Devayat Bodar ni Khambhi

દેવાયત બોદર -કાઠીયાવાડ નું સાચું ખમીર

ઇ.સ. ૧૦૧૦નાં સમયમાં જુનાગઢ રાજ્ય ઉપર રા’ડિયાસનું શાસન તપતું હતું. ત્યારે સોલંકીઓએ દગાથી રા’ડિયાસની સેનાને હરાવી રાજાની હત્યા કરી હતી. પરંતુ કુળદપિ રા’નવઘણને બોડીદરનાં જ આહીર દેવાયત બોદરનાં ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. બાર વર્ષ બાદ તેની જાણ સોલંકીઓને થતાં દેવાયતને બોલાવી સોલંકીનાં દુશ્મનને તેમની પાસેથી માંગ્યો ત્યારે દેવાયત બોદરે તેમનાં પુત્રને આપી દીધો હતો. અને તેમની નજર સામે તેનો વધ કર્યો હતો. અને સમય જતાં રા’નવઘણને લઇ જુનાગઢ જીતી લીધું હતું. આમ ઈતિહાસમાં દેવાયત બોદર તેમની પત્ની આહિરાણી અને ઉગો- અમર થઇ ગયા છે.

ગુજરાતનાં સોલંકીવંશના રાજા દુર્લભસેનની રાણીઓ કાઠિયાવાડની જાત્રાએ નીકળે છે. દામોકુંડમાં સ્નાન કરવાનો વેરો જૂનાગઢના રાજવી રા’ડિયાસે માંગતા રાણીઓને માઠું લાગ્યું અને સ્નાન કર્યા વિના પાટણ પાછી ફરી. અપમાનનો બદલો લેવા દુર્લભસેને જૂનાગઢ પર ચડાઈ કરી, પણ દિવસો સુધી મથવા છતાં ગઢનો કાંગરો ય ખેરવી શક્યો નહીં. છેવટે એક ચારણને જૂનાગઢના મહેલમાં રા’ નું માથું દાનમાં માગી લેવા મોકલ્યો. રા’ એ હરફ પણ ઉચ્ચાર્યો નહિ અને કવિરાજને માથું ઉતારી આપ્યું. આમ, સોલંકીઓએ કપટથી રા’ડિયાસને મારી જૂનાગઢ હાથ કર્યું, જેથી રા’ની તમામ રાણીઓએ આત્મવિલોપન કર્યું. તેમાંની સોમલદે નામની રાણી મરતાં પહેલા પોતાનાં નાના બાળકને એક વડારણ બાઈને સોંપતી ગઈ. આ બાળક એ જ નવઘણ – રા’ ના કુળનો છેલ્લો વંશજ. પેલી વડારણ બાઈ જેમતેમ કરીને બાળ નવઘણને બોડીદર ગામના દેવાયત આહીર પાસે પહોંચાડે છે. દેવાયતને નવઘણની એ જ ઉંમરનાં બે સંતાન છે – દીકરો વાહણ અને દીકરી જાહલ. સોલંકીઓનો કેર હોવાં છતાં બહાદુર આહીર દંપતિ નવઘણને સ્વીકારે છે. હવે બે ને બદલે ત્રણ સંતાનો દેવાયતના ઘરમાં ઉછરે છે. સમય પસાર થતો જાય છે. ત્રણેય બાળકો માનો ખોળો મૂકી ફળીમાં રમતા થાય છે. એવે વખતે કોઈ જાણભેદુ સોલંકીઓના થાણેદારના કાન ભંભેરે છે અને વાત છતી થાય છે. ગામના ચોકમાં તમામ આહીરોને એકઠા કરી સોલંકીઓનો થાણેદાર એક-એકને પૂછે છે કે “સાચે જ દેવાયતના ઘરમાં રાજનો દુશ્મન ઉછરી રહ્યો છે?”. વફાદર આહીરો મગનું નામ મરી પાડતા નથી. આખરે દેવાયતને બોલાવી થાણેદાર એને જ પૂછે છે, અને સૌનાં આશ્ચર્ય વચ્ચે દેવાયત આ વાતની પુષ્ટિ કરતાં કહે છે – “મારે તો રાજભક્તિ દેખાડવી હતી. ડિયાસનો દીકરો મારે ઘરે ઊઝરતો નથી. પણ કેદમાં રાખેલ છે. એ મોટો થાત એટલુ હું મારી જાણે જ દોરીને એની ગરદન સોળંકીયુંને સોંપી દેત. હું સોળંકીઓનો લૂણહરામી નથી.” પછી તો ઘરે પત્ની પર કાગળ લખી દેવાયત નવઘણને તેડાવે છે. કાગળમાં લખે છે – “રા’ રાખીને વાત કરજે”. “રા’ રાખીને વાત કરજે” – સોરઠી ભાષાના આ કોયડાને ગુજરાતનાં સોલંકીઓ પકડી ન શક્યા, પણ દેવાયતની પત્ની બધું જ સમજી ગઈ. હૈયા પર પથ્થર મૂકીને એણે પેટના દીકરા વાહણને તૈયાર કરીને મોકલ્યો. નાનકડા વાહણને જોતાં જ આખો આહીર ડાયરો દેવાયતની સ્વામી-ભક્તિ પર ઓવારી ગયો. ખુદ બાપના હાથે દીકરાની સોલંકીઓએ કતલ કરાવી. મર્યો છે એ નવઘણ જ છે એ વાતની ખરાઈ કરવા, તેમેણે મૃત દીકરાની આંખો પર ઉઘાડા પગે આહીરાણીને ચાલવાની ફરજ પાડી! પતિ-પત્નીએ હસતા મોંએ પુત્રનું બલિદાન આપી રા’ ના કુળદીપકને જલતો રાખ્યો!

