ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં દુહા-છંદ

કાઠીયાવાડી છે

નરસૈયો ને દત બીરાજે, જ્યા ગિરનારી જાળી છે,
ડુંગરા ખુંદે ડાલામથા, એની ડણકુ કાઠીયાવાડી છે.

પરબ, સતાધાર,વિરપુર, પાળીયાદ ને બગદાણે,
હરીહર નો જે સાદ કરે એ રોટલો કાઠીયાવાડી છે.

સંત, સુરા અને દાતારો વળી સુદામાને કેમ ભુલાય,
મરી જવુ પણ માગવુ નહી, એ ટેક કાઠીયાવાડી છે.

ન ખાવાનુ ખાવા માગ્યું હતુ, એ મહેમાન મહા ભારાડી છે,
ખાંડણીયે ખંડાણો એનો બાપ કાઠીયાવાડી છે.

ખાંભીએ-ખાંભીએ સીંદુરીયો એ રંગ કાઠીયાવાડી છે,
રા રાખીને દીધો દીકરો એ જંગ કાઠીયાવાડી છે.

અહીંસા તણી આંધી ફુકી, પણ સુરજ નહોતો આથમતો,
લાકડી લઇને તોપુ તગેડી એ ગાંધી કાઠીયાવાડી છે.

ગોકુળીયામા ગમ્યુ નહી, મથુરા મુકીને ભાગ્યો હતો,
રણ-રણ જઇને છોડ થયો એ ક્રિષ્ન કાઠીયાવાડી છે.

અનુભાઈ હરિયાણી (કવિઅનુપ)

One thought on “કાઠીયાવાડી છે”

Comments are closed.