મંદિરો - યાત્રા ધામ

શ્રી નિષ્કલંક મહાદેવ -કોળિયાક

Nishkalank Mahadev

આ સ્થળ ભાવનગર શહેરથી આશરે ૨૩ કિલોમીટર અંતરે આવેલું છે.

સૌરાષ્ટ્રમાં ભરાતાં મેળાઓમાં કોળિયાકનો મેળો જાણીતો છે.જે ભાદરવી અમાસના દિવસે ભરાય છે.આ પરંપરાગત મેળો છે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર મહાભારતના યુધ્ધ પછી પાંડવો અહીં આવ્યા હતા અને કોળિયાક ગામના સમુદ્ર કિનારે દેવાધિદેવ મહાદેવની સ્થાપના કરી હતી.તેમજ વેદોક્ત વિધિથી ભગવાન શિવની પૂજા-અર્ચના કરી જેનાથી યુધ્ધમાં કરેલ હિંસાના પરિણામે લાગેલા કલંકથી તેમને મુક્તી મળતાં તેઓ નિષ્કલંક થયા.અને તેથી જ આ મહાદેવ નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે.આ શિવલીંગ સમુદ્રમાં આવેલ હોવાથી માત્ર ઓટના સમયે જ તેના દર્શન થઇ શકે છે.દર વર્ષે શ્રાવણ વદ ચૌદશે તથા ભાદરવી અમાસને દિવસે અહીં પરંપરાગત રીતે જ લોકમેળો યોજાય છે.અહીં માનવ મ્હેરામણ સ્વંયભૂ રીતે ઉમટી પડે છે.આ દિવસે નિષ્કલંક મહાદેવજીના મંદિરને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે.અને મંદિરના મુહૂર્ત પ્રમાણે લાખોની સંખ્યામાં ભાવિકો અને શ્રધ્ધાળુઓ સમુદ્રમાં સ્નાન કરે છે અને ત્યારબાદ ભગવાનના દર્શન તથા પૂજા – અર્ચના કરે છે.

હર હર મહાદેવ
જય ભોલેનાથ

Nishkalank mahadev temple, Koliyak
Koliyak is located at a distance of about 23 km to the east of Bhavnagar. It is said that Pandavas established Nishkalank or Nakalank Mahadev on a new moon night of the Indian calendar month of Bhadarva. The famous fair popularly known as ‘Bhadarvi’ is held on the new moon night in month of Sharvan, as per the Indian calender. An idol of god Shankar was established in an island, over the sea about 3 km to the east of Koliyak. This temple can be reached between 9.00 am to 12.00 pm on the day next to the new moon night. It has to be noted that the place gets inundated under the tide so the visitors should leave the place before 1.00 pm


    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators