મુક્તાનંદ સ્વામી

Muktanand Swami Amreli

Muktanand Swami Amreli

શ્રી સ્વામિનારાયણ ભગવાન ફરતી ઓપતી 500-500 પરમહંસોની મંડળીનો મેર,સત્સંગ ઈમારતનો ભોમ,જેમને નિઃસંકોચ કહી શકાય એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી હતા. સ્વામીનો જન્મ સવંત 1814 પોષ વદી સાતમના દિવસે રાધાદેવીની કુખે આનંદરામના પવિત્ર ઘરમાં થયો હતો.બાળપણનું નામ મુકુંદદાસ હતુ.અમરેલી નિવાસસ્થાન કર્મ ભૂમિ હતી. બાળપણમાં પરિવારને ધ્રુવ-પ્રહલાદની ઝાંખી કરાવી.મેઘાવી પિતા પાસે જ સંસ્કાર લીધાને સંસ્કૃત અને સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ. વેદાંત અધ્યયન કરીને સંસારથી વિરક્ત થયેલા મુકુંદદાસનો ગૃહત્યાગ,ગુરુની શોધ,સત્યની સાધના વગેરે મુમુક્ષુઓના આદર્શરુપ છે.સંવત 1842ની વસંતપંચમીએ મુકુંદદાસ ઉદ્ધવસંપ્રદાયના સ્થાપક શ્રી રામાનંદ સ્વામીના શિષ્ય તરીકે દિક્ષા પામ્યા.અને મુક્તાનંદ સ્વામી બની લોજ આશ્રમમાં મહંતબન્યા. ગુરુદેવની આજ્ઞાથી ભૂજ જઈને પુનઃવેદાંત બૃહસ્પતિની સાથે સરખાવી શકાય તેવી જ્ઞાનગરિમાં પ્રાપ્ત કરી.એક કરતા વધારે ભાષાના જાણકાર અને અનેક વિદ્યાઓના જ્ઞાતા એવા સ્વામીના કંઠમાં કોયલનો માળો હોય તેવું માધુર્ય હતુ.રાગ-રાગીણીઓને મૂર્તિમંત કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવા તેમને મન કંઈ મોટી વાત ન હતી.તેમના વાગ્માધુર્યે તેમને હજારો લોકો હૃદયમાં અનોખુ આદર સ્થઆન અપાવ્યુ અને ટૂંક સમયમાં રામાનંદ સ્વામીના શિષ્યોમાં પ્રમુખ અને ભાવિકર્ણધાર તરીકે ઉપસી આવ્યા. એવામાં સવંત 1856માં લોજ આશ્રમમાં નિલકંઠવર્ણી રુપે ભગવાન શ્રી સ્વામિનારાયણનું આગમન થયું અને મુક્તાંદ સ્વામીની વિદ્વતા સાથે ઉપાસના શુદ્ધિથી પ્રભાવિત થઈ આશ્રમમાં જ રહી ગયા.સમય જતા રામાનંદ સ્વામીને મળ્યા.દિક્ષા લીધી અને જેતપુરમાં ગાદીએ બેઠા. પછીથી સંપ્રદાયની ધુરા સહજાનંદ સ્વામીના હાથમાં આવી અને ગુરુપદ સુધી પહોંચેલા સંતશ્રી મુક્તાનંદ સ્વામી આજીવન દાસ બની ગયા. કેટલો મહાન ત્યાગ ! ” હું તો છું ઘણી નાગણી નાર,તોય તમારી રે” કહીને તેમણે ગોપીભાવે ભક્તિ કરી છે.સ્વામીએ વિવિધ ભાષાઓમાં વિપુલ સાહિત્યનો રસથાળ સત્સંગને જ નહિ,પણ વિશ્વસાહિત્યને ભેટ કર્યો છે. એક જ વ્યક્તિના જીવનમાં બ્રહ્મસુત્ર ભાષ્ય રચના અને વડોદરાના પંડિતોને એકલે હાથે શાસ્ત્રમાં પરાજીત કરી શકે તેવું પાંડિત્ય,રાસલીલા જેવી રસપ્રધાન રચના અને ગ્વાલીયરના ગવૈયાઓને પણ પરાસ્ત કરી દે તેવું શાસ્ત્રીય નૃત્ય આજદિન સુધીના ઇતિહાસમાં કોઈના નામે નોંધાયુ હોય તો એ એક માત્ર મુક્તાનંદ સ્વામી છે. તેમની કલમે 28 જેટલા ગ્રંથો લખાયા છે.તેમની ચુંદડીએ ભારતવર્ષના કાષાયવસ્ત્રને ગૌરવ અપાવ્યુ છે.તેમની વિનમ્રતા સાથેની વિદ્વતા અને જ્ઞાન સાથે ગુણ ગરિમાં એ શ્રીજી મહારાજનું “ગુરુપદ” અપાવ્યું હતુ.વાત્સલ્ય અને કરુણાએ તેમને જે બિરુદ મળ્યુ તે પાંચસો પરમહંસોમાં કોઈને ન મળ્યુ. ગુજરાતી સાહિત્યમાં ગિજુકાકાને “મુછાળી માં” કહેવાય છે તેમ સ્વયં ભગવાનશ્રી સ્વામિનારાયણે તેમને “સત્સંગની માં”નું બિરુદ આપ્યુ હતુ. આમ શ્રીજી મહારાજ પછી વધુ આદરથી જેનું નામ લેવાય છે એવા આ સંતવર્ય શ્રીજી સ્વધામ ગમન બાદ માત્ર એક મહિનાના વિયોગે સં.1886ના અષાઠ વદ-11ના પવિત્ર દિવસે ગઢપુર મુકામે દિવ્યદેહ ધારણ કરીને શ્રીહરિના ધામમાં સીધાવ્યા.

