ઈતિહાસ બહારવટીયાઓ

જેસોજી-વેજોજી

Baharvatiya Jesoji and Vejoji
જેસોજી-વેજોજી નું બહારવટુ સન્ક્ષિપ્તમાં

જેસોજી-વેજોજી નું બહારવટુ સંક્ષિપ્તમાં

ગીર નું જંગલ છે, ત્યાં એક માણસ ખોરાક રાંધી ને જમવાની તૈયારી કરે છે, જમવાનો એક કટકો લઈને જોર થી રાડ પડે છે “કોઈ ને જમવાનું હોય તો આવજો” એમ ૩ વખત અવાજ કરે છે. અને કોઈ નથી એમ વિચારી ને પોતે બટકું ખાવા જતો હોય ત્યાં પાછળથી હાથ લાંબો થાય છે, કટકો એ હાથ માં મૂકી દે છે, પોતે બીજો કટકો લઇ ખાવા જાય છે ત્યાં પાછો હાથ લાંબો થાય છે, ફરી થી એ કટકો હાથ માં મૂકી દે છે. એમ આખો ખોરાક એ હાથ માં પાછળ જોયા વિના મૂકી દે છે. પરંતુ ત્યાં હાથ ફરી થી લાંબો થાય છે એટલે એ માણસ સમજી જાય છે કે આ શક્તિ સિવાય કોઈ નાં હોય .. એટલે પોતાના પગ ની પીંડી કાપીને હાથ માં મુકે છે અને શક્તિ પ્રગટ થયા અને આદમી ને પૂછ્યું કે કોણ છો…?
આદમી: જેસોજી છું.
શક્તિ: કેવા?
જેસોજી: સરવૈયા,
શક્તિ: આમ ભટકવાનું કારણ?
જેસોજી: માં, બહારવટીયો છું, ગરાસ જટાઈગયો છે
શક્તિ: જા દીકરા હું તને બે રોઝડી આપું છું, એ તને બચાવશે
એમ બે રોઝડી આપી ને શક્તિ અદ્રશ્ય થયા.. એ જંગલ માં ફરનાર વ્યક્તિ સરવૈયા જેસોજી અને એના ભાઈ વેજોજી હતા, શક્તિ એ રાજી થઇ ને ૨ રોઝડી દીધી, ગરાસ ને લીધે બહારવટે ચડે છે પણ બહારવટુ ખાનદાની પૂર્વક કરતા. નિર્દોષને હેરાન નો કરતા, સ્ત્રી સામે કોઈદી ખરાબ દ્રષ્ટી ના કરતા.
એક ઘોર અંધારી રાતે બેય ભાઈઓ જુનાગઢના નવાબને મારવાની યોજના બનાવે છે..
બેય ભાઈઓ ગઢમાં નવાબના ખંડમાં પહોચે છે પણ જેસોજી ઉંધા ફરી જાય છે. ત્યારે વેજાજી એ કહ્યું “શું થયું?”, જેસોજી જવાબ વાળે છે “બેગમનું કપડું ઊંચું થઇ ગયું છે” (ખંડમાં બેગમ સુતી હતી અને એનું ગોઠણ સુધી વસ્ત્ર ઊંચું હતું એટલે જેસોજી ઉંધા ફરી ગયા), વેજોજી બોલ્યા “ભાઈ, હું નાનો છું, હું આંખ બંધ કરી ને એમને ઢાંકી દઉં છું, પછી આપણે નવાબને મારી નાખીએ “, જેસોજી: હા એમ કર, તું નાનો છે… વેજોજીએ આંખ બંધ રાખીને બેગમ ને ચાદર ઓઢાડી દીધી, પછી જેસોજી નવાબ તરફ ફર્યા ને મારવા તલવાર ઉગામી જ્યાં મારવા જાય છે એટલામાં બેગમ જાગી જાય છે, જેસોજી: બેન બી માં, અમે તને કાઈ નઈ કરીએ. અમે તો નવાબને મારવા આવ્યા છીએ, બેગમે યુક્તિ વાપરી ભાઈ તમે મને બેન કીધી તો તમે જ આ તમારી બેન નો ચૂડી-ચાંદલો ભાંગશો? પોતાની ભૂલ ની જાણ થતા જેસોજી તલવાર મ્યાનમાં કરીને બેગમને મહોર આપે છે અને નવાબને જીવતદાન.
બીજી સવારે બેગમ નવાબને બધી વાત કરે છે, અને ત્યાર થી નવાબનો ડર વધી ગયો, નીંદર આવતી નથી, જરા અવાજ થતા જ બેઠો થઇ જાય છે..

