સેવાકીય કર્યો

જયંતિભાઈ મિસ્ત્રી નો અનોખો સેવા યજ્ઞ

ચામુંડા માતાજી – ચોટીલા પર્વતના પગથિયાંની સફાઈ

ચોટીલા માં રહેતા ઓડિસામાં જન્મેલા જયંતિ ભાઈ મિસ્ત્રી ૪૦ વર્ષ થી સાચા અર્થ માં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે, ઘર ની પરિસ્થી ને પહોંચી વાળવા  કારખાનામાં નોકરી કરતા કરતા PTC  અને ITI  નો અભ્યાસ કર્યો, એક વખત રાજકોટ ફરવા આવેલા અને ચોટીલા માં માતાના દર્શને આવતા ત્યાંજ વાસી ગયા.

તેઓ ચોટીલા માં સ્થાયી થયા પછી અવાર-નવાર ચોટીલા દર્શન કરવા આવતા, તેમને લાગ્યું કે આ જગ્યા માટે મારે કૈક સેવાનું કામ કરવું છે, અને તેમણે દર બુધવારે પગથીયાઓ ની સફાઈ કરવાનું શરુ કર્યું, ત્યાર બાદ તેમને લાગ્યું કે અહીંયા બીજી પણ સેવા કરવી છે જેથી તેઓએ દર્શને આવતા ભક્તો માટે પર્વત પાર પાણી પહોંચાડવાનું ચાલુ કર્યું આ ઉપરાંત, ગંદકી દૂર કરવી, દર્શનાર્થીઓ ના બુટ ચપ્પલ સરખા ગોઠવવા જેવા કામો પણ ચાલુ કાર્ય, જયંતિ ભાઈ આ સેવા નિરંતર  ૪૦ વર્ષ થી નિસ્વાર્થ ભાવે કરી રહ્યા છે.

કોઈ વ્યક્તિ ગંદકી કરે છે, તો તેને ગંદકી કરતા રોકો અને છતાં પણ તે ગંદકી કરે તો આપણે આપણી ફરજ સમજી તે ગંદકી ને સાફ કરો – જયંતીભાઈ મિસ્ત્રી

સેવા ના આ મહા કાર્ય માં જયંતીભાઈ ને એમના પરિવારનો પૂર્ણ સહયોગ છે. તેમનો પરિવાર જયંતીભાઈ ને આ કાર્ય માટે હંમેશા પ્રોત્સાહિત કરતો રહ્યો છે, કલયુગ માં બીજાનું વિચારવાનો આજે માણસો ને સમય પણ નથી ત્યારે જયંતિ ભાઈ એ આ કાર્ય દ્વારા અનોખું ઉદાહરણ પૂરું પાડયું, સમાજે એની નોંધ લેવી જ રહી…

આર્ટિકલ અને ફોટોગ્રાફ સૌજન્ય : દિવ્યભાસ્કર Chotila