રા’નવઘણની વાત અહીં પસંદ કરવા પાછળનો હેતુ એ જ છે. આ વાતની સાથે સંકળાયેલી જે વાત ઓછી જાણીતી છે તે એ કે કેટલાય વર્ષ સુધી વાહણના મૃત્યુ વિશે એક આંસુ ન પાડનાર આહિરાણીએ જ્યારે રા’નવઘણ જુનાગઢનો રાજા બને છે ત્યારે વર્ષો પછી પોકે પોકે રડે છે અને વાહણના મરશિયા ગાય છે. આહિરોમાં ત્યારથી બંગડી કે સેંથાનો કોઈ રિવાજ રહ્યો નથી. ત્યારથી કાળુ કાપડુ પહેરીને સતત આહિર સ્ત્રીઓ વાહણનો શોક મનાવે છે, તેમની એ વેશભૂષાની પાછળ રહેલા આ સત્યની કથની આપણી દરેક વાત, દરેક પ્રથા પાછળના ઉંડા ઈતિહાસની સાક્ષી પૂરે છે.

કવિ દુલા ભાયા કાગના જનેતાના દૂધમાંથી સાભાર લીધેલ છે.. (સંકલન :: રામદે ડાંગર (મોરબી)


1. Devayat Bodar (900 AD – 1025 AD) was an important Yadav Warrior, known for his bravery, sacrifice and endless love towards his motherland, with the help of whom, Ra Navghan, King of Junagadh and father of Ra Khengar, had taken the throne of Junagadh.

2. He was born in the Ahir family of Alidar-Bodidar village of Junagadh in Gujarat.

3. He had two children named Uga (son) and Jahal (daughter) from Sonal. Devat Bodar sacrificed his own son Uga to save Ra Navghan from the Solanki king who dethroned and killed Ra Diyas, father of Ra Navghan. A maid of Ra Diyas handed the little child (Ra Navghan) of Ra Diyas to Devat Bodar. Devat Bodar promised that he would do whatever it takes protect Ra Navghan and to give back his kingdom of Junagadh.

