મારે ઘેર આવજે બે’ની

Rakshabandhan

રક્ષાબંધન ના આ પવિત્ર તેહવારે વાંચો શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત વ્હાલી બેન માટેનું કાવ્ય:

મારે ઘેર આવજે બે’ની ! નાની તારી ગૂંથવા વેણી.
આપણા દેશમાં નીર ખૂટ્યાં ને સળગે કાળ દુકાળ;
ફૂલ વિના, મારી બે’નડી ! તારા શોભતા નો’તા વાળ. – મારે

બાગબગીચાના રોપ નથી, બે’ની, ઊગતા મારે ઘેર;
મોગરા ડોલર જાઈ ચંબેલીની મારે માથે મ્હેર – મારે

રૂપ સુગંધી હું કાંઇ નો જાણું ! ડુંગરાનો ગોવાળ;
આવળ બાવળ આકડા કેરી કાંટ્યમાં આથડનાર – મારે

ડુંગરાની ઊંચી ટોચ ઊભેલાં રાતડાં ગુલેનાર
સાપ-વીંટ્યા પીળા કેવડા હું મારી બે’ન સાટુ વીણનાર – મારે

પહાડ તણે પેટાળ ઊગેલાં લાલ કરેણીનાં ઝાડ;
કેશૂડલાં કેરી વાંકડી કળીઓ વીણીશ છેલ્લી ડાળ – મારે

ખેતર વચ્ચે ખોઇ વાળીને ફૂલ ઝીણાં ખોળીશ;
વાગશે કાંટા, દુખશે પાની, તોયે જરીકે ન બ્હીશ. – મારે

સાંજ વેળા મારી ગાવડી ઘોળી આવીશ દોટાદોટ;
ગોંદરે ઊભીને વાટ જોતી બે’ની માંડશે ઝૂંટાઝૂંટ – મારે

મોઢડાં નો મચકોડજે, બાપુ ! જોઇ જંગલનાં ફૂલ;
મોરલીવાળાને માથડે એ તો ઓપતાં’તાં અણમૂલ – મારે

શિવભોળા, ભોળાં પારવતી, એને ભાવતાં દિવસ-રાત;
તુંય ભોળી મારી દેવડી ! તુંને શોભશે સુંદર ભાત. – મારે

ભાઇભાભી બેય ભોળાં બેસીને ગૂંથશું તારે ચૂલ;
થોડી ઘડી પે’રી રાખજે વીરનાં વીણેલ વેણી-ફૂલ !
મારે ઘેર આવજે, બે’ની લાંબી તારી ગૂંથવા વેણી !

– ઝવેરચંદ મેઘાણી

Posted in ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં, તેહવારો Tagged with:

આ પણ વાંચો...

1)    આદર્શ માતા 2)    કવિતા -કવિ દાદ
3)    કાઠીયાવાડી છે 4)    પાલણપીરનો મેળો
5)    અષાઢી બીજ 6)    વિજય દિવસ
7)    ઊઠો 8)    ભોમિયા વિના મારે
9)    વિદાય 10)    લાલ બહાદુર શાસ્ત્રી જયંતી
11)    ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે 12)    સૂના સમદરની પાળે
13)    આરઝી હકૂમત 14)    ગોંડલનું રાજગીત
15)    ગોપાલ મારો પારણીયે ઝુલે રે 16)    14 સપ્ટેમ્બર –હિન્દી દિન
17)    ઉઘાડી રાખજો બારી 18)    દીકરો મારો લાડકવાયો
19)    સ્વતંત્રતાની મીઠાશ 20)    શિક્ષક દિવસ
21)    ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી 22)    જન્માષ્ટમી
23)    ભારતીય ધ્વજ સંહિતા – Flag code of India 24)    રક્ષાબંધન -બળેવ
25)    ચાલો તરણેતરના મેળે 26)    કોઈનો લાડકવાયો
27)    કારગીલ વિજય દિવસ 28)    જય જય ગરવી ગુજરાત
29)    જાવ ! હજી ફાસ્ટફૂડ ખાવ 30)    ભાગું તો મારી ભોમકા લાજે
31)    જીત્યો આજે આપણો ગુજરાતી 32)    Celebrating 3rd Anniversary of Kathiyawadi Khamir
33)    ગુજરાત સ્થાપના દિવસ 34)    કેસર કેરી
35)    હનુમાન જયંતી 36)    અંજનીનો જાયો શ્રી હનુમાન
37)    રામ નવમી -ચૈત્ર શુક્લ નવમી 38)    23 માર્ચ, શહીદ દિવસ
39)    રંગો ની આરાધનાનો તેહવાર -ધૂળેટી 40)    હોળી
41)    મા મને કોઈ દી સાંભરે નઇ 42)    મહાશિવરાત્રી
43)    મહાશિવરાત્રીનો મેળો 44)    વિશ્વ માતૃભાષા દિવસ
45)    રૂપાળું ગામડું 46)    નદી રૂપાળી નખરાળી
47)    મારા કેસરભીના કંથ 48)    ગિરનાર સાદ પાડે
49)    વારતા રે વારતા 50)    મહાજાતિ ગુજરાતી
51)    કસુંબીનો રંગ 52)    નવ કહેજો!
53)    વીર જતીન્દ્રનાં સંભારણા 54)    બૂરા ક્યા?
55)    આહલાદક અને મોહક ગીરનાર 56)    છેલ છબીલો ગુજરાતી
57)    છેલ્લી પ્રાર્થના 58)    યજ્ઞ-ધૂપ
59)    ભીરુ 60)    મોતનાં કંકુ-ઘોળણ
61)    તરુણોનું મનોરાજ્ય 62)    ઝંખના
63)    કાલ જાગે 64)    કવિ તને કેમ ગમે
65)    હાલોને જાયેં સોનુંરે વીણવા 66)    ગામડાનો ગુણાકાર
67)    ગોરક્ષા – આપણું પરમ કર્તવ્ય 68)    અમરલોકથી આવ્ય અમારા શાયર
69)    સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ 70)    સૌરાષ્ટ્રનાં બે ભાતિગળ મેળા
71)    ૬૫મો પ્રજાસત્તાક દિન 72)    ગાંધીને પગલે તું ચાલીશ ને ગુજરાત?
73)    રંગીલા રાજકોટ નું રંગીલું ગીત 74)    મકરસંક્રાંતિ અર્થાત ઉત્તરાયણ
75)    જનનીની જોડ સખી! 76)    અમે અમદાવાદી
77)    શિવાજીનું હાલરડું 78)    તમે મારાં દેવનાં દીધેલ છો
79)    સૌરાષ્ટ્રમાં ગવાતું એક હાલરડું 80)    હાં…હાં હાલાં -હાલરડું