પોતાનું અભિમાન નષ્ટ કર્યા વિના કોઇ પણ મનુષ્ય ઇશ્વર સુધી નથી પહોંચી શકતો.
‘દયા ધરમનું મૂળ છે, પાપનું મૂળ અભિમાન’ માટે દયા ન છોડો.

Posted in સુવિચાર

Mandavraiji Temple
માંડવરાયજી મંદિર અથવા માંડવરાયજી દેવસ્થાન સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં આવેલુ સુપ્રસિદ્ધ મંદિર છે. મુળી શહેરની મધ્યમાં આ સુપ્રસિદ્ધ મંદિર આવેલુ છે. દર અઠવાડીયે હજારો લોકો આ ધામની મુલાકાતે આવે છે.

માંડવરાયજી દેવનું અન્ય નામ એટલે સુર્યદેવ અથવા સુર્યનારાયણ. મુળી ચોવીશીમાં વસતા પરમાર રાજપુતો અને જૈન લોકોના કુળદેવતા અથવા ઇષ્ટદેવ સુર્યદેવ છે. આ અતિપવીત્ર ધામના નિર્માણ સાથે જ મુળી ગામની સ્થાપનાનો ઇતિહાસ સંકળાયેલ છે.

Posted in મંદિરો - યાત્રા ધામ Tagged with: ,

Jogidas Khumanતુરીંગ સવારી રણ તીખો, આપો આપ ઓળખાય
ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય,

અણ તોળયાં દુઃખ આવતા, જેની સુરજ કરે સહાય
ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય,

તજે આળશ તન તણી, નહી તરવાર તજાય
ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય,

દ્રઢ મન ખાગે ડાંખરા, ના દબાવ્યા દબાય
ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય,

વાજે ઢોલ રણ બંકડા, લઇ ઘરમાં ન રહે ઘલાય
ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય,

અણનમ માથે ઓપતી, બ્રદ વંશ પાઘ બંધાય
ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય,

પ્રહત્વ પહાડ આથડવા પડે, તોય મભનમાં ના મુરજાય
ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય,

નીર લોભી નિરમળ મને, અર સાથે અફળાય
ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય,

હરદમ મુખ હસતું કહું, મુચ્છોમાં મરદાઈ
ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય,

મણીધર જપુ મોરલી પરે, એમ માંગણ પર મંડાય
ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય,

ક્રોધે નાગ કાળી કહું, ડ્સ્યે ડગલું ના દેવાય
ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય,

– કવિ શ્રી મેકરણદાન લીલા

Posted in શૌર્ય ગીત Tagged with: , ,

Decorated Bull in Saurashtra

-મોરડા
-લેલાવટી
-શિંગડિયા
-જોતર

ફોટોગ્રાફ: મિત્ર મહેશભાઈ બોરીચાની ફેસબુક પ્રોફાઈલ પરથી

Posted in મનોરંજન Tagged with: , , ,

Gujarati Lok Sangeetસોરઠ ની દુહા ની ભાષાતો અનેરી જ છે અને એના દ્વારા થતી રજુઆતનો એક ઉત્તમ નમુનો અહીં મુક્યો છે.
જીવન પરની એ સેંકડો રસમીમાંસક ઉક્તિઓએ જ જનસામાન્યની સાહિત્યરુચિને ઉચ્ચકક્ષાએ રાખી છે એટલું જ નહિ પણા સર્વદેશીય કરીને સાચવી છે.ચિંતનની સઘનતાને દુહા પાદેથી શોધો તો એ મૂઠી એ મૂઠી એ મળશે. કોઇ કચ્છી કવિ કહી ગયો છે;

સાયર લેરું થોડ્યું, મુંજા ઘટમાં ઘણેરિયું ;
હકડી તદ ન પોગિયું, (ત્યાં) દૂજી ઊપડિયું..

અર્થ: જેટ્લી લહેરો સમુદ્રમા છે તે તો થોડી છે, તેનાથી વધુ તો મારા હૈયામાં છે. એક લહેરે હજુ તીરે(કિનારે) ન પહોંચી હોય ત્યાં તો બીજી ઊપડી જ હોય છે.

બીજા લોક-કવિ એ અકળામણ અનુભવી અને પ્રત્યુતર આપ્યો…

ગાલડિયું ગૂઢેરથજ્યું , વધીને વડ થીયું,
ચંગે માડુ એ ન પૂછિઉં, દલ જી દલ મેં રૈયું.

અર્થ: ગૂઢાર્થની વાતો મારા મનમાં વધીને વડ જેવડી થઇ. પણ કોઇ સુ-જને મને પુછી નહિ.(કોઇ સારા માણસે મને પૂછી નહિ) એટ્લે તો પછી એ બધી વાતો દિલમાં જ રહી ગઇ

Posted in દુહા-છંદ Tagged with: ,