4. Devat Bodar raised Ra Navghan and his own son Uga together till they reached at the age of 12. Someone informed King Solanki that Ra Navghan had been raised by Devat Bodar. Devat Bodar was brought to the king’s court and was asked that whether the information is true or not. Devat Bodar understood the situation and replied positively. The king asked him to bring Ra Navghan. He wrote a famous encrypted message: “રા રાખી ને વાત કરજે આહિરાણી!” meaning “Oh! Ahirani talk but keep Ra!” to his wife Sonal. So his son instead of Ra Navghan is brought to the king, as no one could differentiate between Ra Navghan and Uga. The King tested him, by asking him to kill Ra Navghan (who was actually Uga) by his own hands. Devat Bodar cut off the head of his son, to prove that to the King that he was not his son but was Ra Navghan. The King was still not satisfied. So, he asked to bring Devat Bodar’s wife Sonal and asked her to remove eyes from the head of dead Uga, keep it on ground, and walk on that eyes, without dropping even one drop of tear from her own eyes. As, it was such a cruel and hard test for a mother, but Sonbai did that, to prove that he was not her son. Finally, the king came to the conclusion that the person whose head was cut off was Ra Navghan. Within 10 years to this event, Ra Navghan was grown up to attack Solanki.

5. Devat Bodar who was a leader of his caste Ahir, called his fellow Ahirs to fight against king Solanki to de-throne him and give the throne of Junagadh to Ra Navghan, son of RaDiyas. Ahir caste warriors who are renowned for their valour and bravery fight a severe battle with king Solanki and at last, Solanki loses the battle. Ra Navghan was throned as King of Junagadh. “Ra” dynasty comeback as a ruling dynasty with the help of Ahirs.

6. Today there are two wells constructed by Ra Navghan in Junagadh UpperKot fort. Temple of Devat Bodar is also there at Bodidar village near Junagadh. Today many Bodars live in Gujarat (Specially in Kathiyawad). These Bodars are one of the clan of Devayat Bodar. From 24 April-1 May 2011 a huge function was organised by Bodars in honour of Devat Bodar at Bodidar village, and for changing the name of place Bodidar to Devayatgadh
-Source Website

Posted in ઈતિહાસ, શુરવીરો, શૌર્ય કથાઓ Tagged with: , , , ,
Beautiful Barda Hill

બારાડી પંથક

હાલારની દક્ષિણે બરડા ડુંગરનો વિસ્તાર બરડો કે બારાડી પંથકના નામે ઓળખાય છે. જૂના વખતમાં એનું ક્ષેત્રફળ ૫૦૦ ચો.માઈલ હોવાનું ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’માં નોંધાયું છે. એ પ્રદેશ જૂના કાળમાં જેઠવા રાજપૂતોના તાબામાં હતો. ત્યારબાદ સોરઠમાં ભેળવી દેવાયો. બરડા પંથકના જુવાન નરનારીઓ, ગાયો, ભેંસો, ઘી અને પથરા પણ વખણાય છે. એની વાત આ દુહા કરે છેઃ

વસતી જ્યાં બહુ મેરની, નારી પાતળ પેટ,
ઘી પથ્થર વખાણમાં, ભોંય બરડો બેટ.

લીલી નાઘેર

હાલારમાં ઓખા પાસેનું પરગણું ‘બારાડી’ના નામે જાણીતું છે. બારાડી પંથકની દક્ષિણ-પૂર્વ માધવપુરથી લઈ કોડીનાર તથા ચોરવાડ અને જાફરાબાદના દરિયાકાંઠાનો વિસ્તાર નાઘેર તરીકે ઓળખાય છે. નાઘેર અસલ નાઘેર રજપૂતોના તાબામાં હતું. તેના ઉપરથી પ્રદેશ નાઘેર તરીકે ઓળખાયો હશે એમ કેપ્ટન મેકમર્કો નોંધે છે. સૌરાષ્ટ્રનો આ સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ તરીકે ઓળખાય છે. ત્યાંની ઘણી ચીજો વખણાય છેઃ

વાજા ઠાકોર, અંબવન, નારપદ્મણિ ઘેર,
રેંટ ખટુકે વાડિયે ભોંય લીલી નાઘેર.

અર્થાત્ જ્યાં વાજા રાજપૂત અને ઠાકોરોની વસ્તી છે, જેના હર્યાભર્યાં આંબાવાડિયા કેરીઓથી લચી પડે છે. ઘેર ઘેર પદ્મણિ નારીઓ છે. વાડિયુંમાં રેંટ ખટુકે છે એવી લીલીછમ નાઘેરની ધરતી કાઠિયાવાડનું કાશ્મીર ગણાય છે.

સૌરાષ્ટ્રમાં પથરાયેલાં પ્રાચીન પરગણાં અને પંથકો ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, લોકજીવન અને લોકસંસ્કૃતિનો સુપેરે પરિચય કરાવે છે.

સૌજન્ય: લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

Posted in ઈતિહાસ, દુહા-છંદ Tagged with: , , , , , , , , , , , , , ,

Soldier on Horse in Saurashtraબાઈની આંખમાંથી ડળક….ડળક…આંસુ ખરવા લાગ્યા. સાડલાના છેડાથી આંખો લૂછીને તે બોલી : ‘ભાઇ, તમારેને અમારે આંખનીય ઓળખાણ નથી. છતાંય નાણાં ચૂકવી મારી આબરૂ સાચવી…તમારું સરનામું આપો, મારો દીકરો મોટો થયે તમારા નાણાં દુધે ધોઈને મોકલી દઈશ…’

વાલો કેસરિયો લાગણીભાવે બાઈ સામે જોઈ રહ્યો. થોડીવાર પછી બોલ્યો: ‘બેન! હુંતો ઘોડાનો વેપારી. આજ આયાં તો કાલ બીજે…મારા કાંઇ ઠેકાણા નો હોય..માતાજીની દયાથી ઘણું કમાઉ છું, આ રકમ બેનના કપડામાં સમજો.’

પણ બાઈએ સરનામાંનો આગ્રહ છોડ્યો નહિ તે છેવટે સરનામું આપ્યું : ‘નામ વાલા ખીમા કેસરિયા, ચોટીલા પડખેનું રેશમિયા ગામ, મુલક કાઠિયાવાડી.’

પણ જ્યારે વિઠોબાએ, વડોદરાની ધરતી છોડી, કાઠીયાવાડમાં કાયમી પ્રયાણ કર્યા હતાં ત્યારે તેમની માએ વાલા કેસરિયાની વાત કહી ઋણમુક્ત થવા કહ્યું હતું.વાત સાંભળી વિઠોબાએ પણ વાલા કેસરિયાનું ઋણ ચૂકવવા પ્રતિજ્ઞા લીધી હતી.

વાલો કેસરિયો ઘોડાનો વેપારી. તેનો મોટાભાગનો વેપારને વ્યવહાર વડોદરા સાથે રહેતો હતો. વડોદરામાં એક આરબ જમાદાર સાથે મિત્રતા બંધાઈ ગયેલી. આ આરબ જમાદારે એક માણસને પૈસા ધીરેલા. એ માણસનું મૃત્યુ થતાં તેની વિધવાબાઈને બોલાવી આરબે કંઈક આકરાં વેણ કહ્યાં. જે પડખે બેઠેલા વાલાથી સહન ન થયાં અને બાઈનું કરજ વાલાએ ચૂકવી દીધું હતું.

આ વાતને વરસોના વહાણા વાઈ ગયાં.

અમરેલી પ્રાંતમાં તેનાં સૂબા વિઠોબાની ચારેકોર રાડ બોલવા લાગી હતી. કાઠિયાવાડની ખંડણી ઉઘરાવવા તે ગાયકવાડની ફોજ સાથે સોરઠી ઠકરાતો, જાગીરો અને રજવાડાંઓને ધમરોળવા લાગ્યો હતો.

પણ જ્યારે વિઠોબાએ, વડોદરાની ધરતી છોડી, કાઠીયાવાડમાં કાયમી પ્રયાણ કર્યા હતાં ત્યારે તેમની માએ વાલા કેસરિયાની વાત કહી ઋણમુક્ત થવા કહ્યું હતું.વાત સાંભળી વિઠોબાએ પણ વાલા કેસરિયાનું ઋણ ચૂકવવા પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે અમરેલી ઉતરી ચોટીલા પંથકમાં પડાવ નાખ્યો હતો. આવાં કંટાને કરડા સૂબાનો પંચાળમાં પડાવ છે તે સમાચાર વાયુવેગે પ્રસરી ગયાં હતા. લોકોના જીવ પડીકે બંધાઈ ગયાં હતાં. આવાં વસમાં વખતે, ગાયકવાડી ફોજના સિપાઈઓ વાલા કેસરિયાના ફળીયામાં આવીને ઉભા રહ્યા ત્યારે આખું ગામ ડરના લીધે ધ્રુજવા લાગ્યું હતું.

પછી તો બેઉ વાતોમાં એવાતો ડૂબી ગયાં કે સમયનું ઓહાણ જ રહ્યું નહિ. પણ વાલાને એકાએક યાદ આવ્યું કે, નેસમાં સૌના જીવ પડીકે બંધાયેલા છે. સાચા ખબર નહિ મળે ત્યાં લગી મોંમા અન્નનો દાણો નહિ મુકે!

ખવીસ જેવાં માણસોને જોઈ ચારણોના નેસમાં સોંપો પડી ગયો હતો. નક્કી આજે આઈ રૂઠી લાગે છે, નહિતર વાલાના આમ તેડા ન આવે! પણ વાલાએ સૌને ધરપત આપી. માં ચામુંડાનું સ્મરણ કરવા કહ્યું. પછી વાલાએ ઘોડી પર પલાણ માંડ્યા.

ચોટીલામાં સૂબાનો જ્યાં મુકામ હતો તેનાથી આઘે, ઘોડા પરથી ઉતરી, ઘોડાને હાથથી દોરી, સૂબાના દેરા-તંબૂથી થોડા આઘેરા ઊભા રહ્યા. ત્યાં સુબાની ફરમાન થયું. વાલો અંદર પ્રવેશ્યો.

દેવગણ જેવાં ચારણને જોતા જ સૂબો આભો થઇ ગયો અને અદકા હેતથી કહે: ‘આપ પોતે જ વાલા કેસરિયા!!?’

વાલાએ અતિ નમ્રતાથી કહ્યું: ‘નામદાર, હું પોતે…વાલો કેસરિયો.’

સૂબાએ પ્રેમથી આવકારી વાલાને આસન પર બેસાડ્યા. પછી માતાનું ઋણ ચૂકવવાની માંડીને વાત કરી અને ગદગદિત સ્વરે ઉપકારભાવ દર્શાવાયો…ત્યારે વાલાએ ગૌરવ અને આનંદ સાથે કહ્યું હતું: ‘મેં તો કાઠિયાવાડની ઉજળી પરંપરાને જાળવી, બેનને ગજા સંપન્ન કાપડું કર્યું હતું.’ પછી આશ્ચર્યભાવે પ્રત્યુત્તર પાઠવતાં આગળ કહ્યું હતું: ‘પણ આપના આવાં ઉજળા દિવસોમાં મારાં બેને મને યાદ કર્યો એ મારાં પરમ સદભાગ્ય કે’વાય..!’

