ઇસરદાન ગઢવી ના પડછંદ અવાજે ચારણી શૈલીમાં ગવાયેલી હનુમાન ચાલીસા
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
શ્રીગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ.
બરનઊઁ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ
બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન-કુમાર.
બલ બુદ્ધિ બિદ્યા દેહુ મોહિં, હરહુ કલેસ બિકાર
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
જય હનુમાન જ્ઞાન ગુન સાગર.
જય કપીસ તિહુઁ લોક ઉજાગર
રામદૂત અતુલિત બલ ધામા.
અંજનિ-પુત્ર પવનસુત નામા
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
મહાબીર બિક્રમ બજરંગી.
કુમતિ નિવાર સુમતિ કે સંગી
કંચન બરન બિરાજ સુબેસા.
કાનન કુંડલ કુંચિત કેસા
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
હાથ બજ્ર ઔ ધ્વજા બિરાજૈ.
કાઁધે મૂઁજ જનેઊ સાજૈ.
સંકર સુવન કેસરીનંદન.
તેજ પ્રતાપ મહા જગ બન્દન
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
વિદ્યાવાન ગુની અતિ ચાતુર.
રામ કાજ કરિબે કો આતુર
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા.
રામ લખન સીતા મન બસિયા
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા.
બિકટ રૂપ ધરિ લંક જરાવા
ભીમ રૂપ ધરિ અસુર સઁહારે.
રામચંદ્ર કે કાજ સઁવારે
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
લાય સજીવન લખન જિયાયે.
શ્રીરઘુબીર હરષિ ઉર લાયે
રઘુપતિ કીન્હી બહુત બડાઈ.
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
સહસ બદન તુમ્હરો જસ ગાવૈં.
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં
સનકાદિક બ્રહ્માદિ મુનીસા.
નારદ સારદ સહિત અહીસા
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
જમ કુબેર દિગપાલ જહાઁ તે.
કબિ કોબિદ કહિ સકે કહાઁ તે
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા.
રામ મિલાય રાજ પદ દીન્હા
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
તુમ્હરો મંત્ર બિભીષન માના.
લંકેસ્વર ભએ સબ જગ જાના
જુગ સહસ્ર જોજન પર ભાનૂ.
લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં.
જલધિ લાઁઘિ ગયે અચરજ નાહીં
દુર્ગમ કાજ જગત કે જેતે.
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
રામ દુઆરે તુમ રખવારે.
હોત ન આજ્ઞા બિનુ પૈસારે
સબ સુખ લહૈ તુમ્હારી સરના.
તુમ રક્ષક કાહૂ કો ડર ના
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
આપન તેજ સમ્હારો આપૈ.
તીનોં લોક હાઁક તેં કાઁપૈ
ભૂત પિસાચ નિકટ નહિં આવૈ.
મહાબીર જબ નામ સુનાવૈ
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
નાસૈ રોગ હરૈ સબ પીરા.
જપત નિરંતર હનુમત બીરા
સંકટ તેં હનુમાન છુડાવૈ.
મન ક્રમ બચન ધ્યાન જો લાવૈ
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
સબ પર રામ તપસ્વી રાજા.
તિન કે કાજ સકલ તુમ સાજા.
ઔર મનોરથ જો કોઈ લાવૈ.
સોઇ અમિત જીવન ફલ પાવૈ
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
ચારોં જુગ પરતાપ તુમ્હારા.
હૈ પરસિદ્ધ જગત ઉજિયારા
સાધુ સંત કે તુમ રખવારે.
અસુર નિકંદન રામ દુલારે
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
અષ્ટ સિદ્ધિ નૌ નિધિ કે દાતા.
અસ બર દીન જાનકી માતા
રામ રસાયન તુમ્હરે પાસા.
સદા રહો રઘુપતિ કે દાસા
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
તુમ્હરે ભજન રામ કો પાવૈ.
જનમ-જનમ કે દુખ બિસરાવૈ
અન્તકાલ રઘુબર પુર જાઈ.
જહાઁ જન્મ હરિ-ભક્ત કહાઈ
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
ઔર દેવતા ચિત્ત ન ધરઈ.
હનુમત સેઇ સર્બ સુખ કરઈ
સંકટ કટૈ મિટૈ સબ પીરા.
જો સુમિરૈ હનુમત બલબીરા
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
જૈ જૈ જૈ હનુમાન ગોસાઈં.
કૃપા કરહુ ગુરુદેવ કી નાઈં
જો સત બાર પાઠ કર કોઈ.
છૂટહિ બંદિ મહા સુખ હોઈ
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
જો યહ પઢૈ હનુમાન ચાલીસા.
હોય સિદ્ધિ સાખી ગૌરીસા
તુલસીદાસ સદા હરિ ચેરા.
કીજૈ નાથ હૃદય મઁહ ડેરા
hanumaan-chalisa-01
પવનતનય સંકટ હરન, મંગલ મૂરતિ રૂપ.
રામ લખન સીતા સહિત, હૃદય બસહુ સુર ભૂપ
Posted in ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

Shurvir Rajput Manભેટે ઝૂલે છે તલવાર, વીરાજી કેરી ભેટે ઝૂલે રે
ભીંતે ઝૂલે છે તલવાર, બાપુજી કેરી ભીંતે ઝૂલે છે

મારા બાપુને બહેન બે બે કુંવરિયા, બે વચ્ચે પાડ્યા છે ભાગ
હાં રે બેની બે વચ્ચે પાડ્યા છે ભાગ, વીરાજી કેરી ભેટે ઝૂલે રે

મોટે માગી છે મો’લ મ્હેલાતો વાડિયો, નાને માગી છે તલવાર
મોટો મહાલે છે મો’લ મેડીની સાયબી, નાનો ખેલે છે શિકાર

મોટો ચડિયો છે કંઈ હાથી અંબાડિયે, નાનેરો ઘોડે અસવાર
મોટો કઢે છે રોજ કાવા કસૂંબલા, નાનેરો ઘૂમે ઘમસાણ

મોટો પોઢે છે લાલ રંગીલે ઢોલિયે, નાનો ડુંગરડાની ધાર
મોટો મઢાવે વેઢ વીંટી ને હારલાં, નાનો સજાવે તલવાર

મોટાને સોહે હીર-જરિયાની આંગડી, નાનાને ગેંડાની ઢાલ
મોટો સંતાય સુણી શત્રુના રીડિયા, નાનેરો દ્યે છે પડકાર

મોટો ભાગ્યો છે સેન શત્રુનાં ભાળતાં. નાનેરો ઝીંકે છે ઘાવ
મોટો જીવ્યો છે પાય શત્રુના પૂજતો. નાનેરો સૂતો સંગ્રામ
મોટે રે માડી તારી કુખો લજાવી, નાને ઉજાળ્યા અવતાર
મોટાના મોત ચાર ડાઘુએ જાણિયાં, નાનાની ખાંભી પૂજાય

ભેટે ઝૂલે છે તલવાર, વીરાજી કેરી ભેટે ઝૂલે રે
ભીંતે ઝૂલે છે તલવાર, બાપુજી કેરી ભીંતે ઝૂલે છે

– ઝવેરચંદ મેઘાણી

Posted in લોકગીત, શૌર્ય ગીત Tagged with:

પ્રાતઃ હવું પ્રાણપતિ ! ઈંદુ ગયો આથમી,
કાં રહ્યો બાંહોડી કંઠ ઘાલી ?
નાથ ! મેલો હવે બાથ માંહે થકી
શું કરશો હે બાંહ ઝાલી ?

અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી,
તેજ તારા તણું ક્ષીણ દીસે;
દીપક-જ્યોત તે ક્ષીણ થઈ જાદવા,
વચ્છ ધવરાવવા ધેન હીસે.

લલિત અતિ સુંદરી લલિત આલાપતી
દધિમંથન ઘોષ ઘેર ધાયૈ;
શબ્દ સોહામણાં સાવજાં અતિ કરે,
સુરભિત શીતલ પવન વાયે.

કમળ વિકસી રહ્યા, મધુપ ઊડી ગયાં,
કુક્કુટા બોલે, પિયુ ! પાય લાગું;
રવિ રે ઉગતાં લાજી એ ઘેર જતો,
નરસૈંયાના સ્વામી ! માન માંગું.

– નરસિંહ મહેતા

Posted in ભજન-પ્રભાતિયા-પ્રાર્થના Tagged with:

Pandav Kund Babra

પાંડવ કુંડ – બાબરા (જીલ્લો અમરેલી)


બાબરામાં આદિકાળથી બ્રહમકુંડની ઐતિહાસિક જગ્‍યા છે. પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આ જગ્‍યાએ રોકાયા હોવાની લોકવાયકા છે અને તેથી જ પાંચ પાંડવોના ૫વિત્રકુંડ “પાંડવકુંડ” તરીકે ઓળખાય છે.

અહીં નીલકંઠ મહાદેવનું મંદિર ૫ણ છે, જે લોકઆસ્‍થાનું કેન્‍દ્ર છે.

Posted in ફરવા લાયક સ્થળો, મંદિરો - યાત્રા ધામ, શહેરો અને ગામડાઓ Tagged with: ,
Lal Bahadur Shastri

મિત્રો આજના દિવસે આપડે એક એવી હસ્તી ની વાત કરવી છે કે જેમનો જન્મ આજના શુભ દિવસે થયો હતો અને એ વ્યક્તિ એટલે ભારતીય રાજકારણ નું સુવર્ણ તિલક…

જય જવાન જય કિસાનનું સૂત્ર આપનાર આપણા વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રી હતાં. તેમનું કદ ભલે નાનું હતું પણ તેમની અગમચેતી વિશાળ હતી. દોઢ વર્ષનાં ટૂંકા ગાળા દરમિયાન એમણે દેશના રક્ષણ અને દેશની ખેતી અને ખેડૂતને ગૌરવ આપ્યું. દેશની ગરીબ પ્રજાને સહાનુભૂતિ આપવા દેશના દરેક નાગરિકને અઠવાડિયામાં એક ટંક ભોજન છોડવા હાકલ કરી હતી.

આજ નો દિવસ આમ તો “ગાંધી જયંતી” ના નામથી પ્રચલિત છે, આજે બધા લોકો ગાંધીજી ની જન્મ જયંતી ઉજવશે, ફેસબુક પર ફોટો મુકશે પોસ્ટ પણ કરશે, પણ કેટલા ને ખબર છે કે આજે લાલ બહાદુર શાસ્ત્રી ની પણ જન્મ જયંતી છે???

Posted in તેહવારો