Natho Modhvadiyo
મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

ત્રણ ડોકટર સાથે ફરી રહ્યા હતા જેમને બતકનો શિકાર કરવાનો હતો. જનરલ ફિઝિશ્યન એક પક્ષી ને ઉડતુ જુએ છે અને કહે છે,
”બતક જેવું જ દેખાય છે, ઉડે પણ એવું જ છે..આ બતક જ હોવી જોઇએ.” કહી તે બંદુક થી શુટ કરે છે પણ નિશાન ચુકાઇ જતા પક્ષી ઉડી જાય છે.

બીજુ પક્ષી ઉપર ઉડતુ આવે છે, તેને જોઇને પેથોલોજીસ્ટ તેની પાસેની બર્ડ મેન્યુઅલના અમુક પેજ જોઇને કહે છે,”હમમ … લીલી પાંખો, પીળી ચાંચ, ક્વેક ક્વેક નો અવાજ .. આ બતકજ હોઇ શકે.” તે શુટ કરવા બંદુક ઉંચી કરે છે, પણ ત્યાં સુધી બતક દૂર પહોંચી ગયું હોય છે.

ત્રીજુ પક્ષી ઉડતુ ઉડતુ આવે છે.. સર્જન તેની બંદુક ઉઠાવી ને લગભગ કંઇ જોયા વગરજ ધડાકો કરીને પક્ષીને નીચે પાડી દેછે, પછી પેથોલોજિસ્ટ બાજુ ફરીને કહે છે, ”જોઇ આવ, તે બતક છે કે નહીં..”