પછી તો બેઉ વાતોમાં એવાતો ડૂબી ગયાં કે સમયનું ઓહાણ જ રહ્યું નહિ. પણ વાલાને એકાએક યાદ આવ્યું કે, નેસમાં સૌના જીવ પડીકે બંધાયેલા છે. સાચા ખબર નહિ મળે ત્યાં લગી મોંમા અન્નનો દાણો નહિ મુકે!

અને બન્યું પણ એમ જ…નેસ, ગામના માણસો અને કહું દરબાર પણ વાલાની વાટ જોતા હતા. વાલાએ પાછા આવીને સઘળી વાત કરી ત્યારે સૌના જીવ હેઠાં બેઠાં.

સૌજન્ય : ગ્લોબલ ગુજરાત ન્યુઝ દ્વારા રાઘવજી માધડ ના લેખ.

Posted in ઈતિહાસ, ઉદારતાની વાતો Tagged with: , , ,

Man on Horseશૌર્યગીત

રાંગમા ઘોડી શોભતી
એની મુછડીયું વાંકાં વળ લેતી,

દાઢી કાતરીયાળી ફર ફરકતી,
એની આંખ્યુ વગર કસુંબે રાતી,

એકે હજારા ઇ રણમાં જુજતો ઘાયે
ઇ આખો વેતરાતો, તોય દુશ્મનો ને

વાઢતો, તલવાર એની વીંઝતો,
ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ ઇ વીર

ભાલે ભાલાળા વેરતો,
ખાંડા કેરા ખેલ ખેલવા ઇ ભડ ખડગ ખેંચતો,

આટલી એંધાણી દરબાર તણી ના ઇ
વચન લોપતો, ટેક ખાતર શીશ
સમર્પતો ના પોરઠના પગલા ભરતો…

-દિવ્યરાજસિંહ સરવૈયા

Posted in શૌર્ય ગીત Tagged with:

Ramdev Pirઆ મંદિર કાલાવડ શહેરથી ૮ કિ.મી.દુર આવેલુ છે. જયા મંદિર આવેલ છે જગ્યામા અગાઉ જંગલ હતુ.લોકવાયકા મુજબ જેમા હીરાભાઇ નામના ભરવાડ ઘેટા બકરા દરરોજ ચરાવતા હતા. હીરાભાઇને રામદેવજી મહારાજ ઉપર અખૂટ શ્રૂઘ્ધા હતી અને ભકિતભાવ કરતા હતા. તેમને રામદેવજી મહારાજે પરચો આપેલ પરંતુ હીરાભાઇએ ભગવાન તમે મને પરચો આપેલ છે તેમ હું જાણુ છુ પણ મારો સમાજ આ વાત માનશે નહી તો સાબિતીરૂપે મને શું કરવુ તે જણાવો. રામદેવજી મહારાજે પીપર વૃક્ષનુ સુકુ ડાળખુ વાવવા જણાવેલ અને તે પીપરનુ ડાળખુ લીલુ થઇ કુંપળો ફુટશે તે સૌને બતાવજે. આ મુજબ પીપરનુ ડાળખુ લીલુ થતા ત્યાં હીરાભાઇએ નાની ડેરી બનાવી રામદેવજી મહારાજની પુજા કરવાનુ ચાલુ કર્યુ અને હીરાભાઇ માંથી હીરા ભગત કહેવાયા હાલ આ જગ્યા વીરામ વૃક્ષરૂપે ગુજરાતમા સ્થાન ધરાવે છે. અહી નવા અને જુના એમ બે મંદિર હાલમા આવેલ છે. નવા મંદિરની સ્થાપના ખુશાલભાઇ કામદારે કરેલ છે આ બંને મંદિરમા અન્નક્ષેત્ર, ગૌશાળા તેમજ ધર્મશાળા આવેલ છે.

અગત્યનો દિવસ :
ભાદરવા સુદ નોમ,દસમ,અગિયારસનો ત્રણ દિવસનો મેળો ભરાય છે

Posted in મંદિરો - યાત્રા ધામ Tagged with: , ,