કોઈનો લાડકવાયો

Mother and Child

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે:

ઘાયલ મરતાં મરતાં રે
માતની આઝાદી ગાવે.

કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશય્યા પર લળતી;

મુખથી ખમ્મા ખમ્મા કરતી
માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોદ્ધા જોવાને,
શાહબાશીના શબદ બોલતા પ્રત્યેકની પિછાને;

નિજ ગૌરવ કેરે ગાને
જખ્મી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;

અણપૂછયો અણપ્રીછેલો
કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
એને સીંચણ તેલ-કચોળાં નવ કોઇ બહેની લાવી;

કોઇના લાડકવાયાની
ન કોઇએ ખબરે પુછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યા ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી:

કોઇનો લાડકવાયાની
આંખડી અમૃત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મૃતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં:

આતમ-દીપક ઓલાયા,
ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઉપર કર-જોડામણ કરજો:

પાસે ધૂપસળી ધરજો,
કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે:

સહુ માતા ને ભગિની રે!
ગોદ લેજો ધીરે ધીરે!

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;

રે! તમ ચુંબન ચોડાતાં
પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજ અહર્નિશ પ્રભુને પાયે પડતી;

ઉરની એકાન્તે રડતી
વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયા હોશે કર બે કંકણવંતા:

વસમાં વળામણાં દેતા,
બાથ ભીડી બે પળ લેતા.

એની કૂચકદમ જોતી અભિમાનભરી મલકાતી,
જોતી એની રૂધિર-છલક્તી ગજગજ પહોળી છાતી;

અધબીડ્યાં બારણિયાંથી
રડી કો હશે આંખ રાતી.

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે:

કોઇના લાડકવાયાને
ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;

લખજો: ‘ખાક પડી આંહી
કોઇના લાડકવાયાની’
[૧૯૩૦]

ઝવેરચંદ મેઘાણી
-સિંધુડો

૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં જન્મેલ ઝવેરચંદ મેઘાણી પચાસ વર્ષની વયે અવસાન પામ્યા. સૌરાષ્ટ્રની રસધાર કૃતિથી અત્યંત લોકપ્રિય બનેલ રાષ્ટ્રીય શાયર મેઘાણીની અમર કૃતિઓમાંની આ કૃતિથી બ્લોગ પર સાહિત્યયાત્રાની શરૂઆત કરું છું. Marie Ravenal de La Coste કૃત Somebody’s Darling નામના ગીતનું મેઘાણીએ કરેલું ગુજરાતી રૂપાંતર એટલે આ ગીત. આ ગીતના શબ્દો એટલા તો વીંધી નાખે એવા છે કે વાત નહીં. યુદ્ધભૂમિમાંથી લાશનો ખડકલો આવે છે તેમાં એક લાશ હજુ કોઈએ ઓળખી નથી એટલે એમનેમ પડી છે. એ પણ કોઈ માતાનો લાડકવાયો છે એ વ્યથા આ કાવ્યનું સંવેદનકેન્દ્ર બને છે.

Posted in ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં, લોકગીત, શૌર્ય ગીત Tagged with: ,

આ પણ વાંચો...

1)    હિન્દ કી રાજપુતાનિયા થી… 2)    આદર્શ માતા
3)    કવિતા -કવિ દાદ 4)    કાઠીયાવાડી છે
5)    પશુધન અને તેની ઉપરની સોરઠીલોકોની મમતા 6)    ઊઠો
7)    ભોમિયા વિના મારે 8)    ગઢ ફરતે ઘોર ઘમસાણ ગાજે
9)    ખમા ! ખમા ! લખ વાર 10)    વિદાય
11)    ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે 12)    ઝારાનું મયદાને જંગ
13)    સૂના સમદરની પાળે 14)    આરઝી હકૂમત
15)    હાલો ને આપણા મલકમાં 16)    સંગાળશા શેઠ ને ચંગાવતી રાણી
17)    ગોંડલનું રાજગીત 18)    ગોપાલ મારો પારણીયે ઝુલે રે
19)    જનેતાના દૂધમાં ભાગ 20)    કાગવાણી
21)    ઉઘાડી રાખજો બારી 22)    દીકરો મારો લાડકવાયો
23)    હાલાજીતારા હાથ વખાણું 24)    હાલાજી મેરામણજી અજાણી
25)    સ્વતંત્રતાની મીઠાશ 26)    ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
27)    મારે ઘેર આવજે બે’ની 28)    કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે
29)    ગોકુળ આવો ગિરધારી 30)    જય જય ગરવી ગુજરાત
31)    જાવ ! હજી ફાસ્ટફૂડ ખાવ 32)    ભાગું તો મારી ભોમકા લાજે
33)    જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો 34)    કેસર કેરી
35)    ગુજરાતી લોકગીત 36)    મહાકાવ્ય
37)    મા મને કોઈ દી સાંભરે નઇ 38)    રૂપાળું ગામડું
39)    નદી રૂપાળી નખરાળી 40)    મારા કેસરભીના કંથ
41)    દશાવતાર -દોહા 42)    મરદ કસુંબલ રંગ ચડે
43)    ગિરનાર સાદ પાડે 44)    મહાજાતિ ગુજરાતી
45)    વારતા રે વારતા 46)    કસુંબીનો રંગ
47)    રાંગમા ઘોડી શોભતી 48)    તલવારનો વારસદાર
49)    ઝૂલણ મોરલી વાગી રે 50)    નવ કહેજો!
51)    વીર જતીન્દ્રનાં સંભારણા 52)    બૂરા ક્યા?
53)    છેલ છબીલો ગુજરાતી 54)    છેલ્લી પ્રાર્થના
55)    યજ્ઞ-ધૂપ 56)    ભીરુ
57)    મોતનાં કંકુ-ઘોળણ 58)    તરુણોનું મનોરાજ્ય
59)    ઝંખના 60)    એકબીજાને જીતશું રે ભાઈ
61)    માણેસ, તું મરોય 62)    ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ
63)    કાલ જાગે 64)    આપણા મલકના માયાળુ માનવી
65)    ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા 66)    મોરબીની વાણિયણ
67)    તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે 68)    કવિ તને કેમ ગમે
69)    વટ રાખવો પડે 70)    હાલોને જાયેં સોનુંરે વીણવા
71)    ગામડાનો ગુણાકાર 72)    અમ દેશની એ આર્ય રમણી
73)    કે મીઠો માંનો રોટલો 74)    ધન્ય સોરઠ ભોમકા
75)    આજનો ચાંદલિયો 76)    ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર
77)    હું સોરઠી કાઠી 78)    ઝૂલણા છંદ
79)    અમરલોકથી આવ્ય અમારા શાયર 80)    સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ
81)    ક્ષત્રિય, તારો પડકાર 82)    કાઠી ભડ કહેવાય
83)    દેવાયત પંડિતની આગમવાણી 84)    સત નિર્વાણ ફાઉન્ડેશન
85)    પાપ તારું પરકાશ જાડેજા 86)    મન મોર બની થનગાટ કરે
87)    ગાંધીને પગલે તું ચાલીશ ને ગુજરાત? 88)    ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
89)    ચારણ કન્યા 90)    રૂડી ને રંગીલી
91)    આવકારો મીઠો આપજે રે 92)    રંગીલા રાજકોટ નું રંગીલું ગીત
93)    મારો હેલો સાંભળો 94)    જનનીની જોડ સખી!
95)    અમે અમદાવાદી 96)    શિવાજીનું હાલરડું
97)    તમે મારાં દેવનાં દીધેલ છો 98)    સૌરાષ્ટ્રમાં ગવાતું એક હાલરડું
99)    હાં…હાં હાલાં -હાલરડું