Kalapi
ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

કલાપી

નામ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
કવિ નામ: કલાપી
જન્મસ્થળ: લાઠી -સૌરાષ્ટ્ર
જન્મ: ૨૬-૧-૧૮૭૪
દેહાવસાન: ૯-૬-૧૯૦૦
જીવનકાળ: ફક્ત ૨૬ વર્ષ ૫ મહિના અને ૧૧ દિવસ

પ્રસીદ્ધ કાવ્ય ગ્રંથ: કલાપી નો કેકારવ
૧ મહાકાવ્ય, ૧૧ ખંડકાવ્ય, ૫૯ ગઝલો. ૧૮૮ છંદોબદ્ધ કવિતા ઉર્મીગીતો. એ પ્રમાણે એટલે ૧૫૦૦૦ કાવ્ય પંક્તિઓંનો સંગ્રહ. માનવીય સંવેદના, પ્રણય, અને તત્વ જ્ઞાન ભર્યા આ કાવ્ય સંગ્રહ ની ૧૯૦૩ થી આજ સુધી ૨૧ આવૃત્તિ પ્રગટ થયી છે, ગુજરાતી સાહિત્ય ના ઈતિહાસમાં આ અદ્વિતીય ઘટના છે

ગધ્ય રચનાઓં: કાશ્મીર નો પ્રવાસ, તત્વજ્ઞાન વિષયક નિબંધ અને પત્નિઓ, મિત્રો, ગુરુજનો ને લખેલા ૮૦૦ થી વધુ પત્રો. ઉત્તમ પત્ર સાહિત્ય જાણે કે લાગણીઓં નો ધોધ..

સરજન કાલ: ઉપર મુજબ નું વિપૂલ સર્જન માત્ર તેમણે, ૧૬ થી ૨૬ વરસની ઉંમર માં કર્યું

વાંચન: ગુજરાતી, અંગ્રેજી, ફારસી, સંસ્કૃત અને હિન્દીના વિવિધ વિષયક લગભગ ૫૦૦ થી વધુ પુસ્તકો નું વાંચન..

શિક્ષણ: રાજકુમાર કોલેજ, રાજકોટ

લાઠીમાં રાજ્યાભિષેક: ૨૧-૧-૧૮૯૫ ના રોજ ૨૧ વર્ષ ની ઉમરે.

લગ્ન: ડીસેમ્બેર ૧૮૮૯માં પંદર વર્ષ ની ઉમરે પોતાના થી ૮ વર્ષ મોટા કચ્છ રોહા ના રાજકુમારી, રમાબા અને ૨ વર્ષ મોટા સૌરાષ્ટ્ર-કોટડા ના રાજકુમારી આનાદીબા બને સાથે એક જ દિવસે ખાંડા લગ્ન

પ્રણય: રાણી સાહેબા રમાબા ની એ સમય ની દાસી મોંઘીબા સાથે ૨૦ વરસ ની ઉમરે પ્રણય થયો, આ મોંઘીબા નું નામ પછી કલાપી જી
એ શોભાના રાખ્યું, તેઓ તેમના થી ૭, વરસ નાના હતા, સ્વરૂપવાન બુદ્ધિશાળી અને મંજુલ સ્વર ધરાવતા હતા,

પત્ની પ્રત્યે ની ફરજ અને પ્રણય સંવેદના નો દ્વંદ,

ચાહું છું તો ચાહીશ બેય ને હું

આ પ્રણય સંબંધ ને કારણે જીવન માં વેદના ભર્યો સંઘર્ષો ની ઘટમાળ સરજાયી, પરિણામે એ સંવેદના ઓં કવિતા માં પ્રવેશી અને પ્રણય ઝંખના પ્રકૃતિ પ્રેમ અને આધ્યત્મિકતા ના ચિંતન સમા કાવ્યો ગુજરાત ને પ્રાપ્ત થયા, શોભાના બા પ્રત્યે નો તેમનો ગાઢ નૈતિકતા પૂર્ણ પ્રેમ સંબંધ આખરે તા: ૭ – ૯ -૧૮૯૮ ના રોજ પારાવારિક પારાવાર વિરોધ વચ્ચે લગ્ન માં પરિણમ્યો, આધ્યાત્મિક ચેતના ને લીધે તેમના વૈરાગ્ય અને ત્યાગવૃત્તિ વધતા ચાલ્યા, દરબારી ઠાઠમય જીવન શુષ્ક લાગવા લાગ્યું, કેટલાક પોકળ સંબંધોના અનુભવ ને લીધે જ રાજગાદી નો ત્યાગ કરવાનો અને પંચગીની ખાતે શોભનાબા સાથે રહીને શાંતિ પૂર્ણ સાચા આત્મીય આનદ સાથે પરોપકારી કરવાનો નિર્ણય તેમણે કરેલો, હૃદય નો ખાલીપો અનુભવતા આ ઉત્કટ પ્રેમી અને સહૃદયી રાજવી નું અકાળે આકસ્મિક નિધન જાણે કે રહસ્યો ની ચાદર માં લપેટાઈ ગયું ! તેમના જીવન અને કવન ને વાંચનારા સંભાળનારા ચાહકો ના હૃદય માં કલાપી એ અમીટ અમર છાપ છોડી છે…

હું અનંત યુગ નો તરનાર યોગી જનાર જે હજુ અનંત યુગો તરી ને!! કલાપી

Poems of Kalapi on Facebook: kalapi.the.poet.of.love

One thought on “કલાપી”

Comments are closed.