મહેમાનગતિ

Namastey

એકબાજુ ચિત્તળ ગામમાં મહેમાનગતિ માણવા આવેલ લાઠીનો રાજવી પરિવાર બેઠો છે.તેમની લગોલગ ચિત્તળનો કાઠી ડાયરો બેઠો છે.શેરડીનો સ્વાદ લેતાલેતા અલકમલકની વાતો થાય છે.ત્યાં વાતમાંથી વાત નીકળી.એક કાઠીએ કહ્યું : ‘શેરડી મીઠી બોવ…!’

‘મીઠી તે દુશ્મનના લોહી જેવી !!?’

ચિત્તળનો કાઠી ડાયરો મૂછમાં હસવા લાગ્યો.લાઠીનો રાજવી મહરને પામી ગયો. આગની જેમ હાડોહાડ લાગી ગયું. પણ અબોલ રહ્યાં સિવાય છૂટકો નહોતો.

‘શેરડી મીઠી જ હોય ને…’કોઈએધગધગતા અવાજે બોલ્યું :‘ભણ્યું, ખેતરનાં ખાતરમાં તમારા બાપ-દાદાના માથા વધેરીને નાખ્યા છે !’

મહેમાનગતિ માણવા માટે ખાસ બોલાવ્યા હતાંને ત્યાં આવું સાંભળવા મળતાં જેમ દારૂખાનામાં આગનો તિખારો પડેને સઘળું ક્ષણનાં છઠ્ઠા ભાગમાં ભડકો થઇ ઉઠે એમ સળગી ઉઠ્યું. આખો ડાયરો હડેડાટ કરતો ઊભો થઇ ગયો.

ભારે કરી.આતો બાપ-દાદાનાં માથા વધેરવાની વાત આવીને ઊભી રહી.હવે શેરડીનો રસ ગળે ઉતરવો કે પાછો કાઢવો !? અને ઊભા રહેવું કે ચાલતાં થાવું !? ડાયરાને ભોં ભારે થઇ પડી.

વાત અહીંથી અટકી નહોતી પણ ધીંગાણાનું સ્વરૂપ લઇ ઊભી રહી હતી.મધ જેવાં મીઠા કોગળા ઝેર જેવાં થઇ પડ્યા.મહેમાનગતિ માણવા આવેલો ડાયરો ગામ ભેળો થઇ ગયો અને જાતા જાતા કહેતો ગયો :‘હવે અમારે પણ શેરડી મીઠી કરવા માથા વાઢવા પડશેને !?’

લાઠી એટલે આમતો સાવ ખોબા જેવડું રજવાડું. વાટકીમાં શિરામણ કહેવાય. પણ ભાવેણા રાજનું ભાયાત કહેવાય એટલે તેમની ઓથ મળી રહેતી હતી.આ બાજુ ચિત્તળ પણ સાવ ખોબા જેવડું રજવાડું. પણ આમ ભારે વટનો કટકો. લીધેલી વાત મુકે નહિ. જીવ જાય પણ એની જીભાન ન જાય.એક વખત મોંમાંથી નીકળી ગયું એટલે પાળે જ છૂટકો.ધીંગાણું નક્કી જ હતું.આવનાર પરિસ્થિતિને પહોંચી વળવા ચિત્તળનાં દરબારગઢમાં પુરેપુરી તૈયારીઓ થઇ ગઈ હતી.

લાઠીએ ચિત્તળ ગામ પર ચઢાઇ કરી. ચિત્તળ સાવ બચોળીયા જેવું છે તે ચપટીમાં ચોળાઈ જશે. આવાં વહેમમાં લાઠી રાજના માણસોએ લડવા માટે થોડાં સિપાઈઓ અને સાવ ઓછો સરંજામ લીધો હતો.

ચિત્તળનાં દરબારગઢમાંથી વછૂટતાં તોપના ગોળા સામે ઝીંક ઝીલવી મુશ્કેલ હતી.તોપમાંથી રીતસરના અગનગોળા વરસતા હતાં. લાઠીના લશ્કર પર કાળની જેમ ઝીંકાતા હતાં.લશ્કરના માણસો દણોદણ વિખેરાય જાતાં હતાં. હતું કે થોડું લશ્કર પણ ભારી પડશે પણ ધારણા ફોગટ નીવડી.

‘આ તો ભૂંડીયું થઇ, હમણાં માણસો સાફ થઇ જાશે ને પછી ભૂંડા મોંએ પાછાં ફરવું પડશે !’

હુમલો કરવો તો પુરી તાકાતથી કરવો. સઘળું ખેદાનમેદાન થઇ જાય.જેથી ફરી આ બાજુ નજર નાખવાની પણ હિંમત કરે નહિ.ખો ભૂલી જાય.

પણ અટાણનું શું !? આ સળગતો સવાલ હતો. એક વખત પાછાં હટયા,પારોઠનાં પગલાં ભર્યા એટલે ગોહિલરાજની શૂરવીરતા ડંકા બોદા બોલવા લાગે.

પાછા પડવું પોસાય તેમ નહોતું પણ સવાલ કાળમુખી તોપનો હતો.તોપને ખીલા ધરબી ખોખરી કરી નાખવામાં આવે તો ચિત્તળની તાકાત ખોખરી થઇ જાય.

પણ આ બીડું ઝડપે કોણ !? સાક્ષાત મોતના મોંમાં હડસેલાવાની વાત હતી. પણ ત્યાં એક અડાભીડ આહીર આગળ આવીને ઊભો રહ્યો. તેણે તોપમાં ખીલા ધરબવાનું બીડું ઝડપ્યું. તેનાં માટેનો સાધન-સરંજામ હાજર થયો. તોપ સુધી કેમ પહોંચવું તેની વ્યૂહરચના ઘડાઈ ગઈ.

મોતને વ્હાલું કરવાનું હતું. પણ સામે રાજની આબરુ અને ધીંગાણાનો સવાલ હતો.

આમતો કોઈને કલ્પના પણ નહોતી કે ઉજળી મહેમાનગતિ માણવાનો અવસર આમ લોહિયાળ થઈને ઊભો રહેશે !

ડાંગર આહીર મારતે ઘોડે ગઢમાં પ્રવેશી ગયો અને હજુ તો કોઈ કાંઇ સમજે, કરે તે પહેલાં ગઢ પર ચઢી ગયો.નીચેથી મારો પકડો…મારો…એમ બોકાસો બોલતો રહ્યો. પણ આહિરે જીવની પરવા કર્યા વગર તોપમાં ખીલો ધરબી દીધો…તે લોહીમાં લથબથ થાતો નીચે ખાબક્યો ત્યારે…ધીંગાણું અટકી ગયું…

પણ જાણે ઉજળી મહેમાનગતિ હીબકાં ભરતી હોય એમ લાગતું હતું !

સૌજન્ય : ગ્લોબલ ગુજરાત ન્યુઝ દ્વારા રાઘવજી માધડ ના લેખ.

Posted in ઈતિહાસ, ઉદારતાની વાતો Tagged with: , , ,

આ પણ વાંચો...

1)    વત્સરાજ સોલંકી -વાછરા દાદા 2)    જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા
3)    વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા 4)    રાણપુરની સતીઓ
5)    ઝાલાવાડ ની ખાનદાની 6)    ચમારને બોલે
7)    શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ 8)    મુળુ માણેક અને પાંચ પાળિયા
9)    વીર મોખડાજી ગોહિલ 10)    જગાવાળા અને સંગ્રામસિંહ
11)    આનાથી મોટી કઈ વાત હોઈ શકે! 12)    महर्षि कणाद
13)    સોરઠ તારા વળતા પાણી 14)    જોગીદાસ ખુમાણની આબરૂ
15)    ઉંદસરવૈયા અને બાબરિયાવાડ પંથક 16)    આહીર જ્ઞાતિ ઈતિહાસ
17)    મોટપ 18)    ગોહિલવાડ
19)    ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર 20)    લીરબાઈ
21)    રબારી જાતિનો ઇતિહાસ 22)    શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા
23)    કલાપી તીર્થ સંગ્રહાલય 24)    વાંકાનેર
25)    ભા’ કુંભાજી – ગોંડલ 26)    બારાડી – લીલી નાઘેર પંથક
27)    ભૂપત બહારવટિયો 28)    બ્રહ્મભટ્ટ બારોટ
29)    ગોરખનાથ જન્મકથા 30)    હૈયા કેરાં હેતની સરવાણી
31)    આરઝી હકૂમત 32)    ઘેડ પંથક
33)    ગોંડલ રજવાડા ની રાજવી ગાડીઓ 34)    બારોટો ની વહી -ચોપડા
35)    ચારણ જ્ઞાતિનો ઇતિહાસ 36)    ગોરખનાથ
37)    ડુબી ગયેલ દ્વારકા 38)    સર પ્રભાશંકર પટ્ટણી
39)    સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત 40)    લોકમેળાની ગઈકાલ અને આજ
41)    ઓખા બંદર 42)    વિર ચાંપરાજ વાળા
43)    જનેતાના દૂધમાં ભાગ 44)    જુનાગઢને જાણો
45)    કથાનિધિ ગિરનાર 46)    સતી રાણકદેવી
47)    કહેવતો એટલે સત્યનો નીચોડ 48)    ભુલાઈ ગયેલી પત્ર લખવાની પરંપરા
49)    શ્રી રાણી માં શ્રી રૂડી માં 50)    જેસોજી-વેજોજી
51)    જનની જણ તો ભક્ત જણ જે 52)    જોગીદાસ ખુમાણ
53)    સત નો આધાર -સતાધાર 54)    હરસિદ્ધમાતા મંદિર -જામનગર
55)    હાલાજી મેરામણજી અજાણી 56)    મોડ૫૨નો કિલ્લો
57)    દેપાળદે 58)    આનું નામ તે ધણી
59)    મહેર શુરવીર શહીદ નાગાજણ સિસોદિયા 60)    રા’ખેંગાર વાવ જુનાગઢ
61)    જાંબુર ગીર 62)    ખોડીયારમાં નું પ્રાગટ્ય
63)    મુક્તાનંદ સ્વામી 64)    ઘોડાખરા હિંદુ પીર
65)    સૌરાષ્ટ્રની ઐતિહાસિક -અડી કડી વાવ 66)    ગિરનાર
67)    ત્રાગા ના પાળીયા 68)    નાથા ભાભા મોઢવાડિયા
69)    પીરમબેટ -ભાવનગર જીલ્લો 70)    ગિરનાર
71)    ઐતિહાસિક જીલ્લો -અમરેલી 72)    વિર દેવાયત બોદર
73)    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી 74)    મેર જ્ઞાતિ
75)    માધવપુર ઘેડ 76)    અણનમ માથા
77)    કલાપી 78)    મહાભારત
79)    ચાલો તરણેતરના મેળે 80)    ઉપરકોટ કિલ્લો -જુનાગઢ
81)    તુલસીશ્યામ 82)    મણી(વાઘ) મંદિર -મોરબી
83)    પરબ ધામ -પરબ વાવડી, જુનાગઢ 84)    સૌરાષ્ટ્ર અથવા સોરઠ કે કાઠીયાવાડ
85)    સોમનાથ મંદિર 86)    સ્વામી ધર્મજીવનદાસજી અને ચૈતન્ય મંદિર
87)    જલા સો અલ્લા 88)    હમીરજી ગોહિલની વાત
89)    વીર યોધ્ધા હમીરજી ગોહિલ 90)    કનકાઇ માતાજી -ગીર
91)    મોંઘામૂલો માનવી -મેઘાણી 92)    અગ્નિકુળ રાજપૂતો નું જન્મ સ્થળ
93)    શહીદો ને કોટી કોટી વંદન 94)    લાઠી-તલવાર દાવ
95)    રાજકોટ અને લાઠી 96)    સંગીત કળા અને પ્રેમાનંદ સ્વામી
97)    રા’ ના રખોપા કરનાર 98)    વંશ ચિન્હ/રાજ્ય ચિન્હ Coat of Arms
99)    23 માર્ચ, શહીદ દિવસ 100)    વીર માંગડા વાળો