દુહા-છંદ લોકગીત શૌર્ય ગીત

જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો

Maniyaro Raas
મણિયારો રાસ

આ રાસ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારત સહીત હવે તો લગભગ આખાયે વિશ્વમાં પ્રસિધ્ધ થયેલ છે. આ રાસ મહેર લોકોનો પરંપરાગત રાસ છે. જે ફક્ત પુરૂષો દ્વારા રમવામાં આવે છે. પોરબંદર અને આસપાસનાં બરડા તથા ઘેડ પંથકમાં, હોળી, સાતમ-આઠમ, નવરાત્રી તથા અન્ય કોઇ ધાર્મિક સામાજીક પ્રસંગે મણિયારો રાસ રમવામાં આવે છે. આ રાસ ડાંડીયા રાસ તરીકે કે ડાંડીયા વગર પણ વિવિધતા પૂર્વક રમાય છે. જો કે તેના દરેક વૈવિધ્યમાં જુસ્સો અને શોર્યનું એકસમાન દર્શન થાય છે. મણિયારો રાસ મોટાભાગે મહેર સમાજનો પારંપારીક પહેરવેશ, ચોરણી,આંગળી (કેડિયું) પહેરી અને રમાય છે. આ ચિત્રમાં યુવાનોએ ખભેથી જે રાતા રંગના પટ્ટા જેવું બાંધેલ છે તેને ફીંટીયો (વરફીંટીયો) કહે છે, જે મહેર વરરાજા માટે ફરજીયાત હોય છે. આ ચિત્રમાં રાસ રમતા યુવાનો એકજ સમયે ઠેક મારી અને હવામાં ઉડતા હોય તેમ જોવા મળે છે. આ પ્રકારનું ચિત્ર લેવું તે પણ સચોટ ટાઇમીંગ માગી લે છે.

(ફોટો: વિસાવાડા રાસ મંડળ, ફોટોગ્રાફર: શકિલ મુન્શી)
મહેર એકતા


Soldier on Horse
જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો

અટંકી મેર છે એવા, જોરાળા સિંહના જેવા

માધવપુર જઈ માંગ્યો સુબે, કર પુજારી ની પાસ
વાત સુણી ને ઉઠીઓ વાઢેર, ભીમ શમો ભડ્દાસ….(1)

વદે જાકારો જામ વિદુ ને, જસો નગર થી જાય
બારોટ ને તેદી કોણ બચાવે, બાંધરે જાલી બાંય….(2)

કુંવર પછેડા માં રાહ કહે, મારે ઢાંક લેવું ધરાર
મરદ કાંધલ કે વાત મૂકી દે, હું મેર યુદ્ધે મરનાર….(3)

વડારે મુળુ વિરજે વંકો , મરદ મોઢો ઈ મેર
જામ સામો ઈ જંગ માં ખેલે, સિંહ ભાલે સમશેર….(4)

મોઢવાડા માં મર્દ પાક્યો, નરવીર જે નાથો નામ
જોરાળે તે ડી જામ ને દીધા, દંડ ના કેવા ડામ….(5)

મઢ લુંટેવા માતનો જેદી,સંધી આવ્યા એકસાથ
બળેજે જેતમાલ બાદુરે , ભાળ માંડ્યો ભારાથ….(6)

વાઘ બાલાની વીરતા જુઓ ,માથું પડ્યું ચોક્માઈ
ધળા ને ધમરોળતા ઈ તો , ધળ નદી લગ ધાઈ….(7)

કળાવટ તો કાળવે કીધી, ઓડેદરે અખ્યાત
નમાવી નવાબ ને (ઈતો), હજી ઉભો હયાત….(8)

લગનમાં ધંધુસર ના લાડા, વેરવા ગયાતા વીર
ગામ માટે તેદી ભીમશી ગજાળો, શહીદ થયો સુરવીર….(9)

“બારોટ ભૂપત”કે વીર બાદુરો, કેતા આવ્યા છે કામ,
લાડ લડાવ્યા મેર લાડા ને , હયે ધણેરી હામ….(10)