મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

જ્યોર્જ બુશે સરદારને અમેરિકા બોલાવીને 100 મીટર ઉંડે સુધી જમીન ખોદવા કહ્યું. ખોદકામ કર્યા બાદ સરદારને એક ટેલિફોનનો વાયર મળ્યો અને જ્યોર્જ બુશે ઉત્સાહથી જાહેર કર્યું કે અમેરિકા વર્ષો પહેલા ખુબજ વિકસિત દેશ હતો.

સરદાર પાછો ફર્યો પણ તે ખુબ ઉદાસ હતો. થોડા સમય બાદ સરદારે જ્યોર્જ બુશને ભારત બોલાવ્યો ને ત્યાં તેને 100 મીટર ઉંડો ખાડો ખોદવા કહ્યું. પણ ત્યાં કંઇ જ મળ્યુ નહીં. બુશે ત્યાર બાદ સરદાર સામે જોયું અને જણાવ્યું કે તમે તો વર્ષો પહેલા પણ અવિકસિત હતા. તેથી જ કંઇ મળ્યુ નથી.

સરદારે હસતા હસતા બુશ ને કહ્યું. ”ના સાહેબ..ભારત તો અમેરિકા કરતા પણ જોરદાર રીતે વિકસિત હતું. એ સમયે અમે કોડલેસ ફોનનો ઉપયોગ કરતા હતા. ”