Aarzi Hakumat Junagadh
મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

ત્રણ મિત્રો હતા. કામ કઈ હતું નહી, નવરા બેસી કરે શું?
પછી એક મિત્રએ બધા પાસેથી 100-100 રૂપિયા ઉઘરાવી ટોઇલેટમાં રેડીઓ મુકાવ્યો.

પહેલા દિવસે પહેલો મિત્ર અંદર ગયો અને ખુબ ખુશ થઇ બહાર આવ્યો.
બીજા બંને મિત્રોએ પૂછ્યું,” તું આટલો ખુશ કેમ છે?”.
તેણે જવાબ આપ્યો,”વાહ! અંદર તો બહુ સારા ગીતો ચાલતા હતા”.

પછી બીજો મિત્ર અંદર ગયો અને એ પણ ખુબ ખુશ થઇ બહાર આવ્યો.
બીજા બંને મિત્રોએ પૂછ્યું,” તું આટલો ખુશ કેમ છે?”.
તેણે પણ જવાબ આપ્યો,”વાહ! અંદર તો બહુ સારા ગીતો ચાલતા હતા”.

પછી ત્રીજો મિત્ર અંદર ગયો અને એ બહુ ઉદાસ થઇ બહાર આવ્યો એને જોઈ પેલા બંનેએ પૂછ્યું,
”તું કેમ આટલો નારાજ છે?” તેણે જવાબ આપ્યો,”
વાત જ જવા દેની. અંદર તો જન-ગણ-મન ચાલતું હતું.”