ખમા ! ખમા ! લખ વાર

Mahatma Gandhi Statue Walking Tall

શૌર્યગીત

બીજાંને બકરાં કરી, આપ બને ગોવાળ,
બીજાં સબ કંગાલ ને પોતે પાલનહાર :
લ્યાનત હજો હજાર એહવા આગેવાનને :
બીજાંને બથમાં લઇ થાપા થાબડનાર,

પોતાંના વડિયાં કરે કદમે રમતાં બાળ :
ખમા ! ખમા ! લખ વાર એહવા આગેવાનને.
સિંહણ-બાળ ભૂલી ગયાં ખુદ જનનીની કૂખ,
આતમ-ભાનની આરસી ધરી એની સનમુખ :

મુગતિ કેરી ભૂખ જગવણહાર ઘણું જીવો !
પા પા પગ જે માંડતા, તેને પ્હાડ ચડાવ
તસુ તસુ શીખવનારના ઝાઝેરા જશ ગાવ,
રાતા રંગ ચડાવ એહવા આગેવાનને !

પગલે પગલે પારખાં, દમ દમ અણઈતબાર,
શાપો ગાળો અપજશો : ભરિયા પોંખણ-થાળ;
કૂડાં કાળાં આળ ખમનારા ! ઘણી ખમા.

બાબા ! જીત અજીત સબ તેં ધરિયાં ધણી-દ્વાર,
મરકલડે મુખ રંગિયા, દિલ રંગ્યાં રુધિરાળ;
રુદિયે ભરી વરાળ, હસનારા ! ઝાઝી ખમા.

-ઝવેરચંદ મેઘાણી

Posted in શૌર્ય ગીત Tagged with: ,

આ પણ વાંચો...

1)    હિન્દ કી રાજપુતાનિયા થી… 2)    ઊઠો
3)    ગઢ ફરતે ઘોર ઘમસાણ ગાજે 4)    વિદાય
5)    ઝારાનું મયદાને જંગ 6)    સૂના સમદરની પાળે
7)    હાલાજીતારા હાથ વખાણું 8)    હાલાજી મેરામણજી અજાણી
9)    કોઈનો લાડકવાયો 10)    ભાગું તો મારી ભોમકા લાજે
11)    જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો 12)    મહાકાવ્ય
13)    મરદ કસુંબલ રંગ ચડે 14)    કસુંબીનો રંગ
15)    રાંગમા ઘોડી શોભતી 16)    તલવારનો વારસદાર
17)    નવ કહેજો! 18)    વીર જતીન્દ્રનાં સંભારણા
19)    છેલ્લી પ્રાર્થના 20)    ભીરુ
21)    મોતનાં કંકુ-ઘોળણ 22)    તરુણોનું મનોરાજ્ય
23)    ઝંખના 24)    ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા
25)    વટ રાખવો પડે 26)    હું સોરઠી કાઠી
27)    ઝૂલણા છંદ 28)    ક્ષત્રિય, તારો પડકાર
29)    કાઠી ભડ કહેવાય 30)    ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
31)    શિવાજીનું હાલરડું