પ્રસ્તાવના

 

પ્રિય વાંચક મિત્રો,

મરદ મુછાળા ની ભુમી કાઠીયાવાડ કે જ્યાં વીરો નાગી તલવારુ નચાવતા હોય એ ખુમારી છે, ધરમ માટે માથડા વાઢતા તથા પોતાના માથા ઉતારનારાઓ ની ભુમી છે.. માં ભોમ અને ધરમ માટે ખપી જાનારાઓ થી અહીં નો ઈતિહાસ સાક્ષી પુરે છે. આ સંત અને સુરા ની ભૂમિ સૌરાષ્ટ્ર સોરઠ કાઠીયાવાડ છે.. એક કાઠીયાવાડી શું છે એનું વર્ણન કરવા માટે કંઈ કેટલા પાના ઓછા પડે. તમારા બધા ના રૂદિયા માં ક્યાંક દ્વારકાધીશ રેહતો હશે, તો ક્યાંક ક્યાંક ભોળિયોનાથ વસતો હશે, ક્યાંક ક્યાંક સોરઠ નો સાવજ ગરજતો હશે, ક્યાંક તો વળી ઝાલાવાડી ખુમારી, અને ક્યાંક ગિરનારી શાંતિ રમતી હશે. દોસ્તો, કાઠીયાવાડી ને મારા કરતા તમે વધારે જાણો છો. ચાલો આપણે સહુ સાથે મળી ને નાત જાત ના ભેદભાવો ભૂલીને ભારતીય હોવાનો ગર્વ લિયે, આપણી માતૃભાષાનું સંવર્ધન કરીએ..

ઇંગ્લેન્ડ ગ્રીસ અને રોમ ની તવારીખોની જોડમાં બેસે તેવી ઘટનાઓ કાઠીયાવાડની ભૂમિ પર બનેલી છે, પણ આજની સેક્યુલર અને કોન્વેન્ટ ને ભણવાવળી પેઢી થી અજાણ છે, આ બ્લોગમાં તમે સૌરાષ્ટ્રની ખમીરવંતી ભૂમિ ની શુરવીર હસ્તીઓ, પ્રભુ ને પોતાના ઘરે આવવા મજબુર કરે તેવા સંતો, સતીઓ, શુરવીરો અને વીરાંગનાઓ વિષે માહિતી મેળવી શકશો, આ ઉપરાંત લોકગીતો, બાળ ગીતો, શૌર્ય કથાઓ, ભજનો તો ખરા જ…

હવે આગળ શું?
હવે સમય આવી ગયો છે કે આ વેબસાઈટમાં સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડ ની સાથે સાથે સંપૂર્ણ ગુજરાતનો ઈતિહાસ સમાવવો છે, જયારે આજ થી ત્રણ વર્ષ પેહલા જયારે ફેસબુક પેજ દ્વારા આ પ્રવૃત્તિની શરૂઆત કરી ત્યારે ખબર નહોતી કે લોકો નો આટલો સારો પ્રતિસાદ મળશે, ગુજરાતની કોઈ પણ જગ્યા કે ઈતિહાસ અથવા ફરવા લાયક સ્થળો ની માહિતી તમે અમારો સંપર્ક કરી ને આપી શકો છો…

સતત ત્રણ વર્ષ થી આ પ્રવૃત્તિ નિરંતર ચાલતી રહી છે, ૩જી મે ૨૦૧૪ના રોજ આપણી પ્રવૃત્તિ ચોથા વર્ષમાં પ્રવેશ કરશે, એક નાનકડા ફેસબુક પેજ થી લઇ ને આપણે મસ મોટી વેબસાઈટ સુધી પહોચી ગયા છીએ, થોડા સમય પેહલા યુ-ટ્યુબ ચેનલ પણ ચાલુ કરી છે આશા છે કે તમને ત્યાં મુકેલા વિડીઓ ગમશે જ, અને કેમ ના ગમે આજે પશ્ચિમી સંસ્કૃતિનો જયારે વાયરો વાઈ રહ્યો છે તો આવા ટેકનોલોજી ના જમાનામાં આપણે ગુજરાતીઓ કેમ પાછળ રહી જઈએ, આપણી વેબસાઈટ અને ફેસબુક પેજ દ્વારા તમે રોજ ૧ નવી ગુજરાતી પોસ્ટ વાંચો જ છો, આપણી કોઈ પણ સોશિઅલ સર્વિસ સાથે તમે જોડાઓ અને તમારા મિત્રો ને પણ જોડવા કહો.

Kathiyawadi Khamir is Celebrating its 3rd Anniversary

-ટીમ કાઠીયાવાડી ખમીરના પ્રણામ
જય હિન્દ | જય ભારત | જય જય ગરવી ગુજરાત

આ વિનંતી ધ્યાનમાં લેજો:

આ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમ દ્વારા વિશ્વના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે, આ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારક વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે આ વેબસાઈટ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. આ વેબસાઈટની રચના ફક્ત અને ફક્ત માહિતી પ્રસાર માટે કરવામાં આવી છે, વેબસાઈટનો ઉદ્દેશ કોઇપણ પ્રકારનો વ્યાપારીકરણનો નથી, જો કોઈ પણ વ્યક્તિની કોપીરાઈટ વાળી રચના કે ફોટોગ્રાફ જોવા મળે અથવા માહિતી માં કોઈ ભૂલ હોય તો માફ કરી દેશો, અમારો સંપર્ક કરજો અમે તેને બ્લોગ પરથી સાદર હટાવી દઈશું.