Shri Khodiar Temple Rajpara Sihor Bhavnagar
મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

એક મોટી ઉંમરના દંપતિ ડોક્ટર પાસે જાય છે. તેમને તાત્કાલિક કંઇ ને કંઇ ભુલી જવાની બિમારી હતી. તેથી ડોક્ટરે કહ્યું કે ઘણા લોકો કંઇ કામ કરવાનું હોય તો લખી નાખે છે. તેથી તેમને તે તુરંત યાદ આવી જાય છે. આ ખુબ સારી પધ્ધતિ છે.

તેઓ ઘરે આવ્યા તો પત્નીએ કહ્યું, ”ડિયર, તમે મારા માટે રસોડામાંથી આઇસક્રીમ લઇ આપશો? અને તેને લખી રાખજો તેથી તમારે ભુલાય નહીં.”

“નોનસેન્સ,” પતિએ કહ્યું, “એક આઇસ્ક્રીમને તો હું યાદ રાખીજ શકુ છું.”

“વેલ,” પત્નીએ કહ્યું, “તેના પર થોડી સ્ટ્રોબેરી અને ક્રીમ પણ નાખી દેજો.”

“મારી યાદશક્તિ એટલી પણ ખરાબ નથી,” પતિએ કહ્યું “કાઇ વાંધો નથી– એક આઇસ્ક્રીમ અને તેના પર સ્ટ્રોબેરી અને ક્રીમ.મને તે લખવાની જરુર નથી.”

પતિ રસોડામાં જાય છે. પત્નીને રસોડામાંથી વાસણ અને દરવાજા ખખડાવવાનો અવાજ સંભળાય છે. પતિ છેલ્લે રસોડમાંથી બ્રેડ અને ચા લઇને બહાર આવે છે.

પત્ની પ્લેટ સામે જોઇને પૂછે છે, “અને ખરી બિસ્કીટ ક્યાં ?”