સમી સાંજ થઇ છે, આ બાજુ જેસોજી અને વેજોજી ગીર માંથી પસાર થતા હોય છે, એવા માં એક ભેંસ દેખાઈ, વેજોજી: ભાઈ આજે તો દૂધ પીવા મળશે. જેસોજી: હા ભાઈ જા દોહી લે
વેજોજી ભેંસ પાસે જાય છે ત્યાં ભેંસ ઉભી થઈને હાલવા માંડે છે, બેય ભાઈઓ ભેંસની પાછળ જાય છે, ભેંસ એક ગઢમાં જાય છે, બંને ભાઈઓ વિચારે છે, આવું ગીચ જંગલ અને આમાં વળી આ મહેલ, આયા કોણ રેતુ હશે? બંને બ્ભાઈઓ અંદર જાય છે, એક યુવાન દેખાવે રાજપૂત જેવો કાઈ પણ બોલ્યા વિના આવનારનું સ્વાગત કરે છે, બેયની હારે કોઈ વાત કરવા વાર સીધું જમવાની ત્યારી કરે છે, ત્યાં મહેલમાં રૂપ-પદમણી જેવી એક સ્ત્રી પણ હોય છે. જમણવાર પૂરો થાય છે, એટલે તે જુવાન કઈ પણ બોલ્યા વિના એમને સુવા માટેની જગ્યા બતાવે છે, બેય ભાઈઓ ખાટલા માં આડા પડે છે, કાંઈ સમજાતું નથી કે આ બે કોણ છે? બે માંથી કોઈ બોલતું કેમ નથી? મોદી રાત સુધી યુવાન નો તાદાપવાનો આવાજ આવતો હોય છે, થાકને કારને બિય ભાઈઓને પરોઢિયે ઊંઘ આવી જાય છે, બપોરે જયારે ઉઠે છે ત્યારે બેય જમીન પર સુતા હોય છે, નાતો મહેલ હોય છે, ના તો મહેલના પેલા દંપતી, બંને ભાઈઓ મુંજવણમાં મુકાય જાય છે કે આ શું થયું? તોય બીજી રાતે ફરીથી બેય ભાઈઓ મહેલ ગોતી ને આવે છે, ફરી થી એ ને પરિસ્થિતિ, પેલો યુવાન મૂંગા-મોઢે સ્વાગત કરે છે, જમાડે છે પણ કઈ બોલતો નથી, એટલે જેસાજી એ પૂછ્યું તમે કોણ છો? આખી રાત તળપો છો કેમ? તમે બેય કાંઈ બોલતા કેમ નથી? આ સાંભળી ને બોલ્યો “બીશો તો નઈ ને?”, જેસોજી : નાં બીએ, ગરાસીયા છીએ, ઉપકારનો બદલો ચુકવવા માંગીએ છીએ,
યુવાન: “હું માંગળા વાળો, પ્રેત બન્યો છું” (માંગળા વાળો યુદ્ધ માં વીરગતિ પામ્યા હતા પણ, પ્રેત બન્યા હતા).
જેસોજી: પણ તમે હજી અહી શું કરો છો? તમારી સદગતી કેમ ના થઇ?
માંગળો: ભાઈ જેસા, મેદાનમાં હું વીરગતિ પામ્યો હતો પણ બરછી વાગતા બરછીનો કટકો સામેના જાળની જમીનમાં મારા એક હાડકા ના કટકા સાથે રહી ગયો છે, જો કોઈ એ હાડકાનું દામોકુંડ માં વિસર્જન કરે તો હું મોક્ષ પામું.
જેસોજી: અમે જાશું, અમે એનું વિસર્જન કરીશું, બધા સુઈ જાય છે, સવારે જેસોજી-વેજોજી બેય ખોદી ને હાડકું કાઢે છે અને એનું વિસર્જન કરવા પ્રયાણ કરે છે, ભયંકર અંધારી મેઘલી રાત જામી છે, એવા તને નવાબ અને બેગમ ઝરુખે બેઠા છે, બેગમ: આવી મેઘલી રાતે મારા ભાઈઓ નું શું થશે?
નવાબ: હા બેગમ, હું પણ એ જ વિચારતો હતો, તમે એને સાદ કરો, જો એ જ હોય તો હું એમનું બહારવટુ પાડું,
બેગમ: નવાબ મજાક કરો માં, તમે એમને શાંતિ થી ક્યાં જીવવા દયો છો? ખબર નઈ કેવી હાલતમાં હશે ભાઈ,
નવાબ: ના બેગમ હું મજાક નથી કરતો જો એ જ હોય તો હું હમણાં ને હમણે એમને એમનો ગરાસ દઉં, તમે અવાજ તો કરો,
બેગમ: ભાઈ જેસોજી ભાઈ વેજોજી આઇવા છો?
દુર થી અવાજ આવે છે હા બેન હું આયાં જ છું,
નવાબ: તમે આવી રાતે અહિયાં શું કરો છો?
જેસોજી: તમારી રક્ષા કરવા અહિયાં બેય ભાઈઓ છીએ,
નવાબ: હું તો તમારો શત્રુ છું, મારી રક્ષાનું કારણ?
વેજોજી: કોક તમને મારી જાય તો નામ અમારું ચડે ને એટલે.
બીજે દિવસે સવારે સભા ભરાણી, સભામાં જેસોજી અને વેજોજી આવે છે, નવાબ કહે છે, માંગો જે માંગો એ દવ,
જેસોજી: નવાબ માંગવાની વાત નથી, અમને જે અમારું છે એ જોયે છે, અમે માંગતા નથી,
નવાબ ૬૪ ગામ પાછા સોપે છે, જયારે જેસોજી-વેજોજી અસ્થી વિસર્જન કરી પાછા આવે છે ત્યારે બધી ખબર પડે છે કે મંગળા વાળા એ બહારવટુ પાર પાડ્યું છે


    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators