ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

જુગતીને તમે જાણી લેજો

Gujarati Bhajan, Prabhatiya, Gujarati Prarthnao

જુગતીને તમે જાણી લેજો પાનબાઈ,
મેળવી વચનનો તાર રે,
વચનરૂપી દોરામાં સુરતાને બાંધો
ત્યારે મટી જશે જમના માર રે … જુગતી

જુગતી જાણ્યા વિના ભક્તિ ન શોભે
ને મર્યાદા લોપાઈ જાય રે,
ધરમ અનાદિનો જુગતીથી ખેલો તો
જુગતીથી અલખ જણાય રે … જુગતી

જુગતીથી સહેજે ગુરુપદ જડે ને,
જુગતીથી તાર બંધાય રે,
જુગતીથી ત્રણ ગુણ નડે નહીં ને
જુગતી જાણ્યેથી પાર જવાય રે … જુગતી

જુગતી જાણે તેને રોકે નહીં કોઈ
તે તો હરિ સમ બની જાય રે,
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ,
તેને નમે જગનાં નરનાર રે …જુગતી


– ગંગા સતી

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators