છગનને તેના વકીલનો ફોન આવ્યો કે તાત્કાલિક એક મિટીંગ કરવી પડશે. તેથી છગન સીધો વકીલની ઓફિસે ગયો.
“તમને પહેલા ખરાબ સમાચાર સાંભળવા છે કે આઘાતજનક?” વકીલે પૂછ્યુ.
“જો મને આ બે પૈકી જ પસંદગી કરવાની હયો, તો પહેલા ખરાબ સમાચાર સાંભળીશ.”
“તમારી પત્ની પાસે એવી તસ્વીર છે જેની લાખો રુપિયાની કિંમત છે..”
“શું આ ખરાબ સમાચાર છે?” છગન આશ્વર્યમાં મુકાઇ ગયો? “જો આ ખરાબ હોય તો આઘાતજનક સમાચાર સાંભળવાની મારી ઉત્સુકતા વધી ગઇ છે. .”
“આઘાતજનક સમાચાર એ છે કે તે ફોટો તમારો અને સેક્રેટરીનો છે..”