ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

નાગર નંદજીના લાલ

Gujarati Bhajan, Prabhatiya, Gujarati Prarthnao

નાગર નંદજીના લાલ !
રાસ રમંતા મારી નથડી ખોવાણી.

કાના ! જડી હોય તો આલ
રાસ રમંતા મારી નથડી ખોવાણી… નાગર નંદજીના લાલ !

નાની નાની નથણી ને માંહી જડેલા મોતી,
નથણી કારણ નિત્ય ફરું જોતી જોતી … નાગર નંદજીના લાલ !


નાની નાની નથણી ને માંહી જડેલા હીરા,
નથણી આપો ને મારા સુભદ્રાના વીરા… નાગર નંદજીના લાલ !

નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખ પર ઝોલાં ખાય… નાગર નંદજીના લાલ !

આંબે બોલે કોયલડી ને વનમાં બોલે મોર
રાધાજીની નથણીનો શામળિયો છે ચોર… નાગર નંદજીના લાલ !

નથણી કારણે મેં તો ઢૂંઢ્યું છે વૃંદાવન,
નથણી આપો ને મારા તમે પ્રાણજીવન … નાગર નંદજીના લાલ !

નથણી આપોને પ્રભુ નંદના કુમાર,
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર… નાગર નંદજીના લાલ !

– નરસિંહ મહેતા

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators