ ને ચંગાવતી રાણી
11)    ગોંડલનું રાજગીત 12)    જનેતાના દૂધમાં ભાગ
13)    કાગવાણી 14)    હાલાજી મેરામણજી અજાણી
15)    કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે 16)    કોઈનો લાડકવાયો
17)    ગોકુળ આવો ગિરધારી 18)    જય જય ગરવી ગુજરાત
19)    ભાગું તો મારી ભોમકા લાજે 20)    જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો
21)    ગુજરાતી લોકગીત 22)    મહાકાવ્ય
23)    મા મને કોઈ દી સાંભરે નઇ 24)    દશાવતાર -દોહા
25)    મરદ કસુંબલ રંગ ચડે 26)    કસુંબીનો રંગ
27)    રાંગમા ઘોડી શોભતી 28)    તલવારનો વારસદાર
29)    ઝૂલણ મોરલી વાગી રે 30)    નવ કહેજો!
31)    વીર જતીન્દ્રનાં સંભારણા 32)    બૂરા ક્યા?
33)    છેલ્લી પ્રાર્થના 34)    ભીરુ
35)    મોતનાં કંકુ-ઘોળણ 36)    તરુણોનું મનોરાજ્ય
37)    ઝંખના 38)    એકબીજાને જીતશું રે ભાઈ
39)    માણેસ, તું મરોય 40)    ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ
41)    આપણા મલકના માયાળુ માનવી 42)    ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા
43)    મોરબીની વાણિયણ 44)    તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે
45)    વટ રાખવો પડે 46)    અમ દેશની એ આર્ય રમણી
47)    કે મીઠો માંનો રોટલો 48)    ધન્ય સોરઠ ભોમકા
49)    આજનો ચાંદલિયો 50)    ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર
51)    હું સોરઠી કાઠી 52)    ઝૂલણા છંદ
53)    ક્ષત્રિય, તારો પડકાર 54)    કાઠી ભડ કહેવાય
55)    દેવાયત પંડિતની આગમવાણી 56)    સત નિર્વાણ ફાઉન્ડેશન
57)    પાપ તારું પરકાશ જાડેજા 58)    મન મોર બની થનગાટ કરે
59)    ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું 60)    ચારણ કન્યા
61)    રૂડી ને રંગીલી 62)    આવકારો મીઠો આપજે રે
63)    મારો હેલો સાંભળો 64)    જનનીની જોડ સખી!
65)    શિવાજીનું હાલરડું
0 comments on “હાલાજીતારા હાથ વખાણું
1 Pings/Trackbacks for "હાલાજીતારા હાથ વખાણું"