લોકગીત શૌર્ય ગીત

હાલાજીતારા હાથ વખાણું

Halaji Meramanji Ajani

લોકવાર્તાના નાદવૈભવમાં અશ્વ:
રૂમઝુમા… રૂમાઝુમા… રૂમાઝુમા… રૂમાઝુમા…‚ ધમાધમા…‚ તબડાક… તબડાક… તબડાક‚ ને બાગડદા… બાગડદા… બા ગડદા… પેગડે પગ મૂકીને ઘોડી પલાણવાની ક્રિયાને લોકવાર્તાનો કથક ખાલી પાંચ જ અક્ષરમાં સાદ્રશ્ય કરે. બગાક… જમ… કરતાંક ઘોડી પલાણી‚ ને પલાણતાં તો ઘોડી ઉડી સડડડડડડડડડ ખેપટ ઉડાડતી. યુદ્ધના મેદાનનું તાદ્રશ ચિત્ર આટલાં લાઘવથી રજુ કરવાનું શિષ્ટ ભાષાનું ગજું નહિ. ઘોડાની ચાલના ઘણાં પ્રકારો તથા ચાલને પણ નાદવૈભવ દ્વારા લોકવાર્તાનો કથક આબેહુબ પ્રગટ કરી શકે છે.

ચારણી બોલીનું યુદ્ધગીતઃ
હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ?
બ્રદ રાવળ બિરદાવીયો હો‚ રંગ ક્ષત્રિ મહેરાણ‚
પાણી રખિયો આપરો હો‚ પરસીધ મેર પ્રમાણ..

હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ?
મેરામણ જેસા મરદ‚ હો મમ આગે હોય‚
અમર કથાં રાખે‚ સાધે કારજ સોંય..
રણ જાંબેં ચો રાખિયો હો‚ મોભી ભડ મેરાણ‚
તેણ સમે કટકાં તણી હો‚ બાજી જડ બઝડાણ..
હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ?

જાતો ખુની જાણ્ય‚ આગે મહેરાણ અજાણી‚
પટી ઘોડીએ પૂંઠ‚ તતખણ મેલી તાણી‚
આગે ભાગો જાય‚ ભોમ અંતર નહી ભાંગે‚
આણે મન ઉચાટ લાખ‚ લખ દાવ ન લાગે…


હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ?
મું અગે શત્રુ સાજો‚ મું તો જીવતર હાર હું‚
ધણ કરાં અખે અપઘાત‚ ઘટ જો મેં શત્રુ ન માર હું‚
અસી બાજ ઉડણી‚ પવન વેગ હુ પડકારી‚
ત્રુટી તારા જેમ‚ ધીર પંખણ ધજધારી..

હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ?
બરાછક હોઈ બારાડ‚ ભીમ ભારથ બછુટો‚
કરે ક્રોધ કૃતોત‚ તંત કર લેવા ત્રુટો‚
ક્રમ અઢાર માથે ક્રમણ‚ વાહે અતંગા વાઢિયો‚
સત્રંગ જરદ અસ સોંસરો‚ કૃંત અંગ સર કાઢિયો..

હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ?

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators