ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ

જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા

ગડુ ઞામ ના જેઠવા દરબાર ના શુરાપુરા જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા
સાંજ પડી અને વાડીયે થી જીજી(બાપુ)ઘરે આવીયા.
જીજી એ હાથ મો ધોય ને સીધા જમવા બેઠા. હુ પણ હારે બેઠો. જમતા જમતા જીજી એ બોયલા. ”સાભળ છો” બા એ જવાબ દધો .”હ. બોલો” કાલે હરીપર જાવુ છે’ ડાડા ને શીન્દુર કરવા. તો શીન્દુર અને ધી, ગંગાજળ તૈયાર રાખજે, સવારે વહેલુ જાવુ છે. હુ બોયલો ”જીજી હુ પણ આવી ”ભલે આવજે”
સવાર મા હુ ઉઠી ને બા ને પુયસુ ”બા જીજી કયા?” ”શંકર ના મંદીરે ગ્યા છે” તુ જલદી નાયલે હમણા આવી જા છે. દાતણ કરીને મે વીચારીયુ. સાબુ થી નાવા ની લપ કોણ કરે. વાળા મા જય ને સીધો અવેળામાં ઠેકડો મારીયો. અમારે ઘર થી થોડે દુર એક વાળો હતો તેમા ચીકુડી, ઝામફળ, દાડમ, સીતાફળ, ધણા જાડ હતા. નાયા પછી સીધો ઘરે આવીયો, જીજી પણ મંદીરે થી આવીગ્યા હતા, તરત અમે શીરામણ કરી ને હરીપર જવા નીકડીયા, પહેલા રીક્શા માં બેશી ને જામ રાવલ ગ્યા, ત્યા થી રીક્શા બદલી, જામ કલ્યાણપુર પહોચ્યા, ત્યાથી હરીપર 5 કી.મી. થાય.

હરીપર ગામ ની વચ્ચે ચોરાની સામે અમારા સુરાપુરા ડાડા ની ખાભી ઉભી છે, જીજી એ હાથમાં કોડીયુ લય ને તેમાં શીન્દુર અને ધી ને ભેગુ કરયુ, અને શીન્દુર કરવા ની તયારી કરવા વાયગા, મે જીજી ને પુયસુ ”જીજી આપણા ડાડા સુરાપુરા કેમ થયા?” જીજી એ જવાબ દીધો.

તેદુની વાત હાલી આવે છે. અશ્વિન! અડધી સાચી અને અડધી ખોટી, ચાર સો  વરસ જુની વાત! કોણ જાણે છે શી વાત હશે.
”વાત તો કરો”
મોઢા મોઢ હાલી આવે છે, તેમના કોય લખાણ થોડા છે. એટલુ બોલીને જીજી એ પાણી ભરેલી ગાગર માં ગંગાજળ નાખી ને પાડીયા  ને નવરાવા નુ સરુ કરીયુ, મારી જીગનાસા વધી.”જીજી પુરી વાત તો કરો?’

આપણા ડાડા નુ નામ જેસાજી હતુ, હરીપર તેમના મામા નુ ગામ હતુ, એમ બોલી વાત માડી.
એક જુવાન અસવાર  ધીરે ધીરે ધોડો હાક્લતો આવે છે. આટીયારી પાધડી બાધી છે, રજવાડી પોષાક પેયરો છે, ભેટ માં કટાર ભરાવેલી છે. તલવાર પણ ભેટ મા ભરાવેલી છે, અને મુખ ઉપર દીવ્ય તેજ છે, ગળા મા રુદ્રાસ ની માળા લટકે છે તેમા હનુમાનજી ની નીસાન વારો સુર્ય લટકે છે. જોતા જ લાગે કે કોક ગામ ના ધણી હશે.
અશવાર સીધા હરીપર ની બજાર મા થય ને મામા ના ઘરે પોય્ચા, મામા અને બીજા ચાંર પાંચ માણસ ડેલી એ બેઠા છે, ડાયરો જાય્મો છે, ત્યા અશવારે ઘોડે થી ઉતરી ટેલી માં પગ મુકીયો.
‘મામા ની નજર પડી.”ધન્યઘડી ધન્ય ભાગ્ય અમારે આગણે ભાણુભા પધારીયા’!’
”આવો ભાણુભા આવો” ”બેનબા કેમ છે મજામા ને?’
જેસાજી ”હા મજામા છે, મામા”!” ભાણુભા માંમી ને મડીઆવો પછી કહુબા પી એ”!
જેસાજી મામી આગડ જાય છે, ”અરે ભાણુભા ક્યારે આય્વા?’ આટલુ બોલીને મામી એ દુખણા લીધા, મામી ને મડીને પાસા ડેલી એ જાય છે, હથીયાર સોડી જેસાજી ડાયરા મા બેઠા, ખુશી સમાચાર મામા ભાણેજ એકબીજા ને પુસે છે.
મામા હસતા હસતા બોલે છે.” સુ કે છે તમારો ગડુ નો ગરાસ ઓછો નથી પડતો ને?’
જેસાજી ”ના મામા, હનુમાનજી ની દયા છે”
ત્યા તો ડેલી એ એક ગાડુ આવીયુ, ગાડા મા બે ત્રણ ટીપણા પયડા છે.
ગાડાવારો ”બાપુ મસાલ સળગાવાનુ તેલ લય્ય આવો છુ.!
મામા ”હા મેડીએ રાખી દે.
પાછો ડાયરો વાતુ એ વળગે છે, ત્યા તો ગામ ના નગર શેઠ ડેલીએ આવે છે.
શેઠ ”જય માતાજી બાપુ.!
મામા ”આવો આવો જય માતાજી” ”બોલો શેઠ કાય કામ હતુ?’
શેઠ ”હા બાપુ, મારા દીકરા ના લગન છે. અને કાલે જાન લય ને જાવા નુ છે. વચમા રાતવાસો થાછે. તમે ભેગા આવો તો જાન લય ને જાવ!
મામા.”કેમ શેઠ ”શેઠ, કાળુ બારવટીયા હારે તમે દુશ્મની બાધી છે, હવે તે હરીપર ભાગવા નુ પ્રણ લય ને બેઠો છે, ન કરે ઠાકર ને મારી જાન લુટે બાપુ!’
જેસાજી ”મામા તમારી બારવટીયા હારે દુશ્મની શી વાત છે, મામા?’
બીજો એક દરબારી, ”વાત એમ છે, ભાણુભા કે થોડે દહાડે પહેલા કામથી દરબાર કલ્યાણપુર જાતા હતા ત્યા રસતામા તેમને એકા એક દરબાર ભેખડ પાસે થંભી ગયા ને કાન માડ્યા દુરથી કોય બાયમાણસ નો ચીખ વાનો અવાજ આવ્યો.
દરબાર ”નકકી કોક નીરાધાર બેન દીકરી ! મનમા વીચારી ને હરીપર દરબારે પગ ઉપાડયો તલવાર મ્યાન માથી કાઢી ને હાથ માં લય લીધી અવાજ ની દીસા માં ચાય્લા નજીક જાતા સાદ ચોખો સમભ્ણો ત્રણ નરાધમ એક દીકરી ની આબરુ લુટવા નો પ્રયાસ કરતા હતા. ”તારુ મોત આય્વુ નરાધમ પાપી” એવી હાકલ દેતા દરબારે એક ને મોત ને ધાટ ઉતારીયો બીજા બે યે ભાગી જીવ બચાવીયો તે કાળુ બહારવટીયા ના માણસ હતા તેદીથી વાતુ થાય છે કે કાળુ હરીપર ભાગવાનો છે.
દરબાર ”શેઠ મારે હરીપર રેઢુ ના મુકાય તમારી હારે બીજા ચાર માણસો ને મોકલુ.!
શેઠ ”ચાર હોય કે ચારસો મારેમન નકામા તમે આવો.!
જેસાજી, માંમાં  તમે જાવ હુ હરીપર ની રખેવારી કરીશ.
મામા ”ના ભાણુભા ના તમને એકલા ના મુકાય!
જેસાજી ”જેઠવા નો દીકરો છુ. મામા પાસી પાની નય કરુ તમારી આબરુ ધુળમા નય ભળવા દવ.
મામા વીચાર કરે છે શુ કરવુ.શેઠ પણ ગામના નગરશેઠ હતા તેમની આબરુ બચાવી પણ જરુરી હતુ.
મામા ” ભાણુભા ન કરે કરે દ્રાવારકા વાળો ને બાળવટીયા સામે ભેટો પણ થાય?’
જેસાજી ”મામા હુ જેઠવા છુ. ઝુઝી જાણુ છુ, ”મારા જીવતા ગામની કાકરી ના ખરવાદવ.
મામા. વાહ ભાણુભા વાહ મારી સાતી તમે પોહળી કરી દીધી ધન્ય છે મારી બેનબા ને જેમને તમારા જેવા વીરલાને જન્મ દીધો.
દરબાર ”ભલે શેઠ તમે જાન ની તયારી કરો હુ આવીશ.!
બીજે દીવશે દરબાર નગરશેઠ ના દીકરા ની જાન માં જાય છે.
અને રાત પડી ને એક ઘોડે સવાર ગઢની ડેલી યે આય્વો. ને હાફતા હાફ્તા.દરબાર ક્યા છે દરબાર ને બોલાવો.
જેસાજી ”મામા તો બહાર ગામ ગ્યા છે. હુ સમાચાર છે. મને ક્યો?’
કાળુ બહારવડીયો ધાળુ લય ને હરીપર ભાગવા આવે છે.
જેસાજી, બીવોસુ જુવાન લડી લેસુ તેમ બોલીને જેસાજી ગઢ ના કોઠે ચડીયા.
આધે થી બહારવટીયા નુ ધાળુ ધુળ ની ડમરી ઉડાળતુ આવે છે. બાજુમા ગામના એક દરબાર તલવાર ખેચી જેસાજી ની બાજુમા ઉભા છે. તે બોય્લા.”સુ થાશે ભાણુભા.?’
જેસાજી ”કાયનય મામા પરીક્સા ની ધડી આવી ગય છે.!આટલુ બોલતા જેસાજી ને ક્યક યાદ આવીયુ.તેમને અવાજ કરીરો.”મામા કાલે જે તેલ મસાલ હાટુ આય્વુ છે. તે ટીપણા કોઠા ઉપર લય આવો.થોડીવાર મા ટીપણા આવીગયા . ”આનુ સુ કરવુ ભાણુભા” દરબારી.બોયલો.
જેસાજી. ”હનુમાનડાડા એ લંકા સળગાવી આપણે બારવટીયા ને સળગાવા.
પસી જેસાજી બહારવટીયા સામે નજર કરી. મનોમન બોયલા.કાળુ તુ ના આવીયો હોત.તો મારી વીરતા સમાજ ના જોત.
કાળુ બાજુમા આવીને રાડ પાડી.  નીકર દરબાર ઘર ની બહાર નકામા ગામના માર્યા જાસે.
જેસાજી ”કાળુ મામા ગામ મા નથી નકર તારી હામે પાણી નો કરશીયો લય ને આવત ઘરમા ના હોત” પણ તારા માટે તેનો ભાણીયોજ વધી પડશે.
કાળુ ”ભાગીજા જુવાન મોત વીના અકાળે મરી જાયશ.
જેસાજી એક તો હુ ક્ષત્રીય અને હનુમાન નુ કુળ ભાગુ તો મારી માના ધાવણ લાજે.
ત્યા તો હડી કાઢતા મામી આયવા. ભાણુભા નીચે ઉતરો તમને ક્યક થાશે તો તમારા મામા ને હુ સુ  મો દેખાડી મામી વીનવે છે. પણ ભાણુભા ન માનીયા. બરવટીયા જેવા કોઠા ની બાજુ મા આવીયા જેસાજી એ તેલના ટીપણા બહારવટીયા ઉપર ઢોળી દીધા. અને સળગતી મસાલ માથે નાખી, વીસ.પચી. બહારવટીયા જીવતા બળી મુઆ.
ત્યા તો કાળુ અને બીજા બહારવટીયા કોઠા ની લગોલગ પોચી આય્વા સામ સામે તલવારુ ખેચાણી જેસાજી જય જગ્દંબા જય વીજવાસણ . જય હનુમાન ના નાદ સાથે તુટી પયડા એક બે ત્રણ બારવટીયા ના ધડ પડતા જાય છે. આ જોય ને કાળુ એ જમૈયા નો ધા કરીયો જેસાજી ની પીઠ મા લાય્ગો જેસાજી નય્મા કે તરત જ બીજા બે બહારવટીયા એ તલવાર ના ધા કયરા જેસાજી ઢળી પયડા પડતા પડતા પોતાની ભેટ મા રહેલી કટાર છુટી ફેકી સીધી કાળુ ની છાતી મા લાગી કાળુ ત્યાજ ઠળી પયડો, બીજા બહારવટીયા ભાય્ગા.
અને જેસાજી વીરગતી પાય્મા સવાર ના પહેલા પહોર મા મામા નગરશેઠ ની જાન લય પાસા આય્વા ને વેર વીખેર ગામ ની હાલત જોય ને સમય ભાખી ગયા દોડીને ડેલી એ આય્વા.
મામા આમતેમ દોડે છે બધા ને પુસે છે. મારો ભાણીયો ક્યા. મારો ભાણીયો કયા, બધા  મુગા ઉભા છે. કોય કાય કેતુ નથી. મામા હાફતા હાફતા પોતાના ઓરડે ગ્યા ત્યા જોવે તો ભાણુભા નો દેહ જમીન ઉપર પય્ડો છે. માથુ મામીના ખોળા મા છે. અને રુદન કરે છે. હરીપર ગામ માં તેદી શોક સવાય ગયો.
જીજી. આવા હતા આપણા ડાડા” મને મારા જીજી એ વાત કરી મે તને કરી આવી રીતે ડાડા ની વાત એક બીજાના મોઢે હાયલી આવે છે. અને જીજી એ વાત ને વીરામ આપીયો.
જીજી એ પાડીયામા શીન્દુર કરીલીધો હતો હુ બે હાથ જોડી પ્રાથના કરવા લાયગો હે ડાડા તમારી કીર્તી વધે અમર રહે તમારા આશીરવાદ અમારી ઉપર બન્યા રહે રીક્શા માં બેસી પાસા ઘરે આવવા નીકડીયા પણ મારી નજર તે ભાગેલા ગઢ ના કોઠા ઉપર હતી જ્યા સુધી દેખાણો ત્યા સુધી કોઢા સામે મારી નજર ના હટી.

નોધ: (ગડુ ના શુરાપુરા ડાડા ની માહીતી છે.  કે તે હરીપર મામા ના ઘરે ગ્યા તા મામા ને એક બહારવટીયા હારે વેર હતુ. મામા ના એક શેઠ ભાઇબંધ હતા શેઠ ના દીકરા ની જાનમા જાય છે  તેજ રાતે બહારવટીયા આવે છે તેમની સાથે લડતા લડતા વીરગતી પામ્યા બાકી નુ વર્ણન  મારુ માત્ર કાલ્પનાજ છે.. )
લે. વીરદેવસિંહ જેઠવા (અશ્વિંનસિંહ જેઠવા) 9725071704

Save

Save

Save

One thought on “જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા”

Comments are closed.