સૌરાષ્ટ્ર ની ઓળખ સમા લોકડાયરા

Lok Dayro

સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર,
જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર.

સૌરાષ્ટ્ર ની ઓળખ સમા લોકડાયરા વાત જ નોખી છે…
જે મોજ હેલા, મણીયારા,દોહા,છંદ,ચારણી સાહીત્ય માં છે એ હિપ-હોપ ,પોપ,રેપ માં નથી.. અને એ આપણી સંસ્કૃતિ અને સંસ્કાર પણ નથી..

જસ્ટીન બાઈબર,એકોન ને કાઠીયાવાડ ના માલી પા ગઢવી,બારોટ ,ચારણ ને યાં શિખવા મોકલ્યે તો બેચારા આત્મહત્યા જ કરી લ્યે…!

કાઠીયાવાડી ખમીર ની વાતુ મલક આખા માં વખણાય છે..
અહીં જોગીદાસ ખુમાણ,વિર હમીર સિંહ જી,વેગડા જી ભીલ, જેસલ જાડેજા ની ભુમી છે જ્યાં દિકરો એની માં ને કહે છે કે હે માં….

જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.

આવા મરદ મુછાળા ની ભુમી કાઠીયાવાડ કે જ્યાં વીરો નાગી તલવારુ નચાવતા હોય એ ખુમારી છે,ધરમ માટે માથડા વાઢતા તથા પોતાના માથા ઉતારનારાઓ ની ભુમી છે..માં ભોમ અને ધરમ માટે ખપી જાનારાઓ થી અહીં નો ઈતિહાસ સાક્ષી પુરે છે…આ સંત અને સુરા ની માટી સૌરાષ્ટ્ર સોરઠ છે અને આવા લડવૈયાઓ ની વાત ડાયરા માં કરાય છે..અને આવા ડાયરા માં દોહા છંદ માં લોકો ના હાકોટા તો જોવા પડે હો બાપલ્યા..

આવા કાઠીયાવાડ ની ખુમારી ની વાત અને ડાયરા ને યાદ કરીયે થોડા દોહા સાથે…..

લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીએ પાણી,
તને પરથમ અર્પણ કરું, મારા શાયર મેઘાણી.

ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ,
પાકે જ્યાં નરબંકડા, ને રૂપ પદમણી નાર.

સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,
રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.

Posted in કલાકારો અને હસ્તીઓ, દુહા-છંદ, મનોરંજન Tagged with: , , , ,

આ પણ વાંચો...

1)    આટલી જાતના હોય છે માણસો, વાંચતા વાંચતા હસી પડશો….! 2)    પાળીયા બોલે છે
3)    સૂર્ય પૂજા – ભલે ઊગ્યા ભાણ 4)    કાઠીયાવાડી છે
5)    હોથલ પદમણી – કાઠીયાવાડી દુહા 6)    અષાઢી બીજ
7)    કાઠીયાવાડી દુહા 8)    ખડખડાટ હાસ્ય જોક્સ
9)    સાચા સંતો માથે ભક્તિ કેરા મોલ 10)    ઈશરદાન ગઢવી
11)    આદિકવિ નરસિંહ મહેતા 12)    ચારણી નિસાણી છંદ
13)    કળાવંત કુળવંત કાઠીયાણી 14)    ગોકુલદાસ રાયચુરા
15)    સિંહણ બચ્ચું 16)    સોરઠ રતનની ખાણ
17)    ખડખડાટ હાસ્ય જોક્સ 18)    સોરઠ દેશ ન સંચર્યો
19)    કલાપી તીર્થ સંગ્રહાલય 20)    ભા’ કુંભાજી – ગોંડલ
21)    ગુજરાતી શાયરી 22)    ૫ કિલોનાં લીંબુ
23)    ચારણી સાહિત્યમાં ઘોડાંનાં વિવિધ નામ 24)    બારાડી – લીલી નાઘેર પંથક
25)    ગુજરાતી શાયરી 26)    ખડખડાટ હાસ્ય જોક્સ
27)    શૈક્ષણિક ક્રાંતિ 28)    શશિકાંત દવે
29)    હિન્દુ કેલેંડરની પૂનમો 30)    ઘેડ પંથક
31)    કાઠીયાવાડી ભોજન 32)    ખડખડાટ હાસ્ય જોક્સ
33)    ગોંડલ રજવાડા ની રાજવી ગાડીઓ 34)    કાઠીયાવાડમાં કોફીની સાહસિક ખેતી
35)    સર પ્રભાશંકર પટ્ટણી 36)    સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત
37)    ખડખડાટ હાસ્ય જોક્સ 38)    સૌરાષ્‍ટ્રના પાંચરત્‍નો
39)    વિર ચાંપરાજ વાળા 40)    જલારામબાપાનો પરચો
41)    સિંહ ચાલીસા 42)    ખડખડાટ હાસ્ય જોક્સ
43)    ભાદરવાનો ભીંડો 44)    કાગવાણી
45)    ગુજરાતી શાયરી 46)    101 ગુજરાતી કહેવતો
47)    ખડખડાટ હાસ્ય જોક્સ 48)    ભુલાઈ ગયેલી પત્ર લખવાની પરંપરા
49)    પાઘડીના પ્રકાર 50)    જનની જણ તો ભક્ત જણ જે
51)    પદ્મશ્રી દુલા ભાયા કાગ 52)    મહેર શુરવીર શહીદ નાગાજણ સિસોદિયા
53)    ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી 54)    કવિ શ્રી મનોજ ખંડેરિયા
55)    રમેશભાઈ ઓઝા 56)    નાથા ભાભા મોઢવાડિયા
57)    રમેશ પારેખ 58)    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી
59)    બારેય મેઘ ખાંગા થવા 60)    કલાપી
61)    વીર રામવાળા 62)    ખડખડાટ હાસ્ય જોક્સ
63)    બાબુભાઇ રાણપુરાને ભાવભીની શ્રધાંજલિ 64)    કાઠીયાવાડની કામિની
65)    Bollywood Movie Calendar 2014 66)    કાઠીયાવાડી દુહા
67)    હમીરજી ગોહિલની વાત 68)    કાઠિઓએ કાઠીયાવાડ કીધો
69)    મોંઘામૂલો માનવી -મેઘાણી 70)    જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો
71)    આપણું સૌરાષ્ટ્ર 72)    ગીરનારની ગોદમાં ભરાતા મહા શિવરાત્રીના મેળામાં જોવા મળતી જ્ઞાતિઓ
73)    Kathiyawadi Khamir WhatsApp Number 74)    શાહબુદ્દીન રાઠોડ
75)    શહીદો ને કોટી કોટી વંદન 76)    પોરબંદરની ખાજલી
77)    ગુજરાતી કેલેન્ડર મેં ૨૦૧૪, વૈશાખ, જેઠ વિક્રમ સવંત ૨૦૭૦ 78)    લીંબડીના રાજકવી
79)    નારાયણ સ્વામી 80)    ભજન અને ભોજનનો મહિમા
81)    શહેર અને ગામડું 82)    ગજબ હાથે ગુજારીને
83)    ગુજરાતી કેલેન્ડર એપ્રિલ ૨૦૧૪, ચૈત્ર, વૈશાખ, વિક્રમ સવંત ૨૦૭૦ 84)    વીર માંગડા વાળો
85)    સૌરાષ્ટ્રનો દિલધડક કિસ્સો 86)    પાંચાળ પંથક
87)    ભાવનગર મહારાજનું ત્યાગ સમર્પણ 88)    ગુજરાતી કેલેન્ડર ૨૦૧૪, મહા ફાગણ ચૈત્ર વિક્રમ સવંત ૨૦૭૦
89)    ખડખડાટ હાસ્ય જોક્સ 90)    મચ્છુકાંઠો
91)    ઓખામંડળ પરગણું 92)    ખડખડાટ હાસ્ય જોક્સ
93)    ભાલબારું અને નળકાંઠો પંથક 94)    ખડખડાટ હાસ્ય જોક્સ
95)    ખડખડાટ હાસ્ય જોક્સ 96)    ખડખડાટ હાસ્ય જોક્સ
97)    ઝાલાવાડ પરગણું 98)    ખડખડાટ હાસ્ય જોક્સ
99)    છત્રીસ રાજપૂત શાખા અને તેના ગઢ 100)    સોન હલામણ