પ્રસિદ્ધ ગ્રન્થ રચનાઑ:

 1. ધર્માખ્યાન
 2. પંચરત્નમ્
 3. વિવેકચિંતામણી
 4. ઉદ્ધવગીતા
 5. સત્સંગ શિરોમણી
 6. સતી ગીતા
 7. શિક્ષાપત્રી ભાષા
 8. મુકુંદ બાવની
 9. ધામવર્ણન ચાતુરી
 10. વાસુદેવ અવતારચરિત્રમ્
 11. અવધુતગીતમ્
 12. ગુરુ ચોવિશી
 13. ક્રુષ્ણ પ્રસાદ
 14. નારાયણ ચરિત્રમ્
 15. નારાયણ કવચમ્
 16. વૈકુંઠધામદર્શનમ્
 17. ભગવદ્ ગીતાભાષા
 18. કપિલગીતા
 19. ગુણવિભાગ
 20. નારાયણ્ ગીતા
 21.   રુક્મણી વિવાહ્
 22. રાસલીલા
 23. હનુમત્પંચક્
 24. હનુમત્ નામાવલી
 25. સત્સંગીજીવન માહાત્મ્ય

વિગેરે. તેમની રચનાઑ માં શબ્દકૉતુક કરતા અર્થ ગાંભીર્ય વધુ છે.તેમની રચનાઑ પર શોધગ્રન્થો લખાય રહ્યા છે. તેમની એક રચના સતિગીતા પર ફ્રેન્ચ વિદુષી મેલીજો ફ્રાંજવા ઍ શોધગ્રન્થ લખ્યો છે.કવિના જિવન-કવન પર પણ્ શોધ ગ્રન્થ લખાયો છે.

Posted in ઈતિહાસ, સંતો અને સતીઓ Tagged with: , ,

આ પણ વાંચો...

1)    વત્સરાજ સોલંકી -વાછરા દાદા 2)    જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા
3)    વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા 4)    રાણપુરની સતીઓ
5)    ઝાલાવાડ ની ખાનદાની 6)    શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ
7)    મુળુ માણેક અને પાંચ પાળિયા 8)    સાચા સંતો માથે ભક્તિ કેરા મોલ
9)    વીર મોખડાજી ગોહિલ 10)    જગાવાળા અને સંગ્રામસિંહ
11)    નકલંક ઘામ -તોરણીયા 12)    આનાથી મોટી કઈ વાત હોઈ શકે!
13)    આદિકવિ નરસિંહ મહેતા 14)    महर्षि कणाद
15)    જોગીદાસ ખુમાણની આબરૂ 16)    ઉંદસરવૈયા અને બાબરિયાવાડ પંથક
17)    આહીર જ્ઞાતિ ઈતિહાસ 18)    મોટપ
19)    ગોહિલવાડ 20)    ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર
21)    લીરબાઈ 22)    રબારી જાતિનો ઇતિહાસ
23)    શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા 24)    કલાપી તીર્થ સંગ્રહાલય
25)    વાંકાનેર 26)    ભા’ કુંભાજી – ગોંડલ
27)    બારાડી – લીલી નાઘેર પંથક 28)    ભૂપત બહારવટિયો
29)    બ્રહ્મભટ્ટ બારોટ 30)    ગોરખનાથ જન્મકથા
31)    સંતશ્રી વાલમરામ બાપા આશ્રમ 32)    મહેમાનગતિ
33)    હૈયા કેરાં હેતની સરવાણી 34)    આરઝી હકૂમત
35)    ઘેડ પંથક 36)    અરજણ ભગત
37)    ગોંડલ રજવાડા ની રાજવી ગાડીઓ 38)    બારોટો ની વહી -ચોપડા
39)    ચારણ જ્ઞાતિનો ઇતિહાસ 40)    ગોરખનાથ
41)    ડુબી ગયેલ દ્વારકા 42)    સર પ્રભાશંકર પટ્ટણી
43)    સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત 44)    લોકમેળાની ગઈકાલ અને આજ
45)    ઓખા બંદર 46)    વિર ચાંપરાજ વાળા
47)    જલારામબાપાનો પરચો 48)    જનેતાના દૂધમાં ભાગ
49)    જુનાગઢને જાણો 50)    કથાનિધિ ગિરનાર
51)    સતી રાણકદેવી 52)    કહેવતો એટલે સત્યનો નીચોડ
53)    ભુલાઈ ગયેલી પત્ર લખવાની પરંપરા 54)    શ્રી રાણી માં શ્રી રૂડી માં
55)    જેસોજી-વેજોજી 56)    વિસામણબાપુની જગ્‍યા વિહળધામ (પાળીયાદ)
57)    જનની જણ તો ભક્ત જણ જે 58)    જોગીદાસ ખુમાણ
59)    સત નો આધાર -સતાધાર 60)    હરસિદ્ધમાતા મંદિર -જામનગર
61)    હાલાજી મેરામણજી અજાણી 62)    મોડ૫૨નો કિલ્લો
63)    દેપાળદે 64)    આનું નામ તે ધણી
65)    મહેર શુરવીર શહીદ નાગાજણ સિસોદિયા 66)    રા’ખેંગાર વાવ જુનાગઢ
67)    બાપા સીતારામ 68)    જાંબુર ગીર
69)    ખોડીયારમાં નું પ્રાગટ્ય 70)    ઘોડાખરા હિંદુ પીર
71)    સૌરાષ્ટ્રની ઐતિહાસિક -અડી કડી વાવ 72)    ગિરનાર
73)    ત્રાગા ના પાળીયા 74)    નાથા ભાભા મોઢવાડિયા
75)    પીરમબેટ -ભાવનગર જીલ્લો 76)    ગિરનાર
77)    ઐતિહાસિક જીલ્લો -અમરેલી 78)    વિર દેવાયત બોદર
79)    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી 80)    મેર જ્ઞાતિ
81)    માધવપુર ઘેડ 82)    અણનમ માથા
83)    કલાપી 84)    મહાભારત
85)    ચાલો તરણેતરના મેળે 86)    ઉપરકોટ કિલ્લો -જુનાગઢ
87)    ગંગા સતી 88)    તુલસીશ્યામ
89)    મણી(વાઘ) મંદિર -મોરબી 90)    પરબ ધામ -પરબ વાવડી, જુનાગઢ
91)    સૌરાષ્ટ્ર અથવા સોરઠ કે કાઠીયાવાડ 92)    સોમનાથ મંદિર
93)    સ્વામી ધર્મજીવનદાસજી અને ચૈતન્ય મંદિર 94)    જલા સો અલ્લા
95)    હમીરજી ગોહિલની વાત 96)    વીર યોધ્ધા હમીરજી ગોહિલ
97)    કનકાઇ માતાજી -ગીર 98)    મોંઘામૂલો માનવી -મેઘાણી
99)    અગ્નિકુળ રાજપૂતો નું જન્મ સ્થળ 100)    અન્નક્ષેત્ર તેમજ ચમત્કારી જ્ગ્યા એટલે જલીયાણ જોગી નું વીરપુર